રવિવાર, 26 એપ્રિલ, 2026

ગુસ્સો આવે ત્યારે શું કરવું ?

 

ગુસ્સો આવે ત્યારે શું કરવું ?

-----------------------------------------------------------------------------------------------------------------------------

ગુસ્સો દરેક માનવીમાં પડેલો છે. કેટલાક માણસોને તે નજીવી બાબતે આવવા લાગે છે, તો કોઈને તે કોઈકોઈ વખતે દેખા દે છે, પણ ઝઘડો કે વિવાદ પૂરો થઈ જાય પછી બંને પક્ષોને લાગે છે કે કશું ખોટું થઈ ગયું છે. પોતાની વાત સાચી મનાવવા, કે પોતાનું અધિપત્ય સ્થાપવા માટે થોડો ગુસ્સો અને ક્રોધ કેટલીક વખત ઉપયોગી છે, પણ દર વખતે આ સાચું નથી. પોતે જ હંમેશાં સાચો છે, અને સામેવાળો ખોટો જ છે, એમ ધારીને કરવામાં આવતો વિવાદ અંતે ગુસ્સામાં જ પરિણામે છે. ખાસ કરીને પતિ પત્ની વચ્ચે, કુટુંબી વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, કે પછી કોઈ પણ સગા વહાલા વચ્ચે થતો ઝઘડો અંતે ગુસ્સામાં અને ક્રોધમાં પરિણમે ત્યારે શું કરવું જોઈએ ?

ખાસ કરીને પતિપત્ની વચ્ચે લગ્નના થોડા સમય પછી પ્રેમનો નશો ઓછો થવા લાગે એટલે નાનામોટા વિવાદ અને ઝઘડા ચાલુ થઈ જાય છે. એમાંય જો બંને નોકરી કરતાં હોય તો વાત બગાડતાં વાર નથી લગતી. તુતુ મેમેનો વિવાદ આગળ વધતાં ગુસ્સો અને ઝઘડા વધી જાય છે. આવું જ કંઈ કુટુંબીઓ વચ્ચે પણ થતું જોવા મળે છે. ત્યારે શું કરવું તે એક પછી એક જોઈએ.



૧. ચૂપ રહો. 


જયારે વિવાદ વધતો લાગે અને ખબર પડી જાય કે હવે ગુસ્સો આવવાનો છે, ત્યારે બેમાંથી એક જણ ચૂપ થઈ જાવ. બંને બોલબોલ કર્યા જ કરશે તો ઝઘડો વધતો જ જશે, તેનો કોઈ અંત નહીં આવે, અને ભૂતકાળમાં મેં તને આમ કહ્યું હતું, તેમ કહ્યું હતું, તેમાંથી વાત વધી પડશે. તેને બદલે બેમાંથી એક જણ ચૂપ થઈ જાવ. એકને જ બોલવા દો. થોડા વખતમાં તેને ખ્યાલ આવી જશે કે હવે આગળ દલીલો કરવાનો કોઈ અર્થ જ નથી. અને વાત ત્યાં જ બંધ થઈ જશે. જો બંને ગરમાગરમીથી બોલ્યા જ કરશે, તો તેનો કોઈ અંત જ નહીં આવે. ઉકળતા પાણીમાં તમને કંઈ જ જોવા નહીં મળે, પણ પાણી શાંત થઈ જશે તો અંદર તમને તમારું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે. તેને માટે કહેવત છે કે, “એક ચૂપ બરાબર સો सुฟ."

 

તેને માટે સરસ પંક્તિઓ યાદ આવે છે

ના તેરી શાન કમ હોતી, ના તેરા રૂતવા ક્રમ હોતા, 

જો તુને ગુસ્સેમેં કહા, વો પ્યાર સે કહા હોતા.

કોઈ પણ બાબત ગુસ્સાને બદલે પ્રેમથી પણ કહી શકાય છે.

2. શાંત રહો. તમે જયારે વિવાદમાં ગુસ્સે થઈ રહ્યા હો, ત્યારે ક્રોધ કે ગુસ્સાને તમે પોતેજ અનુભવી મહેસુસ કરો. થોડો સમય વિચારી શાંત થઈ જાવ. એક વખત કાબૂ આવવા લાગે, તો ફરીથી તે બાબતે વિચાર કરતાં ક્રોધ નહીં આવે.

ખોટી દલીલો કર્યા કરવાને બદલે સામેવાળાને શાંતિથી સાંભળો. તેનાથી સામેવાળાને પણ પોતાની ખોટી ભૂલોનો અહેસાસ થશે, અને વાત બંધ થઈ વિવાદ શાંત થઈ જશે.

3. તે જગ્યા છોડી દો. 

જ્યારે દલીલો ઉગ્ર બનતી લાગે અને,તમને ખબર પડે કે હવે ગુસ્સો આવી રહ્યો છે, ત્યારે તે જગ્યા, રૂમ કે પછી વાતાવરણ છોડી દો, અને બીજે જ ચાલ્યા જાવ. એકને એક જગ્યાએ રહેવાથી તે વાત વધુ ને વધુ વકરતી જશે, અને તેનો કોઈ અંત જ નથી. કોઈ પણ એક સાથી જગ્યા બદલી નાખે એટલે આપમેળે વાતનો અંત આવી જશે. ફરીથી એ વાતની ચર્ચા શાંત વાતાવરણમાં પછીથી કરી શકાશે.



૪. ઊંડા શ્વાસ લો. 

એક વખત વાત વધી જતી લાગે અને દલીલો ઉગ્ર બનવા લાગે, ત્યારે મનને શાંત કરી ઊંડા શ્વાસ લઈ ત્રણ સુધી ગણો. ફેફસામાં ગયેલો પ્રાણવાયુ અંદર ભરી, ધીમે ધીમે ત્રણ સુધી ગણી છોડતા જાવ. આમ કરવાથી મગજ ને તાજો પ્રાણવાયુ મળશે, અને ગુસ્સા અને ક્રોધના નકારાત્મક વિચારો ઓછા થવા લાગશે.





૫. મન માં કલ્પના કરો. 

જયારે મનમાં ગુસ્સો અને ક્રોધ વધવા લાગે, ત્યારે મનમાં કોઈ કુદરતી ખુશનુમા જગ્યાની કલ્પના કરો. તમે ગયેલ હો, તેવી જગ્યા, ફાર્મ, જંગલ કે નદીનું સ્મરણ કરો. મન પ્રસન્નતાથી ભરાઈ જશે. ગુસ્સો પોતાની મેળે ઠંડો પાડવા લાગશે.






૬. કામ બદલી નાખો. 

દલીલો અને ગુસ્સાની વખતે તે જગ્યા બદલી મન ને વ્યસ્ત કરવા કામ બદલી નાખો. હાથ, મોં ધૂવો, કે ટીવી જોવા બેસી જાવ,કે પછી નહાવા જતા રહો. એક વખત મગજ શાંત થતાં મનના વિચારો બદલાઈ જશે, અને ગુસ્સાના વિચારો ઘટી જશે.

૭. શાંત બની વિચારો. એક વખત વાત શાંત પડી જાય પછી એકલા બેસી વિચારો કે આ આખી વાતમાં વાંક કોનો હતો. મનમાં હકારાત્મક વિચારો દાખલ કરી દો. સામસામે દલીલો કરીને શું મેળવ્યું? તેનો ઉકેલ શું છે ? જો તમે સાચા છો, તો ગુસ્સો કરવાની જરૂર નથી, અને ખોટા છો તો ગુસ્સો કરવાનો હક્ક જ નથી.

૮. લખી નાખો. શાંત થયે મનમાં વિચારેલ વાત અને કારણો એક કાગળમાં કે ડાયરીમાં ઉતારી નાખો. તેનાથી તમારા મનનો બોજ હલકો થશે અનેતમે દિલથી લખેલી વાત સામા માણસના મગજમાં આસાનીથી ઉતરી જશે.

ગુસ્સો આવે ત્યારે મનને જગ્યા, વિચાર કે વાતચીત બદલી ડાયવર્ટ કરી નાખો. નબળી ક્ષણ જતી રહેતા આપમેળે ગુસ્સો શાંત થઈ જશે.

આમ ગુસ્સાને અને ક્રોધને પોઝિટિવ બનાવી દો. પતિ પત્નીના ઝઘડા અને ગુસ્સાના પરિણામનું ઉદાહરણ વાંચી તમે ક્યારેય ગુસ્સો નહીં કરો.

ક્ષણિક ગુસ્સો અને આવેગ તમને કેટલું બધું નુકસાન પહોંચાડી શકે છે, નાની નાની વાતચીત અને ઝઘડાઓ કેવું નુકસાન કરી નાખે છે. આનંદ અને સીમાના પ્રેમલગ્ન હતા. શરૂઆતના મહિના તો પ્રેમના નશામાં મસ્ત ગયા, પણ પછીથી પ્રેમનો નશો ઉતરતા નાની મોટી બાબતે ઝઘડા શરૂ થઈ ગયા. બંને નોકરી કરતા હતા. આનંદની પોસ્ટ ઊંચી હતી, તેથી ઓફિસમાં તેનો રોલો હતો, બધા તેને સાહેબ સાહેબ કરતાં રહેતા. દર વખતે વિવાદ તુતુ મેમે પર પહોંચી ઝઘડા અને વિવાદ વધવા લાગ્યા. એકબીજાની ખૂબીઓ હવે તેમને ખામીઓ લાગવા લાગી. બંનેને છૂટા પડવાના વિચારો આવવા લાગ્યા.

એક સાંજે આનંદ મોડો ઘરે આવી ભૂખ્યો જમવા બેઠો. મનપસંદ રસોઈ ના હતી, એટલે તે નારાજ હતો, તેમાં વળી સીમા શાકમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી. આનંદે ગુસ્સામાં બૂમો પાડવા લાગી. સીમાએ કહ્યું, “ શાંતિ રાખ, હું પણ ઓફિસેથી થાકીને આવી છું, હું મીઠું લાવું છુ." પણ આનંદનો ગુસ્સો હાથમાં ના રહ્યો, અને તેને બાજુમાં પડેલી ચમચીને બદલે ભૂલમાં છરી સીમા સામે ફેંકી. અને સીધી ઉતરી ગઈ સીમાની આંખમાં, સીમા લોહીલુહાણ થઈને પડી ગઈ. આનંદને સાત વરસની જેલ થઈ. હજુ જેલમાં પડયો આનંદ વિચારી રહ્યો છે, “ મેં નારાજગી અને ગુસ્સાને ક્રોધમાં પરિવર્તિત કરી મોટી ભૂલ કરી નાખી." પણ હવે શું થાય ?

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/


Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation

#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.