સોમવાર, 12 જાન્યુઆરી, 2026

તમારા દિવસને સુખી બનાવો

 

તમારા દિવસને સુખી બનાવો


આપણે દિવસની શરૂઆતથી જ સુખી થવા માટે દુઃખી થતા હોઈએ છીએ. આપણે લોકોના સુખ જોઈને સાંભળીને કે વિચારીને દુઃખી થઈ દહાડા બગાડીએ છીએ, અને બીજાના દુ:ખ સાંભળીને સુખી થઈએ છીએ. આપણે બીજાને સુધારી દેવા એટલો પ્રયત્ન કરીએ છીએ કે અંતે દુઃખી થવું પડે છે. આ દુનિયામાં કોઈ કોઈને, સાસુ વહુને, નણંદ ભોજાઈને, પિતા પુત્રને, બોસ કર્મચારીને કે શિક્ષક વિદ્યાર્થીને સુધારવા માટે સલાહો આપે છે, મથે છે, પણ કાંઈ થતું નથી અને દુઃખી થઈ જાય છે. એને બદલે જે જેવા છે, તેવા જ સ્વીકારી લેવાથી સુખી થવાય છે.

પ્રવૃત્તિમય દહાડો જ દુ:ખનું મારણ છે, તેનાથી મનમાં ખોટા વિચારો પણ આવતા નથી. દુઃખ મનના એક ખૂણામાં પડેલું જ છે, જેવું મન નિષ્ક્રિય નવરું પડે કે તરત નકામા દુઃખદ વિચારોથી ઘેરાઈ જાય છે, અને આપણો દહાડો, મહિનો અને અંતે વરસ દુઃખી રહ્યા કરે છે.

સુખ મેળવવા મનને વશમાં કરવું જરૂરી છે. બીજું સુખી થવાનું કારણ છે, મનને ગમતી પ્રવૃત્તિ અને ઇચ્છા અપેક્ષાનો બિલકુલ અભાવ. સવારમાં ઊઠીને અપેક્ષા રાખીએ કે વહુ સરસ ચા અને નાસ્તો કરાવશે અને કોઈ કારણસર વહુ જ મોડી ઊઠે તો ? મનમાં ઇચ્છા રાખી પરાવલંબી બનવું જ નકામું છે. સવારમાં ઊઠતાવેંત સ્વાવલંબી બની પોતાની જરૂરિયાતો પોતાની રીતે જ પૂરી થાય તેવી ઇચ્છા કરો.

ભ્રષ્ટાચાર કરી, કૌભાંડો કરી, ધન ભેગું કરી અંતે જેલમાં જઈ દુ:ખના દહાડા કાઢવાનો શું લાભ ? તેને બદલે પોતાના જ ઘરમાં આઝાદીથી રહી નૈતિકતાપૂર્વક જીવન જીવવું વધારે બહેતર છે. દિવસે એવાં કામ ના કરો, જેથી રાત્રે ઊંઘ ના આવે.આ સુવાક્યને સમજી પચાવી જવું જરૂરી છે.

બિહારના મુખ્યપ્રધાન લાલુજીએ કૌભાંડો કરી કરોડો બનાવ્યા, પણ પછી પકડાઈને જેલમાં ગયા, હવે શું ? તેના કુટુંબીજનો આ કરોડો રૂપિયાનો ઉપભોગ કરી સુખી થઈ ગયાનો અહેસાસ કરે છે અને લાલુને છોડાવવા બૂમબરાડા પાડે છે, પણ લાલુના સુખનું શું ?

વાલિયો લૂંટારો બીજાને મારીને, ધમકાવીને કુટુંબીજનોનાં સુખ માટે લૂંટ કરતો હતો, ત્યારે સાધુ મહારાજે પૂછ્યું, “આવા ખરાબ કામોમાં કુટુંબીજનોનો હિસ્સો ખરો ? પાપમાં ભાગીદાર છે ?” તેનાં કુટુંબીજનોએ ચોખ્ખી ના પાડી દીધી. વાલિયાને થયું, મારા સુખમાં સહુ ભાગીદાર થવા આતુર અને પાપમાં, દુઃખમાં કોઈ નહીં ? અંતે તેનો આત્મોદ્ધાર થયો અને વાલિયામાંથી વાલ્મિકીઋષિ બની મહાન રામાયણ કાવ્યની રચના કરી. આમ દિવસની શરૂઆતથી જ મન ભ્રષ્ટાચારમુક્ત રાખો.

દોસ્તી ફિલ્મનું આ ગીત રાહી મનવા દુઃખ કી ચિંતા ક્યું સતાતી હૈ ? દુ:ખ તો અપના સાથી હૈ " યાદ કરી વિચારો, સુખદુ:ખ તો તડકા છાંયડાની જેમ આવતા જતા રહે છે. તેથી દિવસની શરૂઆતમાં જ સુખી કે દુ:ખી થવાશે એ વિચારવાનું છોડી દો.

દિવસની શરૂઆતથી જ મનમાં આજનો દહાડો સુખી અને શ્રેષ્ઠ જશે તેમ જ વિચારો.

તમારા દિવસને સુખી બનાવવા નીચે મુજબનાં અગિયાર પગલાંને અનુસરવાથી તમારો દિવસ ચોક્કસ સુખી અને આનંદમય જશે.

१. રૂટિન કરતાં અર્ધો કલાક વહેલા ઊઠો, અલાર્મ વાગે કે તરત જ ઊભા થઈ મનમાં આળસને આવવા ના દો. પથારીમાં એદીની જેમ પડ્યા રહેવાથી આખો દિવસ આળસને થાકોડાથી ભરેલો મહેસૂસ થશે.

२. સવારના નિત્યક્રમથી પરવારી ૨૦ થી ૩૦ મિનિટ ચાલવાનું રાખો. શુદ્ધ ઓક્સિજન મગજને મળતા સુંદર વિચારો ચાલુ થશે. તણાવ દૂર થઈ દિવસ સ્ફૂર્તિમય બની જશે.

3. ચાલીને આવી શાંતિથી બેસીને, ધીમે ધીમે સ્ટ્રેચિંગ કસરતોથી શરીર હલકું કરો. આખા શરીરમાં રક્તપરિભ્રમણ ફરી વળતાં તાજગી અનુભવાશે.



૪. ચા-નાસ્તો કરતાં હળવા મને તમને ગમતું સંગીત સાંભળો.





૫. ઓફિસે જતાં શાંત ચિત્તે અને પ્રફુલ્લિત મને ડ્રાઈવ કરો. ગમતાં સુવાક્ય મનમાં મમળાવો.

६. બધાં સાથે હસીને પ્રેમથી વાતો કરો.

૭. જમતી વખતે શાંતચિત્તે પ્રફુલ્લિત મને જમવાનું ચાલુ કરો. એ વખતે ટીવી કે પેપરની જરૂર નથી.




૮. દિવસ પૂરો થાય તે પહેલાં એકાદ સારું કામ કરો. કોઈને મદદ કરો, મિત્રોને ફોન કરો કે કુટુંબીજનો માટે કોઈક ભેટ લઈ જાવ.



૯. પોતાના માટે સમય ફાળવો. ગમતી રમત, શોખ કે મિત્રો સાથે સાંજનો અને રાતનો સમય પસાર કરો.

૧૦. રાત્રે શાંત ચિત્તે મનને બિલકુલ ખાલી કરી, સારા વિચારો સાથે વહેલા સૂઈ જાવ, જેથી બીજા દિવસે વહેલા ઊઠી જવાશે.

૧૧. યાદ રાખો, આજનો દિવસ તમારા માટે યાદગાર અને શ્રેષ્ઠ છે, જે તમને સુખી અને પ્રસન્ન બનાવશે.

આ જ રીતે મહિનાઓ અને વરસો પસાર કરી સુખ નામના પ્રદેશમાં આનંદ કરો.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો