શુક્રવાર, 17 એપ્રિલ, 2026

ગુસ્સાનો ઉદભવ અને કારણો

 

ગુસ્સાનો ઉદભવ અને કારણો

-----------------------------------------------------------------------------------------------------------------------------

ઉત્ક્રાંતિના સમયથી નીચલી કક્ષાના પ્રાણીઓ પણ ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે. મોટેભાગે ખોરાક, પોતાના વિસ્તારનો માલિકી ભાવ, અને જાતિય આનંદ માટે પ્રાણીઓ ગુસ્સો કરી લડાઈ કરતાં જણાય છે. નીચલી કક્ષાના પશુઓ જેવાકે કૂતરો, બિલાડી, બીજા હિંસક પ્રાણીઓ વિગેરે મોટા અવાજો કરી, દાંત કચકચાવી, વાળ ઊભા કરી દઈ હુમલો કરવાની સ્થિતિમાં ગુસ્સો વ્યક્ત કરે છે. જીવ સટોસટની લડાઈમાં લડો કે ભાગી છૂટો, બંને સ્થિતિમાં પહેલાં તો ગુસ્સા ની સ્થિતિ જ જોવા મળે છે.

પછીથી પ્રાણી કે માનવીના મનમાં નક્કી થાય છે કે, લડવું કે ભાગી છૂટવું. જો સામેનો દુશ્મન વધારે તાકાતવાન કે હુમલાવર જણાય તો, મન અચાનક ભાગી છૂટવાનો નિર્ણય લઈ લે છે. આ વખતે ગુસ્સા દરમ્યાન પેદા થયેલા એડ્રીનાલીન અને સ્ટીરોઇડ હોર્મોન પ્રાણીમાં ભાગવાની અજબ શક્તિ પેદા કરે છે. અને પ્રાણી ભાગી છૂટે છે. પહેલા મોટા આલ્શેશિયન કૂતરાને જોઈ શેરીનો કૂતરો ગુસ્સો કરે છે, ભસે છે, પણ પછીથી ખ્યાલ આવે છેકે આની સામે લડવા જેવું નથી, એટલે પૂંછડી દબાવી ભાગી છૂટે છે. તેવીજ રીતે જો સામે દુશ્મન નબળું જણાય, તો પ્રાણી કે માનવી હુમલો કરવાનું મનમાં નક્કી કરે છે. ગુસ્સાને લીધે વિકરાળ ચહેરો, ઊભા થયેલા વાળ, મૌમાં દેખાઈ રહેલા મોટા રાક્ષસી દાંતને લીધે જ દુશ્મન સહેમી જાય છે, અને અંતે હારી જાય છે. આમ આ ગુસ્સો કામમાં આવે છે.

માનવીમાં પણ આજ રીતે ગુસ્સો થતો જોવા મળે છે. બાળકની નવજાત અવસ્થામાં બે જ લાગણીઓ જોવા મળે છે, ગુસ્સો અને પ્રેમ. તેને ડર કે ખૌફ, લોભ, લાલચ, મોહમાયા વિગેરેનું જરાપણ જ્ઞાન હોતું નથી. નાનપણથી જ પ્રેમવિહોણું બાળક બધાંને વારંવાર ગુસ્સો કરતાં જુએ, તો પોતે પણ એજ રીતે ગુસ્સો કરવા લાગે છે. બહુજ જિદી બાળક વારંવાર પોતાની જીદ પૂરી કરવા ગુસ્સો કરે, રડવા લાગે, બૂમબરાડા પાડે, મોટેથી ચીસો પાડે, અને જો માબાપ તેને શરણે થઈ જાય, તેનું ધાર્યું અપાવી દે, કે કરવા લાગે તો બાળક માટે ગુસ્સો અને જીદ એક હથિયાર બની જાય છે. જે મોટા થઈને પણ ચાલુ રહે છે.

ગુસ્સો એક એનર્જી છે. જે શરીરમાંથી પેદા થાય છે. એ વખતે ડર ખતમ થઈ જાય છે. મનને મજબૂત કરી આત્મવિશ્વાસ વધી જાય છે. પ્રાણીઓમાં પણ આજ ઉદાહરણ જોવા મળે છે. હરણના બચ્ચાને ખાવા આવતા ઝરખને જોઈ, તેની માતા ગુસ્સે થઈ ભગાવી પણ મૂકે છે. ખરેખર તો હરણ ઝરખથી ગભરાતા હોય છે, પણ આ વખતે અચાનક એનર્જી, ગુસ્સાને લીધે આવી જતાં તે સામી થઈ જાય છે. આ થાય છે કઈ રીતે? ગુસ્સાની એનર્જીથી. પોતાના દુશ્મનો પાસેથી જ એનર્જી લઈ ગુસ્સાથી તેને પોતાની એનર્જી બનાવો.

માનવીમાં આર્થિક તણાવ, માનસિક તણાવ, કે શારીરિક તણાવની સ્થિતિમાં ગુસ્સો જોવા મળે છે. કેટલીક વખત બનાવટ થતી લાગે, છેતરાઈ ગયાની લાગણી થાય કે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિમાં મન ઉત્તેજિત થઈ ગુસ્સો અનુભવે છે. ગુસ્સો પેદા થવાનું કારણ મનમાં માન, અપમાન, પ્રેમ, ન્યાયનાણાં વિગેરેના મૂલ્યોનું અધપતન થઈ કાબૂ ગુમાવવાનું હોય છે. માનવીને મનમાં વિકાસ સાથે સામાજિકમાનસિકનૈતિક પરિબળોને સાંકળી પ્રેમમાનઅપમાનન્યાયઅન્યાય વિગેરેનો અહેસાસ કરાવી તેનો આદર કરતાં શીખવે છેપરંતુ આ મૂલ્યો મનમાંથી ઘટી જાય છેનાશ પામવાના સમય સંજોગો ઊભા થવા લાગે છેત્યારે શાંત મગજ અને મનવાળો માનવી ઉકળી ઊઠે છેઅને ગુસ્સો કરવા લાગે છે.

મનમાં રહેલી અસહિષ્ણુતા અને હઠ તથા અદેખાઈ અને સરખામણી અસંતોષ સર્જતા ગુસ્સાનું રૂપ પકડે છે. બાળકના ઉછેરમાં માબાપે અત્યંત લાડકોડથી તેની દરેક જીદ પૂરી કરી હોય, તે મોટો થતાં દરેક ઈચ્છા ના સંતોષાતા અંતે કાયમી ગુસ્સો કરવા લાગે છે.

મનમાં રહેલી ઈર્ષા અને અદેખાઈ પણ ગુસ્સા રૂપે દેખાય છે. પાડોશી પાસે મોટી એસી. ગાડી અને મારી પાસે સ્કૂટર જ કેમ ? આ વિચાર જ મનમાં ગુસ્સો પ્રગટાવે છે. આવી તો અનેક બાબતો જેવીકે રૂપાળી અને દેખાવડી પત્ની, મોટો બંગલો, અઢળક કમાણી, કે વિદ્યાર્થી અવસ્થામાં બીજાના વધારે માર્કસ કે ટકા અંતે અદેખાઈ લાવી ગુસ્સો પેદા કરે છે.

માનવીના મનમાં પેદા થતો અસંતોષ, જયારે તેની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી ના કરી શકે ત્યારે ગુસ્સો સવાર થઈ જાય છે. વધતી જતી મોંઘવારી અને ફુગાવાથી રૂપિયાની કિંમત ઘટતી જ જાય છે. તેનાથી માનવીની ખરીદ શક્તિ, તેને સંતોષ થાય તેવો ખોરાક, કપડાં, અને મકાન ખરીદીમાં અશક્તિ દાખવે છે. તેનો રોષ ગુસ્સા અને ક્રોધમાં ભભૂકે છે. આ બધું મળવા છતાં કેટલાક માણસોમાં અસંતોષથી સરખામણી કરતું મન ગુસ્સામાં જ રહ્યા કરે છે.

માનવી સામાજિક પ્રાણી છે. તેથી તે ઘરમાં માતાપિતા, પત્ની, બાળકો, ભાઈભાભી, કાકા, મામા, ફોઈ કે મિત્રો સાથે સામાજિક ધોરણે બંધાયેલો છે. આમાંથી કોઈના પણ વાણી, વર્તન કે ખરાબ વ્યવહારથી છંછેડાય છે, અને અંતે તેને ગુસ્સો અને ક્રોધ આવે છે.

ગુસ્સો કરવો કે નહીં તેનો આધાર માનવીના મન ઉપર છે. અનેક સંજોગોમાં માનસિક તણાવ વધી જાય ત્યારે ગુસ્સો આવે છે. શરીરથી કે મનથી ખૂબ થાકી ગયા હો ત્યારે ગુસ્સો આવે છે. ખૂબ ભૂખ લાગી હોય ત્યારે કે પૂરતી ઊંઘ ના થઈ હોય ત્યારે ગુસ્સો આવે છે.

તમારી વિરુધ્ધ કોઈ તમારી ટીકા કરે કે તમારા વિરુધ્ધ ખરાબ બોલે ત્યારે ગુસ્સો આવે છે. તમે સાચા હો છતા કોઈ તમારો વાંક કાઢે કે ટીકા કરે તો અથવા તો ખોટો વ્યવહાર કરે, કે જે તમારા હિત વિરુધ્ધ હોય તો તમે શું કરશો, તમે તેનાથી વધારે ગુસ્સો કરશો, જેથી તે શાંત થઈ જાય. જો તમને અન્યાય થતો લાગે, પણ સમજ ના હોય કે લડવાની શક્તિ ના હોય ખોટી બૂમાબૂમ અને ગુસ્સો કરવાનો શું અર્થ છે ? તેના લીધે તમે મહાત્મા નથી બની જવાના.

ગાંધીજીને અન્યાય થતો લાગ્યો, તેમણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી હોવા છતા તેમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા, કારણકે તે કાળા હતા, તેથી તે આ ડબ્બામાં મુસાફરી કરી શકવાને લાયક ના હતા. ગાંધીજીનું કહેવું હતુ કે, તો મને ફર્સ્ટ ક્લાસની ટિકિટ કેમ આપી? હું પણ માણસ છું અને મને પણ આ ડબ્બામાં બેસવાનો એટલો જ અધિકાર છે. તે આખી રાત સ્ટેશન ઉપર બેસી રહ્યા. અંતે તેમને સફળતા મળી. આમ ગુસ્સો કરીને કે રાડારાડ કરવા ને બદલે મગજ શાંત રાખી સામનો કરવાથી સફળતા મળે છે.

કોઈ કેસમાં ફસાઈ ગયા હોય પછી તે પોલીસ કેસ હોય કે અદાલતી કેસ હોય, કોઈ વાતમાં છેતરાઈ ગયાનો અહેસાસ થાય કે સાચે જ છેતરાઈ ગયા હોય, ટ્રાફિકમાં ફસાઈ ગયા હોય, પતિ પત્નીના સંબંધોમાં દરાર પડી હોય, લગ્નજીવન ભોગવી ના શકાતું હોય કે પછી પૈસાનો પ્રોબ્લેમ થયો હોય, આવી બધી અનેક પરિસ્થિતિઓમાં પહેલાં ચિંતા થાય છે, પછી ગુસ્સો આવે છે.

પોતાના પ્રિયજન ગુમાવવાથી કે છોડીને જતાં રહેવાથી કોઈ પણ રમત કે સ્પર્ધામાં હારી જવાથી, કે પછી પરીક્ષામાં ફેઈલ જવાથી પહેલાં મન તે માનવાને તૈયાર થતું નથી, પણ વાસ્તવિકતાનો ખ્યાલ આવે પછી ગુસ્સો આવે છે. પોતાની સાથે કોઈ અભદ્ર વર્તન કરે કે અપમાન કરે ત્યારે ગુસ્સો ચડે છે. કોઈ વખત દુખાવો થાય કે થઈ આવેઅને કોઈ અગત્યનું કામ ના થઈ શકે તો અંતે ગુસ્સો આવે છે. જયારે નશો કરવાની આદત પડી જાયઅને નશો કરવા ના મળે તો પણ ગુસ્સો આવે છે. કેટલીક શારીરિક તકલીફો જેવીકે માસિક સ્રાવ વગેરેમાં સહન ના થાય તો ગુસ્સો ચડે છે. પોતાના પર શારીરિક અત્યાચાર થાય કે બળાત્કાર થાય ત્યારે ખૂબ ગુસ્સો ચડે છે. પોતાના સમાજગામ કે દેશમાં થતાં ભ્રષ્ટાચારખોટા કામો અન્યાય વિગેરે સામે પોતે કંઈ કરી શકે તેમ નથીવિચારી મન ગુસ્સો કરે છે.

કેટલીક વખત માણસ અત્યંત મહત્વકાંક્ષી બની જાય છે, પોતાનું ધારેલું ના થતાં કે મહત્વકાંક્ષા પૂરી ના થતાં તેને ગુસ્સો આવે છે. કેટલાક માણસોને હું જ સાચો તેવો અહંકાર મનમાં ઘર કરી જાય છે, પછી કોઈ પણ વાત સાચી હોવા છતાં તેને પોતાની વાત જ સાચી લાગે છે, અને મન ગુસ્સો કરવા લાગે છે.

આમ ગુસ્સો આવવાના અને કરવાના અનેક કારણો છે.





------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/


Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation

#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.