મનના વિચારો અને ધારણાઓ પર છે સુખ અને
દુઃખનો આધાર
---------------------------------------------------------------------------
મનન ખુશ થઈ ગયો. તેણે વેઈટરને બોલાવી, ખુશ થઈ પાંચસો. રૂપિયા ટીપ આપી. બધાં
ખુશ થતાં બહાર નીકળ્યા. તેના ખાસ મિત્ર અભિ સિવાય તમામ મિત્રો અને બહેનપણીઓ બાય
કહી વિદાય થયા.
આગળ જતાં મનન ફુટપાથ પર બૂટપોલીશ કરાવવા ઉભો
રહી ગયો. પાંચ મિનિટની ઘસઘસ અને મહેનત પછી બૂટ ચમકવા લાગ્યા.
-ગરીબ બૂટપોલીશવાળા એ તેની મજૂરીના વીસ રૂપિયા માંગ્યા.
મનન ગુસ્સે થઈ ગયો. ''આટલા બધા હોતા હશે? દશનો ભાવ ચાલે છે, એટલે હું તો દશ જ આપીશ.”
"સાહેબ, ગરીબ માણસ છું, સવારથી કાંઈ ઘરાકી થઈ જ નથી. વીસ આપો
તો બાળકો માટે ખાવાનું લઈ જઈશ.” બીચારો
કરગરી રહ્યો હતો.
“હવે તો હું તને દશ પણ નહીં આપું.” ગુસ્સે થયેલો મનન *ચાલવા લાગ્યો.
બીચારો ગરીબ પોલીશવાળો રડવા જેવો થઈ ગયો. અંતે
અભિએ તેને દશ રૂપિયા આપ્યા.
મનનનું મન ખિન્ન થઈ ગયું. “આવા લાલચુ, બેઈમાનને તે રૂપિયા આપ્યા જ કેમ ?” તેણે તેના મિત્ર સાથે ઝગડો કર્યો.
તેનું મન 'ગુસ્સે, ખિન્ન અને અંતે દુ:ખી થઈ ગયું.
ઘરે પહોંચીને અભિએ કહ્યું “તે ફાઈવસ્ટાર હોટલના વેઈટરને ખુશ થઈને
પાંચસો રૂપિયા મફતના ટીપ પેટે આપી દીધા. તેને તો પગાર મળતો હતો. પણ બૂટપોલીશવાળાને
પગાર પણ નહીં, અને તેણે તો કેટલી મહેનત કરી હતી, છતાં ફક્ત દશ રૂપિયા વધારે માગ્યા માટે
તું ગુસ્સે થઈને દુઃખી થઈ ગયો.
શાંત થતાં મનનને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ
ગયો. તેણે ખુશ થઈને ટીપ આપી હતી, ત્યારે
તેનું મન જાણતું હતું કે તે આ ટીપ આપીને મિત્રોમાં હીરો બની રહ્યો છે, એટલે તે આનંદમાં હતો.
જયારે બૂટપોલીશવાળાને માટે તેનું મન ધારતું
હતું કે દશ રૂપિયા જ કાફી છે, એટલે
વીસ રૂપિયામાં પણ તે ગુસ્સે થઈ ગયો. માણસ ,મનમાં જે ઈચ્છે છે, વિચારે
છે અને ધારણા બાંધે છે, તે પ્રમાણે જ તે સુખી અને દુઃખી થાય
છે.
મનમાં આવેલ વિચાર અને તેનાથી થતી ધારણા પ્રમાણે
બનાવ બને કે વસ્તુ મળે તો મન સુખી થઈ જાય છે, અને તેમ ન થાય તો દુઃખની. અનુભૂતિ થાય છે.
જોઈએ હવે આ જ બાબત વસ્તુ માટે મનના પ્રતિભાવો ઉદાહરણ રૂપે.
અનુષ્કાને ઘેર પ્રસંગ છે, તેથી મહેમાનોને સત્કારવા ફૂલદાની માટે ત્રણસો રૂપિયાનો ગુલદસ્તો લાવે છે, અને ચહા માટે બસ્સો રૂપિયાની સરસ કીટલી લાવે છે.
બે દિવસ પછી ગુલદસ્તાના ફૂલો સૂકાઈ જવાથી ફેંકી
દે છે, પણ સવારના કીટલી સાફ કરતાં નોકરના
હાથમાંથી પડીને તૂટી જાય છે. આ જોઈને તે નોકર ઉપર ગુસ્સે થઈને જેમ તેમ બોલે છે, મન ખિન્ન થઈને દુઃખી થઈ જાય છે. રાત્રે
શાંતિથી વિચારતાં તેને જણાય છે કે ત્રણસો રૂપિયાના ફૂલ બે જ દિવસમાં સૂકાઈ જતાં
શાંતિથી ફેંકી દીધાં અને ફક્ત બસ્સો રૂપિયાની કીટલી માટે નોકર પર ગુસ્સો કરીને
મન ખિન્ન શા માટે ? પછી ખ્યાલ આવ્યો કે તેના મનને ખબર હતી
કે ફૂલો તો બે દિવસ પછી સૂકાઈ જાય એટલે ફેંકી જ દેવાના છે, જયારે કીટલી પ્રત્યે તેના મનમાં રાગ થઈ
ગયો હતો, તે તૂટતાં તેનું મન તે સ્વીકારી ના
શક્યું અને ગુસ્સે થઈ દુ:ખી થઈ જવાયું.
આમ મનમાં જે વસ્તુની ગણત્રી હોય તેને તો મન
સ્વીકારી લે છે, પણ ગણત્રી વગરનાં પરિણામો મનને દુઃખી
કરી દે છે.
અનેક માનવોની ધારણાઓ પર ચાલતાં બજાર હોય તો તે શેરબજાર છે, જેમાં ખરીદી ધારણા પર અને વેચાણ વાસ્તવિકતા થતાં જોવા મળે છે. આગામી ચોમાસુ નબળું છે, તેવી ધારણા થતા જ કૃષિ પેદાશોના શેર. ઘટવા લાગે છે અને ચામડાંના શેરો વધવા લાગે છે. બધું એ જ પ્રમાણે થાય તો મન ખુશ થઈ સુખી થઈ જાય છે.
પણ તેનાથી ઊલટું થાય તો ?વરસાદ ધારણાથી વિપરીત ખૂબ વધારે થાય તો, મન તે સ્વીકારી 'શકતું નથી, અને દુઃખી થઈ જાય છે, પરંતુ વધારે વરસાદ આમ તો સારી બાબત
કહેવાય છતાં ધારણાથી વિરુદ્ધ થવાથી અંતે દુ:ખી થવાય છે.
આમ આપણા મનના વિચારો જ સુખ અને દુઃખ ઉત્પન્ન
કરે છે. ધારણાઓ મુજબ થાય તો સુખી થવાય છે, અને તે મુજબ ન થતાં દુ:ખી થવાય છે.
આનો ઈલાજ શું છે ?
પહેલાંથી ધારણાઓ કે ઈચ્છાઓ જ ના કરો. લોકો આગળ
વટ -પાડવા મન તૈયાર કરવાને બદલે ખરેખર ગરીબ અને જરૂરિયાતવાળાને જ મદદ કરવી ઉત્તમ
છે. કરેલાં કર્મોનું ફળ જે મળે તે, એમ ધારીને 'ઉત્તમ કર્મો જ કરો.
કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પર વધારે રાગ કે દ્વેષ
અંતે દુ:ખ જ લાવે છે. તેને બદલે સમતાથી સ્થિતપ્રજ્ઞ રહી નિર્ણયો લો. છતાં કોઈ વખત
ગણત્રી ખોટી પડે કે ધારણાં ઊંધી પડે તો ગુસ્સાને કાબૂમાં રાખી ખિન્ન મનને વધારે
ખરાબ નથી થયું તેમ મનાવી ખુશ રાખો.
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો