ગુસ્સો શાંત કઈ રીતે કરવો ?
-----------------------------------------------------------------------------------------------------------------------------
કોઈ પણ વાતચીતમાં, દલીલોમાં કે વ્યવહારમાં માણસોને ગુસ્સો
આવે છે, પણ આ વખતે ગુસ્સો કે ક્રોધ ના આવે
ત્યારે શું કરવું જોઈએ, તે જાણી લીધા પછી એ જાણવું જરૂરી છે કે, એક વખત ગુસ્સો આવી ગયો હોય, પછી તેને શાંત કેમ કરવો ? આ વખતે ક્ષણિક આવેગ આવી જાય અને મન
ગુસ્સો કરવા લાગે ત્યારે,
શાંત રહી, તે જગ્યા છોડી દઈ, મનને શાંત કરવાના પ્રયત્નો કરવા જોઈએ.
અધર્મનો નાશ કરવા દરેક યુગમાં ભગવાન જન્મે છે.
પણ તેનો નાશ કરવા ગુસ્સો તો જોઈએજ. આમ ભગવાનમાં પણ ગુસ્સો તો હોય છે જ.
હનુમાનદાદાને લંકામાં કેદ કર્યા, ત્યારે
મનમાં બહુ જ ગુસ્સો હતો, તેમણે ગુસ્સામાં લંકા બાળવાનું શરૂ
કર્યું, પણ તેનો કંટ્રોલ પોતાના હાથમાં રાખ્યો.
અશોક વાટિકા અને વિભિષણનું ઘર છોડીને જ તેમણે બધું બાળવાનો પ્રયત્ન કર્યો. કેમ ? કારણકે તેમને ખબર હતી કે, ક્રોધમાં કોનો નાશ કરવો અને કોનો બચાવ
કરવો. આમ ગુસ્સો અને ક્રોધ વ્યક્ત કરતી વખતે પણ બધીજ બાબતો ધ્યાને લેવી પડે છે.
૧. ઝઘડા કે વિવાદની જગ્યા છોડી દો. પછીથી બીજા જ રૂમમાં જઈ થોડો સમય કંઈ
જ ના કરો. શાંતિથી વિચારીને મનને શાંત કરો. આને “મી ટાઈમ” કહેવામાં આવે છે. પોતે પોતાનામાં જ
ખોવાઈ જાવ. આ વખતે વિવાદ બાબતે કોઈ નિર્ણય ના લો, તે હંમેશાં ખોટા અને સામી પાર્ટીને વેર લેવાના જ હશે. બની ગયેલ
પ્રસંગ કે વાતચીતને યાદ જ ના કરો. જે થવાનું હતું તે થઈ જ ગયું છે, પછી તેનો હરખ શોક શા માટે? (શ્રીમદ્ભાગવત ગીતા)
૨. મનમાં ભગવાનને યાદ કરો. આ અઘરું છે, એક તો ઝઘડાને લીધે મન આવેગયુક્ત અને
ગ્લાનીથી ભરેલું હોય, ત્યારે ભગવાન ક્યાંથી યાદ આવે ? પ્રયત્ન કરવાથી આ અશક્ય નહીં લાગે.
મનમાં કે મોટેથી પ્રાર્થના કરવા લાગવાથી મન ભગવાનમાં ઓટોમેટિક ડાયવર્ટ થશે. સાથે
સાથે પૂજા, અર્ચના અને આરતી કરવા લાગવાથી શરીરના
બીજા અંગો પણ તેમાં જોડાવાથી મન બીજી બાજુ વળી જશે.
૩. શેર કરો. મન આવેગયુક્ત હોય, ગુસ્સામાં હોય ત્યારે તમારા ખાસ મિત્ર
કે અંગત સ્નેહીને વાતો કરો. ભૂલમાં પણ આ ઝઘડા કે વિવાદની વાત છેડવી નહીં. બીજી જ
અલકમલકની વાતો ચાલુ કરી દો. જોયેલા મુવીની કે બીજા કોઈ રમૂજી જોકની વાતો કરવાથી
મનનો આવેગ બદલાશે અને ગુસ્સાને બદલે હાસ્યનો ભાવ મનમાં ઉત્પન્ન થવા લાગશે. બાજુના
રૂમમાં બીજા માણસો બેઠા હોય, ત્યાં
જવા જેવું નથી. તેમને તમારો મૂડ જોઈ ખબર પડી જશે કે, કંઈક અજુગતું થયું છે, અને તે તમને બનેલી બાબતે પૂછપરછ કરવા લાગશે, જે તમારો મૂડ વધારે બગાડશે.
૪. મનને ડાયવર્ટ કરો. તમારો મૂડ ગુસ્સાને કારણે બગડી ગયો
હોય, અશાંત હોય, તેવે વખતે મૂડ બદલવા હાથ મોં ધુઓ, નહાવા જતા રહો, કે પછી ટીવી ચાલુ કરી પોતાને ગમતી ચેનલ
જોવા બેસી જાવ. બહાર ફરવા જતા રહો કે સૂઈ જાવ. કસરતો, યોગ કે મેડિટેશન કરો. એક વાર મગજ શાંત
થાય પછી જ રૂમની બહાર નીકળો .
૫. ગુસ્સાના કારણો લખી નાખો. એકવાર લખીને વાંચી જાવ. થોડા સમય પછી
તેના ઉપર વિચાર કરી તેને ફાડી નાખો.
અમેરિકના પ્રમુખ અબ્રાહમ લિંકનને યુધ્ધમંત્રી
સ્ટેન્ટને ગુસ્સે થઈને એકવાર ફરિયાદ કરીકે લશ્કરના મેજર જનરલે તેના ઉપર લાગવગશાહી
અને ગફલાનો આક્ષેપ કરેલ છે. હવે મારે શું કરવું? પ્રમુખે તેને સલાહ આપી, “તમે તેને કડક શબ્દોમાં જવાબ લખો અને તેની ઝાટકણી કાઢો.” યુધ્ધમંત્રીએ તેને જબ્બર તીખી ભાષામાં
પત્ર લખ્યો, અને બરાબરનો ખખડાવી નાખ્યો. પછી
પ્રમુખને કહ્યું, “એક પરબીડિયું આપો, તેને પોસ્ટ કરી દઉં.” પ્રમુખે કહ્યું, અરે, ભલા માણસ, ગુસ્સો તમે આ કાગળમાં ઉતારી નાખ્યો ને, હવે તેને રવાના ના કરાય. નહિતર લશ્કરી
વડાનો જુસ્સો તૂટી જશે. તમારો ગુસ્સો શાંત થઈ ગયો હોય તો આ કાગળ ફરી વાંચી ફાડી
નાખો.
આપણા મનમાં જયારે ગુસ્સાનો ઉંદર દોડવા લાગે
ત્યારે તેને આ રીતે કાગળના પાંજરામાં પૂરી દેવાનો. બસ. પછી તેને બીજા કોઈના ઘરે
મૂકવા ના જવાય, પણ તેનો નાશ કરી દેવાનો. ગુસ્સો
હંમેશાં ઠાલવવા માટે જ હોય છે. તેને કાગળમાં પૂરી દેવાય, તેનાથી તમારા મનને શાંતિ મળીને.”
લિંકનની આ સલાહ તેના પોતાના વહેવારના
અનુભવસિધ્ધ નિચોડરૂપ હતી. કોઈ માણસ આપણને ખોટી રીતે ચિતરે, કે ટોણાં મારે, ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. આવી
વ્યક્તિ આપણી નજીકની હોય કે અંગત હોય ત્યારે વધારે દુખ થાય છે. આવે વખતે ગુસ્સો
લખીને ફાડી નાખવો, પોસ્ટ કરવો નહીં, નહિતર ઝઘડો વધી જશે, અને અંગત માણસ કાયમ માટે દૂર થઈ જશે
કેટલીક વખત માણસને પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવતો હોય છે. મોટે ભાગે ક્રોધ એ
પોતાના સ્વમાનની રક્ષા માટે, ન્યાયની
રક્ષા માટે, કે સહાનુભૂતિ મેળવવા માટેની એક લાગણી
છે.
એક બુકમાં ગુસ્સાના કારણો લખી નાખો. ક્યાં
કારણથી ગુસ્સો આવ્યો, કોને કેટલું નુકસાન થયું, ગુસ્સો કઈ રીતે શાંત થયો, તેની નોંધ રાખો. ફરી નવરાશના સમયે
તેનું વાંચન કરતા, ભવિષ્યમાં આજ ભૂલ ના થાય તેનો ખ્યાલ
રહે છે. આજ ભૂલ રિપીટ ના થાય તેનો ખ્યાલ રાખો.
૬. એકદમ શાંત થઈ જાવ. પોતાની સાથે વાત કરો. સામેવાળાના ફક્ત
દોષ જ નહીં, ગુણનો વિચાર કરો. મનમાં ઊંધી ગણતરી શરૂ
કરો. ૧૦૦, ૯૯, ८८,
એમ ગણતા જવાથી મન તેમાં પરોવાઈ જશે, અને ગુસ્સો મનમાંથી નીકળી જશે. કોઈ પણ
દલીલ કે ઝઘડામાં માણસ ને હંમેશાં સામે વાળાનો જ વાંક દેખાય છે. પોતાના ગુણો જ એ
વિચાર્યા કરે છે તેને બદલે હવે ઊંધું વિચારો. તેના ગુણો, અને તમારો વાંક અને અવગુણો વિચારો.
પતિપત્ની ના કેસમાં આ બહુજ સામાન્ય છે, બહુજ વર્ષો સાથે રહેવાથી બંને એકબીજાના દોષો જ મનમાં વિચાર્યા કરે, તો ગુસ્સો અને ઝઘડા થતાં જ રહેશે. તેને
બદલે પોતાના અવગુણ અને સામેવાળાના ગુણોનો પણ વિચાર કરવાથી પ્રેમ વધતો રહેશે. તેને
માટે સુંદર પંક્તિઓ યાદ આવે છે, “યા
તો કબુલ કર મેરી કમજોરિયો કે સાથ, યા
ફીર છોડ દે મુઝે મેરી તનહાઈ મે.”
૭. ગુસ્સો આવે ત્યારે થૂકી નાખો કે બેગ પર ઉતારો. મનમાં ગુસ્સાના
આવેગનું ખુન્નસ વધી જાય ત્યારે તેને કાઢી નાખવું જરૂરી છે, અન્યથા કોઈ મોટું નુકસાન થઈ શકે છે.
ઘરમાં પડેલા ઓશિકાને કે લટકતી બેગને પંચ કરી તમારો ક્રોધનો આવેગ ઠંડો કરી નાખો.
અગાઉના જમાનામાં મહારાણીઓને ગુસ્સો આવે ત્યારે
કોપભવનમાં જતી રહેતી, અને રાજાએ તેમને મનાવવા જવું પડતું. આ
કોપભવનનું નવું નામ છે એંગર રૂમ, રેઝ
રૂમ, કે બ્રેક રૂમ. ભારતમાં પણ આવા એંગર રૂમ
ખૂલ્યા છે, જેમાં જઈને લોકો નાણાં ચૂકવીને રૂમમાં
મૂકેલી પ્લેટ, બોટલ, કપ રકાબી જેવી ચીજોને તોડી ફોડીને પોતાનો ગુસ્સો ઉતારે છે. કોઈથી
નારાજ થયેલા કે, સ્વજનો પર ગુસ્સો ના ઉતારી શકનાર લોકો
ઍગર રૂમમાં જઈ પોતાની ખીજ ઉતારે છે. પ્રેમમાં નિષ્ફળ ગયેલા પોતાની પ્રેમિકા કે
પ્રેમીના ફોટાનો કચ્ચરઘાણ વાળી પોતાનો ગુસ્સો ઉતારે છે.
એક હોટેલના વેઇટરને ગ્રાહક ગુસ્સો કરે કે શેઠ
ગુસ્સો કરે, તો પોતાનો ગુસ્સો પીરસાતી વાનગીમાં
થૂંકીને ઉતારતો હતો, ગુસ્સો ઓકી કાઢવાની આ રીત ખૂબ
નુકસાનકારક છે, તે વેઇટર પકડાઈ જતાં તેને નોકરીમાથી
કાયમ માટે છૂટો કરી દીધો. જો બહુજ ક્રોધ આવી ગયો હોય, તો તેને યોગ્ય જગ્યાએ થૂંકીને કાઢી
શકાય.પણ ખાવા પીવાની વસ્તુઓમાં હરગિઝ નહીં.
જો માણસ સહિષ્ણુ, ધીરજવાન, પાકટમનવાળો, વિચારશીલ હોય અને રોજ ૧૫ મિનિટ
ધ્યાનમાં બેસે તો ગુસ્સાનો અને ક્રોધનો વ્યાપ આપમેળે ઘટી જાય તેમાં શંકા નથી.
૮. સામેવાળાને માફ કરી દો. વાતચીત દરમ્યાન ગુસ્સો આવતો જણાય તો
શાંતિથી તેની વાત સાંભળો. તેને સમજાવો. તેની કોઈ ભૂલ હોય તો તેનું ધ્યાન દોરો.
ખોટો વહેમ દૂર કરો.
એક નેતા માઇક પર બોલવા ઊભા થયાને, માઈકવાળાએ બૂમ પાડી, "માઈકને હાથ ના લગાડતા.” નેતાનો ગુસ્સો ઉકળી ગયો, તેણે માઇકવાળાને કાઢી મૂકવા હુકમ
કર્યો. પછી ખબર પડી કે માઈકમાં કરંટ આવતો હતો,જેનાથી નેતાના જાનનો ખતરો હતો. અને બધાને પસ્તાવો થયો. આમ ખરી હકીકત
જાણ્યા વગર ક્રોધ કરવો નકામો છે. એક વખત સામેવાળાને માફ કરી, ક્ષમા આપી દેવાથી તમારો ગુસ્સો આપોઆપ
શાંત થઈ જશે. હું જ હંમેશાં સાચો છું, સામે વાળો ખોટો છે, એ
વિચારધારા બદલો. ક્રોધ કેટલીક વખત ઉપયોગી છે, પણ તેને હકારાત્મક દિશામાં વાળવાથી જ જીતી શકાશે. એક સરસ પંક્તિ યાદ
આવે છે, “ઐસે મૈંને ખૂદ કો આઝાદ કિયા, કુછ કી માફી માગી, કુછ કો મૈંને માફ કિયા."
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation
#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle