મંગળવાર, 6 જાન્યુઆરી, 2026

સુખની મૂળભૂત જરૂરિયાત - તંદુરસ્ત શરીર

 

સુખની મૂળભૂત જરૂરિયાત - તંદુરસ્ત શરીર

માણસે સુખી થવા રૂપિયા સંપત્તિ, સત્તા કે સન્માન શું જોઈએ ? કોઈ કહેશે સંપત્તિ કોઈ કહેશે સત્તા, તો વળી કોઈ સન્માન એ સુખી -વાની ચાવી સમજશે. પરંતુ સૌથી પહેલી જરૂરિયાત સ્વસ્થ શરીર જ હીં હોય તો આ બધુ શું કામનું ? બધા જ સુખ ભોગવવા જરૂર છે, સ્થ શરીરની, કારણકે જયાં સુધી તે સ્વસ્થ છે નિરોગી છે, તેમાં જીવ ત્યાં સુધી જ તે જીવંત માનવી છે, પછી તો તે મૃતદેહ બની જશે, તેને તો ઘરના જ સગાઓ એક દિવસ પણ ઘરમાં રહેવા દેશે નહીં.

તંદુરસ્ત સ્વસ્થ માણસ કોને કહેવો ? પહેલાંના વખતમાં ફક્ત રિક તંદુરસ્તને જ સ્વસ્થ કહેવામાં આવતો એટલે કે તે વખત સારૂં ખાઈ શકે, પૂરતી ઊંઘ લેતો હોય, આખા દિવસનું રોજિદુ કામ સારી રીતે કરી શકે, શરીરમાં કોઈપણ રોગ ના હોય તે, અને આ ભયાં પછીથી E પણ વધારાનું કામ કે તનાવયુક્ત પરિસ્થિતિ આવે તો તેમાં પણ તંદુરસ્ત રીતે કાર્ય કરી શકે તે તંદુરસ્ત માનવી કહેવાય.

પછી વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેની ૧૯૪૬ની કોન્ફરન્સમાં શારીરિક સાથે માનસિક અને સામાજિક સ્વસ્થતાને પણ સાંકળી લીધી. એટલે કે સંપૂર્ણ તંદુરસ્ત માણસ શારીરિક, માનસિક અને સામાજિક ત્રણે ક્ષેત્રે -તંદુરસ્ત હોવો જોઈએ.

માનસિક તંદુરસ્ત એટલે કોઈપણ માનસિક રોગ વગરનો માનવી, જે પોતાના રોજબરોજનાં કાર્યો પોતાની બુદ્ધિથી કરી શકે અને મુશ્કેલ કે તનાવયુક્ત સંજોગોમાં પોતાની આવડતથી તેનો માર્ગ કાઢી શકે. આ ઉપરાંત કુટુંબમાં, મિત્રો સાથે સગાં-સંબંધીઓ અને સમાજમાં પણ સ્વસ્થ,  સંબંધો સાચવી શકે તેને સામાજિક તંદુરસ્તી કહેવાય.

આમ શારીરિક, માનસિક અને સામાજિક સ્વસ્થ માણસ જ સુખી કરહી શકે છે. 






કરોડપતિ માણસ પોતાને ઘેર પાર્ટીમાં અનેક પકવાનો, ફરસાણ, કે મીઠાઈ લોકોને આગ્રહ કરીને જમાડતો હોય, પણ તેને પોતાને જ ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે હાર્ટ એટેક જેવી બીમારી હોય તો તે મીઠાઈ કે ફરસાણ કાંઈ જ ખાઈ ના શકે તો શું કામનું? સુખ મેળવવા સ્વસ્થ શરીર જ જરૂરી છે.

સુંદર આકર્ષક સુંદરીનો પતિ, જો શરીરથી રોગી હોય કે નિર્બળ હોય તો તે પત્ની સાથે સહવાસનું સુખ ક્યાંથી ભોગવી શકે, તે સુખી કઈ રીતે હોઈ શકે ?

ભારતનું સર્વોચ્ચ સન્માન, ભારતરત્ન મેળવનાર પણ જો પોતે સન્માન લેવા રાષ્ટ્રપતિભવન, દિલ્હી સુધી રૂબરૂ જઈ શકે તેવો સ્વસ્થના હોય તો તે શું સુખ પામવાનો ?

કેટલાક જીવલેણ રોગોનું નિદાન થતાં કરોડપતિ કે સર્વોચ્ચ સત્તા પર બિરાજમાન વ્યક્તિ જે સુખી સુખી હોય છે. તે એકદમ તૂટી જાય છે છે, અને છેવટે દુઃખી દુઃખી થઈ જાય છે. કેન્સર, એચ. આઈ. વી. કે તેના જેવા રોગો કે જેની હજુ સુધી અકસીર દવા જ શોધાઈ નથી, તે ફક્ત રોગનું નિદાન થતાં જ સુખ ગુમાવી દે છે. નજીકમાં જ મોતનો ડર માણસને પાંગળો બનાવી દે છે, તેનું સુખ જતું રહે છે. મૃત્યુના કે પથારીવંશ થવાના વિચારો જ માનવીને સુખથી દૂર ધકેલી દે છે.



કોઈક વખત તપાસમાં ગફલત થાય કે નિદાનમાં ભૂલ થાય ત્યારે ખરેખર મૃત્યુ નહીં પણ મૃત્યુનો ડર જ માનવીને સુખથી માઈલો દૂર ધકેલી દે છે.

તંદુરસ્ત શરીર માટે સમતોલ આહાર, યોગ, ધ્યાન, રોજ ત્રીસથી ચાલીસ મિનિટ કસરત અને વ્યસનમુક્ત જીવન ખૂબ જ જરૂરી છે. પૂરતી + ઊંઘ અને આહાર માટેની જીવનશૈલી બદલવી પડે તો બદલી નાખવી. [તંદુરસ્ત માણસના હૃદય, ફેફસાં, કિડની, મગજ, પાચનતંત્ર, હાડકાં અને દ સ્નાયુઓ સ્વસ્થ હોવા જરૂરી છે. આ ઉપરાંત તેના હોર્મોન પણ નોર્મલ -માત્રામાં અને બી.એમ.આઈ. પણ નોર્મલ હોવા જરૂરી છે. હૃદયની ધડકનનો દર, બીપી, સુગર, અને તમામ વાઈટલ ડેટા નક્કી કરેલ મર્યાદાની અંદર રહેવા જોઈએ.

સુખ માટેના માણસે, માણસે ખ્યાલ અને અનુભૂતિ ભલે અલગ અલગ હોય પણ સ્વસ્થ શરીર વગર તો સુખ છે જ નહીં. એટલે જ ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા.

સુખી માણસ હંમેશાં સ્વસ્થ અને લાંબું જીવન જીવનારો બને છે. દપણ તેનાથી વિપરિત એટલે કે નિરોગી શરીર એ સુખી થવાની પહેલી 'જરૂરિયાત છે, તે નિર્વિવાદ બાબત છે.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો