નિર્ણય લેવાની
કળા
--------------------------------------------------------------------------------------------------------------------------
નિર્ણય લેવાનું મગજ અને
મનનું સંયુક્ત વૈજ્ઞાનિક કાર્ય છે. જો ગમે તેવો ખોટો નિર્ણય લેવાઈ જાય તો જીવનભર
પસ્તાવું પડે છે. તેથી ક્રમબદ્ધ તેનાં પગલાં પ્રમાણે જ વર્તવું પડે છે. સમયસર અને
ઝડપી, તત્કાલ લીધેલો
નિર્ણય અમુક વખતે જરૂરી અને ઉપયોગી હોય છે. મૂડ અને લાગણીઓનો ઉપયોગ કરી મક્કમપણે
નિર્ણય લેવો પડે છે. સાથે સાથે વાસ્તવિકતા, સલામતી, ભવિષ્યનાં પરિણામ વગેરેનો ખ્યાલ પણ જરૂરી છે.
નિર્ણય એટલે પરિસ્થિતિ
અને સમસ્યાના ઉકેલ માટે યોગ્ય સમયે, ઝડપથી, ફાયદાકારક, વિચારીને પગલાં લેવા તે. આ એક પ્રક્રિયા છે. કોઈ પણ
સમસ્યાને ઓળખી, તેના ઉત્તરના
વિકલ્પો વિચારી, ફાયદાકારક પગલાં
ઝડપથી લેવાય તે કાર્ય છે.
આપણે જીવનમાં દિવસરાત ઘરે, સ્કૂલે, ઓફિસે કે બહાર
અનેક નિર્ણયો લેતા હોઈએ છીએ, પણ કોઈ શાળા, કોલેજ કે અભ્યાસક્રમમાં સુંદર સાચા, ફળદાયી નિર્ણયો
કેવી રીતે લેવા તે સમજવાનું લેસન નથી પણ એક એવી કુશળતા છે, જે દરેકે હસ્તગત
કરેલી હોવી જરૂરી છે.
મગજના અગ્રભાગે રહેલો
મુખ્યભાગ ઍટીરિયર ફ્રટલ કોરટેક્સ અગત્યનો ભાગ ભજવે છે. સાથે સાથે મગજનાં અનેક અંગો
નિર્ણય લેવામાં મુખ્યભાગ ભજવે છે.
બેકોનના મત પ્રમાણે
નિર્ણય લેવાની ક્રિયા એક વૈજ્ઞાનિક કાર્ય અને કળા બંને છે. એક જ વખતનો ખોટો નિર્ણય
આખું જીવન નરક બનાવી દે છે,
તે માટે સતર્ક
રહી, ઝડપથી, યોગ્ય સમયે
હમેશાં નિર્ણય લેવો જરૂરી છે.
કુરુક્ષેત્રના મેદાનમાં
બને લશ્કરોને સામસામે જોઈ અર્જુનને વિચાર આવ્યો, 'અરે ! મારે મારા ભીષ્મદાદા, ગુરુદ્રોણ અને
ભાઈઓ સામે યુદ્ધ કરવાનું છે? તેમને મારીને મને ગાદી અને રાજ મળે તો પણ શું કામનુ? લાભ શું છે?' અને તે ઢીલો પડી
જાય છે. તેના સારથી કૃષ્ણને રથ પાછો લેવાનો કહી હથિયાર હેઠા મૂકી દે છે. આ તેનો
નિર્ણય સાચો હતો? ભાવનાઓથી લેવાયેલ
નિર્ણયનો અમલ થયો હોત તો હજારો સૈનિકોના જાન બચી જાત, સ્ત્રીઓ વિધવા
થવાથી બચી જાત અને સુખશાંતિથી અંત આવત. તો શું આ સાચો નિર્ણય કહી શકાય?
કદાપિ નહીં, તો તો દુર્યોધન
અને શકુની જેવા કપટી અને ધૃષ્ટ માણસોના હાથમાં પણ રાજનીતિની લગામ ગઈ હોત અને
ભારતવર્ષમાં અન્યાય અને અધર્મનું રાજ બની જાત. પણ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને
સમજાવટથી કહ્યું, “જો તું અત્યારે
ભાગી ગયો તો બાયલો ગણાઈશ અને આવનારી પેઢી તને જરા પણ માફ નહીં કરે. આ લડાઈ અધર્મ
અને ધર્મ વચ્ચેની છે, તેથી તારે યુદ્ધ
તો કરવું જ પડશે.
“પણ સખા કૃષ્ણ, હું યુદ્ધમાં હારી જઈશ તો?” અર્જુને ગભરાઈને પ્રશ્ન કર્યો.
“પરિણામની ચિંતા ના કર. નિષ્કામ કર્મ કર પરિણામ જે આવશે તે
સારું જ આવશે.” ભગવાન શ્રીકૃષ્ણએ શાંતિપૂર્વક નિર્ણય લેવાનો કર્મનો સિદ્ધાંત
સમજાવ્યો. જે આજે શ્રીમદ્ભગવત ગીતાના નામે પ્રસિદ્ધ ધર્મગ્રંથ છે.
એક જ ખોટો નિર્ણય આખી
પરિસ્થિતિ, રાજ વ્યવસ્થા અને
ઇતિહાસ બદલી નાખવા પૂરતો થઈ પડત.
આમ યોગ્ય નિર્ણય લેવાય તે
જરૂરી છે, અને યોગ્ય સમયે
લેવાય તે જરૂરી છે. વિચારવામાં સમય ગુમાવીએ, મુદતો પાડીએ તો પરિણામ આપણી વિરુદ્ધનું થઈ જાય છે અને આપણે
નિષ્ફળ જઈએ છીએ.
વિમાન ચલાવનાર પાયલટને
ખબર પડે કે વિમાનની એક પાંખને વિરાટ પંખીથી નુકશાન થયું છે, તરત જ તેણે
નિર્ણય લઈ નજીકના એરપોર્ટ પર ઉતરાણ કરી દેવું જોઈએ અન્યથા અંદર રહેલા અનેક મુસાફરો
અને ક્રૂ મેમ્બરની જિંદગી જોખમાઈ શકે છે. માટે જ યોગ્ય સમયે ત્વરાથી સાચો ને સચોટ
નિર્ણય લેવાય તે ખૂબજ જરૂરી છે.
નિર્ણય લેવામાં કોઈ વખત
ભૂલ થઈ શકે છે. આપણને ખબર પડે કે ખોટો નિર્ણય લેવાઈ ગયો છે, અને તેનાથી મોટું
નુકશાન થઈ શકે તેમ છે, તો તરત જ પાછા
વળી જવું પડે છે, નહિતર નુકશાન
ખૂબજ મોટું થઈ આપણને જિંદગીભર રડાવે છે. શેરબજારમાં સ્ટોપલોસ નાખી રાખે છે. તે
આનું ઉત્તમ ઉદાહરણ છે.
ભગવાન શ્રીકૃષ્ણ પણ એક
સમયે રણમેદાન છોડી જતા રહ્યા હતા તેથી જ તે રણછોડ કહેવાયા. તેમને ખ્યાલ આવી ગયો
હતો કે આ યુદ્ધ કરવામાં સાર નથી.
કેટલાક માણસોના મન બહુજ
મક્કમ હોતા નથી, તેથી વારંવાર
નિર્ણયો બદલ્યા કરે છે. કોઈપણ વસ્તુની ખરીદીમાં મન બદલ્યા કરી વારંવાર વસ્તુ બદલવા
જતા અંતે દુકાનદાર ચિડાય છે, અને તેને નુકશાન થઈ મનદુઃખ થયા કરે છે. માટે જ વિચારપૂર્વક
નિર્ણય લઈ, મક્કમતાપૂર્વક
તેને વળગી રહેવું ફાયદાકારક છે.
નીચલી કક્ષાનાં
પ્રાણીઓમાં વત્તાઓછા પ્રમાણમાં નિર્ણયશક્તિ રહેલી હોય છે. તે બધાં મુખ્ય કુદરતી
આવેગ ભૂખ, ઊંઘ, અધિકાર, સુરક્ષા અને
મૈથુનની જરૂરિયાત મુજબ નિર્ણય લેતાં હોય છે
વનસ્પતિમાં પણ જીવ છે, તે પણ પાણી અને
સૂર્યપ્રકાશ મેળવવા પોતાના મૂળ અને ડાળીનો વિકાસ તેના તરફ કરવાનો નિર્ણય લે છે.
એકકોશી જીવો, નીચલી કક્ષાના
જીવો ભૂખ, સુરક્ષા અને
વંશવૃધ્ધિ માટે અનેક નિર્ણયો લેતાં જણાય છે. તેનાથી ઉપલી કક્ષાનાં પ્રાણીઓ ભૂખ, અસ્તિત્વ, અધિકાર અને
વંશવૃધ્ધિ માટે જુદા જુદા નિર્ણયો લે છે, પરંતુ તેમનામાં વિચારશક્તિ, તર્કશક્તિ અને બુદ્ધિ પ્રમાણમાં ઓછાં હોવાથી
માનવ જેવા સચોટ નિર્ણયો લઈ શકતાં નથી. પરંતુ ચિંપાન્ઝી અને ગોરીલા જેવા ઉચ્ચવિકસિત
પ્રાણીઓના કેટલાક નિર્ણયો માનવ જેવા જ હોય છે.
લાસ્ટ સ્ટ્રોક :- કુદરતનો શ્રેષ્ઠ
જીવ માણસ બુદ્ધિ, તર્ક અને લાંબા ગાળાનો વિચાર કરી
સાથે સાથે કપટ, અહમ, ઇર્ષા, દુષ્ટતા અને
કુટિલતા સાથેના નિર્ણયો લે છે જે ખરેખર અદ્ભુત હોય છે. આમ નિર્ણય લેવાની કળા એ
વિજ્ઞાન અને બુદ્ધિ બંનેની જરૂરિયાતવાળું જ્ઞાન છે. જે દરેક પાસે હોય તો જીવનમાં
સફળ થવા માટે ફાયદાકારક રહે છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Keywords:
Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.
Tags :
#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills