સાચી સમજ આવે તો સુખ દૂર નથી
મનુષ્યનું મગજ સુખ અને દુઃખનું મુખ્ય ઉદ્ભવ સ્થાન છે, આ સમજ આપણામાં આવી જાય તો સુખનો ઉધ્ય થાય.
માનવ મનમાં જ મોહ, મમતા ઉત્પન્ન થાય છે. એક વખત મોહ કે માયા ઉત્પન્ન થાય પછી મનમાં તેના જ વિચારો આવે છે. એક વખત વિચાર ચાલુ થાય એટલે બીજ બંધાય છે. મન તેમાં લપેટાતું જાય છે. બીજ અંદરથી ધીમેધીમે પાંગરતું જઈ ફૂટીને છોડ બનતું જાય છે. અંતે તે પામવા બીજ વૃક્ષ બને અને કર્મ બંધાય છે. માનવ તેને પામવા કર્મ કરે છે. જો મળે તો સુખ અને ન મળે તો દુઃખ પેદા થાય છે.
મનમાં ક્યાં અને કેવા વિચારો ઉત્પન્ન કરવા તે તમારી સમજને - આધીન છે. સાચી સમજ આવવી તે જ સુખી થવાનો સાચો ઉપાય છે.
ભગવાન મહાવીર કહે છે કે મનમાં વિચાર જન્મે કે તરત જ કર્મ ચાલુ થઈ જાય છે. ધીમેધીમે તે વિચાર ઘટ્ટ થશે, અને અંતે કર્મ તરીકે પ્રગટશે. આ જ જે ભાવ મનમાં ઉત્પન્ન થાય છે, તે વહેલા મોડા કર્મ - તરીકે પ્રગટ થવાના જ છે.
આ વાત થોડી સમજાય તે માટે એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ.
અયાન સુંદર કોલેજીયન યુવાન છે. તે ભણવામાં હોંશિયાર છે, અને મેડિકલના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. મધ્યમવર્ગના તેના માબાપ અને ઘરના સર્વે ઈચ્છે છે કે તે ડૉક્ટર બનીને ખૂબ કમાણી કરશે અને ઘરમાં બધાં સુખી થઈ જવાના સ્વપ્ના જોતાં હતાં.
અયાને યુવાનીમાં પગ મૂકતાં તેનામાં તરૂણાવસ્થાના ફેરફારો વિજાતીય આકર્ષણ રૂપે દેખાવા લાગ્યા હતા. તેને તેના જ ક્લાસમાં ભણતી કામિની ગમવા લાગી હતી. વિજાતીય આર્કષણ કુદરતી છે. પણ અયાનના મનમાં કામિનીને પામવાનું બીજ રોપાય છે. દિવસ-રાત હવે તેને. કામિનીના જ વિચારો આવવા લાગે છે. તે જાણે છે કે તેનું ભણવાનું આનાથી બગડી રહ્યું છે, પણ એક વખત મનમાં રાગ થાય. પછી શું થાય?
તેનો કામિનીને પામવાનો વિચાર ધીમેધીમે ઘટ્ટ બનતો જાય છે. કામિનીને તેનામાં કોઈ જ રસ નથી. અયાનનું મન હવે ભણવાને બદલે કામિનીમાં કેન્દ્રિત થવા લાગે છે. અંતે તે બેચેન બની જાય છે. હવે તેનો વિચાર કર્મનું સ્વરૂપ લેવા કૂદાકૂદ કરે છે. તેના મગજને ખબર છે કે આ દુઃખી થવાનો વિચાર છે, પણ તેને સાચી સમજ નથી.
અંતે તે એક દિવસ કોલેજ ક્લાસની અંદર કામિનીનો હાથ પકડી 'લે છે, તેને કહે છે “આઈ લવ યુ”!
અહીં જ તેનું મન ભૂલ ખાઈ જાય છે. તેનું મન વિચારે છે, એકાદ જ વખત સાહસ તો કરવું જ પડશે, આમ કરવાથી બીજું તો શું થઈ જવાનું છે ?
કામિની ખૂબ ગુસ્સે થઈ તેને લાફો મારી દે છે, અને પ્રોફેસરને ફરિયાદ કરે છે. પ્રોફેસર અયાનને ડીન સાહેબ પાસે લઈ જાય છે. ડીન વિચારે છે “અયાન જેવો હોંશિયાર છોકરો આવું હીન કામ કરે ?” પણ આખો ક્લાસ સાક્ષી છે, અંતે તેને કોલેજમાંથી ડિસમિસ કરવામાં આવે છે.
ડૉક્ટર બનવાને બદલે હવે તે બીજી લાઈનમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આજે ફક્ત બાર ધોરણ પાસ અયાન રસ્ત પર ઝાડુ - કાઢી ગુજરાન ચલાવે છે. તે અને તેના કુટુંબીજનો દુ:ખી દુ:ખી થઈ ગયા છે.
તેને મનમાં થાય છે, મને આવો વિચાર આવ્યો જ કેમ ? સાચી સમજનો અભાવ.
માટે મહાવીર પ્રભુ કહે છે “જો બદલવું જ હોય તો કર્મ બદલવા પર જોર નકામું છે. કર્મ તો પરિણામ છે, જોર મૂળ ઉપર આપો. મૂળ છે મગજનો વિચાર, સાચી સમજ.
માટે જ સાચા વિચાર સાચી, સમજ માટે સજાગતા જરૂરી છે, તે જ સુખી થવા સાચો માર્ગ છે.
સજાગતા એટલે શું ?
ભગવાન કહે છે, “જે કાંઈ પણ થાય છે, તે પસંદગી વગર સ્વીકારી લેવું. સુખ આવે તો સુખ, દુઃખ આવે તો દુઃખ. ના કોઈ પ્રત્યે. રાગ, ન કોઈ પ્રત્યે દ્વેષ, ન લગાવ, ન વિરોધ, ન આકર્ષણ, અપાકર્ષણ.
સુખને આવકારો નહીં, દુઃખને જાકારો નહીં. પસંદગી જ ન કરવી.
કારણ કે પસંદગી જ બંધન ઉત્પન્ન કરે છે. પસંદગી કરી એટલે. વિચાર થવાનો, પછી તે ઘટ્ટ થશે
અને પછી તો કૃત્ય થવાનું જ છે. " માટે જ સાચી સમજ હશે તો સુખ આપમેળે આવવાનું
જ છે.
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો