સોમવાર, 2 ફેબ્રુઆરી, 2026

સુખ મેળવવાની પાંચ લાલચો, સંપત્તિ, સત્તા, સન્માન, સંતતિ અને સુંદરી

 સુખ મેળવવાની પાંચ લાલચો,

સંપત્તિ, સત્તા, સન્માન, સંતતિ અને સુંદરી


આ જગતમાં સહુ માનવો સુખ મેળવવા અહીં તહીં ફાંફાં મારી રહ્યા છે.દરેકને સુખ મેળવવાનો સુખી થવાનો હક્ક છે, પણ તેને માટે સુખ મેળવવાનીપાંચ લાલચો, સંપત્તિ, સત્તા, સન્માન, સંતતિ અને સુંદરી એ જાણી લેવાની જરૂર છે. આ પાંચેપાંચ ‘‘સ’’ એવા છે કે, જો ના હોય તો મેળવી લેવા દરેક ઉત્સુક છે, અને તેનાથી સુખી થઈ જવાશે તેમ માને છે, પણ આ ભૂલભરેલું છે.

પહેલો “સ” છે સંપત્તિ એટલે કે પૈસા, માલ, અને મિલકતો.

પૈસાથી સાધનો અને સગવડો ખરીદીને ખુશ થઈ શકાય છે, એ વાત સાચી છે. પણ પછીથી સુખી થવા સંપત્તિની પાછળ દોટ મૂકવાથી અંતે દુઃખી જ થવાય છે. જિંદગીનાં અમૂલ્ય વર્ષો સંપત્તિ મેળવી સુખી થવાની લાયમાં જતાં રહે છે.

અંતે સાઈઠ ઉપરની ઉંમર થતાં ખ્યાલ આવે છે કે, મેં સંપત્તિ મેળવવા ખોટી -કોડાદોડ કરી, તેને બદલે જરૂર પૂરતી સંપત્તિ અને પૈસો થઈ ગયા પાછી શાંતિથી તે ભોગથી હોત તો વધારે સુખી હોત. પણ થાય શું? સમય ક્યાં કદી પાછો કરે છે?

રોજિંદી જરૂર પૂરતી સંપત્તિ ચોક્કસ જરૂરી છે, પણ ભાજુવાળાની, સંગોની, કે મિત્રની સંપત્તિ કેમ વધારે તેમ વિચારી દોટ મૂકવાથી સુખને બદલે ક:જ જ મળશે. આવે વખતે એ યાદ રાખવું જરૂરી છે કે અંતે તો આ બધું અહીં જ મૂકીને જવાનું છે. એટલા માટે જ સિકંદરે મર્યા પછી પોતાના જનાજામાં તમેળીઓ ખુલ્લી બહાર રાખવા સૂચન કરેલું, કે જેથી લોકોને બરાબર ખબર પડે કે ભરપૂર સંપત્તિ હોવા છતાં સિકંદર ખાલી હાથે આવ્યો હતો. અને ખાલી હાથે જુ આ દુનિયા છોડીને જઈ રહ્યો છે. જીવન ગુજારવા જરૂરી રૂપિયા અને સંપત્તિ ભેગા થઈ જાય પછી હજી વધારેની લાલચ છોડી મનગમતી પ્રવૃત્તિ કરી, શાંતિપૂર્વક જીવવાથી જ વધારે સુખી થવાશે.

બીજો "સ" છે સત્તા.

આ એક મોટી લાલચ છે, કે સત્તા મળશે એટલે સુખી થઈ જઈશું. સત્તા એટલે સાથે જવાબદારી અને કામનો બોજો પણ ઉપાડવાની સજા. આપણો દેશ અત્યારે લોકશાહી દેશ છે. એટલે અગાઉની જેમ રાજાશાહી અને મારામારીથી સત્તા પ્રાપ્ત કરવાનો સવાલ જ નથી. અગાઉના જમાનામાં રાજાઓમાં થતી અંદરોઅંદરની મારામારી અને કાવાદાવા વગેરે તો આપણે જાણીએ જ છીએ. 

મોગલ બાદશાહ ઔરંગઝેબ પોતાના ત્રણ ભાઈઓની કતલ કરી, પિતાને જેલમાં પૂરી સત્તાના સિંહાસને બેસી ગયો, પણ આમ કરવાથી તેનું મન અશાંત અને ઉત્તેજિત બની ગયું.પછી સુખ ક્યાંથી મળે? વિવિધ યુદ્ધો પણ સત્તા મેળવવા જ થતાં. લાખો સૈનિકોને મારી, તેની પત્નીઓને વિધવા અને બાળકોને અનાથ બનાવીને પ્રાપ્ત કરેલી સત્તાથી અંતે પાંડવો હતાશ થઈ ગયા. કર્મ કરવા માટે યુદ્ધ તો અનિવાર્ય જ હતું, પણ પછીથી બધાનાં મન અશાંત, વ્યાકુળ, અને ઉદ્વેગયુક્ત બની જવાથી અંતે સત્તા છોડીને હિમાલયનો માર્ગ લઈ લીધો.

હાલના લોકશાહીના જમાનામાં ચૂંટાઈ આવીને કોર્પોરેટર કે ધારાસભ્ય બનીને સત્તા મેળવવા જિંદગી અને મોતની ચડસાચડસી જામે છે. આગળ વધી પ્રયાન ભળવા. પોતાની સરકાર બનાવવા જબરજરત હંસાતુંસી અને મારાજક જામે છે. લાખો કરોડોનો ખુડદો ભોલાય છે. પણ સત્તા મેળવીને અંતે તો માલી જ ભેગી કરવાની ને? લાલુજી જેવા પ્રધાન પદે રહી સત્તાના જોરે મુંગા પશુખોન ઘાસચારામાંથી પણ કરોડો રૂપિયા બનાવે, પછી તો વર્ષોની જેલ જ થાય નો આમ સુખ ક્યાં આવ્યું? આમ સત્તા જો સારા માર્ગે. જનતાના ભલા માટે વાપરવામા આવે તો જ મનને સંતોષ અને સુખ મળે છે. અને જો સત્તા છોડીને તપનો માર્ગ અપનાવાય. તો જ ભગવાન મહાવીર કે બુદ્ધ બની પરમ સુખ પામી શકાય છે.

ત્રીજો “સ” છે સન્માન.

આજકાલ લોકોમાં સન્માન મેળવવા, ઈનામ, પારિતોષિક, ટોકી મેળવવા હોડ લાગી છે. કોઈ ને કોઈ પ્રકારે સન્માન મેળવવા પૈસા, સત્તા કે પછી લાગવગ સુખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ સામેવાળાને તેમાં શું રસ પડે ? લગાડવામાં આવે છે. પણ તે મળી જાય પછી શું? લોકોને તેના ફોટા બતાવી ઊલટાનું પછી તે મોટું ફેરવી લે છે. મોટા મોટા ગુરજીઓ, મહાત્માઓ, બાબાઓ આપણા દેશમાં સન્માન પામે છે, પણ પછીથી તેનો લોભ મહિલાઓના શોષણ અને સંપત્તિ ભેગી કરવામાં થાય ત્યારે દુઃખી થઈ જાય છે. આમ સન્માનને ગૌરવપૂર્વક પચાવી જાણે તે જ સુખમાં રહે છે, અન્ય નહીં.


ચોથો “સ” છે સંતતિ.

પોતાના સંતાનોના સુખ માટે મા બાપ દોડાદોડી કરે, પૈસા ખર્ચે તે ઈચ્છવા યોગ્ય છે, કારણકે સંતાનોને મોટાં કરી ભણાવવાની, લાઈન પર ચડાવવાની, લગ્ન કરાવી આપવાની જવાબદારી માબાપની છે, તે પૂરી થાય એટલે બસ.


પછીથી માબાપ સંતતિ પાસેથી અપેક્ષા રાખે છે. પુખ્ત ઉંમરનાં બાળકો પોતાની રીતે જ જીવવાનાં છે, યુવા પેઢીને ટોકટોક કરશો તે ગમશે જ નહીં. પછી બન્ને પેઢી વચ્ચે વાદ-વિવાદ ચાલુ થઈ જશે, અને સુખ દૂર જતું રહેશે. પોતાની વગથી સંતાનોને સંપત્તિ અપાવવી, સત્તા અપાવવી વગેરે અંતે તો સંતાનોને પંગુ, આળસુ અને નકામાં બનાવી દે છે. સંતતિ સારી રીતે ઉછેરો અને લાઈનસર કરો, પછી તેની પાસેથી સુખ શોધવાની આશા રાખવી જ નહીં, અને ના મળે તો દુઃખી  થવાની જરૂર નથી. નિવૃત્તિ પછી પોતાના આત્મસન્માન સાથે જીવી શકાય, તે ોગવાઈ પોતે જ કરવી જોઈએ.


છેલ્લો “સ” બહુજ જાણીતો છે, તે છે સુંદરી.

રૂપાળી, સૌદર્યવાન સુંદરીઓને પામવાની લડાઈઓ, યુદ્ધો જાણીતા છે, પણ ખરેખર તેનાથી સુખ મળી જાય છે ખરું ? પોતે સોનાની નગરી લંકાનો રાજા અને સુંદર મંદોદરીનો પતિ રાજા રાવણ બીજાની પત્ની સીતાની પાછળ મોહી પડયો અને કપટ કરી, તેનું હરણ કરી પોતાને ઘેર લઈ આવ્યો. પછી તેનો વિનાશ, કુટુંબ અને ઘરનો વિનાશ ફંક્ત એક સુંદરીને કારણે થયો, તે જાણીતી વાત છે. પદ્માવતીને પામવા અલાઉદ્દીન ખીલજીએ લડાઈ કરી, હજારો સૈનિકોનો ભોગ લેવાયો, અંતે મળ્યું શું? પદ્માવતીનું જૌહર કરેલું મૃત શરીર? આમ સુંદરીઓ પાછળ સુખની દોટ મૂકવી નકામી છે, તેનાથી સુખ તો બાજુએ રહ્યું, પણ મળે છે સર્વનાશ. અત્યારના જમાનામાં યુવકો સુંદર, રૂપાળી સુંદરીઓ પામવા ઉધામા કરે છે, અંતે પામે છે શું? કુટુંબમાં લડાઈ, ઝગડા, છૂટાછેડા અને બાળકોનું રુદન કે બીજું કઈ? તેને બદલે ગુણવાન, ચારિત્રવાન, અને ઘરરખ્ખુ મહિલાઓ વધારે સુખ આપે છે.

મુખવાસ : સત્તા, સંપત્તિ, સન્માન, સંતતિ અને સુંદરી, આ પાંચ 'સ” પાછળ દોટ લગાવીને સુખ મેળવવાનો પ્રયાસ નકામો છે.


તેને બદલ છઠ્ઠો “સ” એટલે કે સ્વસ્થ શરીર જ સુખ માટેની પહેલી જરૂરિયાત છે, માટે જ કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા.”





------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો