મંગળવાર, 31 માર્ચ, 2026

ચિંતા અને હતાશા દૂર કરવાની મનની બચાવ પ્રવૃતિઓ

 

ચિંતા અને હતાશા દૂર કરવાની મનની બચાવ પ્રવૃતિઓ

-----------------------------------------------------------------------------------------------------------------------------

જિંદગીના જંગમાં નિષ્ફળ જનાર વ્યક્તિ, લક્ષ ના મળી શકતા પોતાનો અહમ ઘવાતા વધુ આક્રમક બને છે, વધુ ક્રિયાશીલ બને છે. બધાને, સમાજને તે બતાવવા માગે છે કે તે સફળતા મેળવશે. તેને માટે વિવિધ સાચીખોટી બચાવ કાર્યવાહીઓ કરે છે, જે ઉપયોગી છે, કારણકે જો નિષ્ફળતાની ચિંતામાં વ્યક્તિ માનસિક રીતે હતાશ કે નિરાશ બને, તો આત્મહત્યા જેવું છેલ્લું વિનાશક પગલું ભરી શકે છે.

પોતાના અહં સાથે સંકળાયેલી હતાશા સામે પોતાની જાતનું રક્ષણ કરવા, વ્યક્તિ અચેતન રીતે જે પ્રયુક્તિ કરે છે, તેને બચાવ પ્રયુક્તિ કહે છે. આ અજ્ઞાત રીતે પ્રેરિત એવું વર્તન છે, જે નિષ્ફળતા, હતાશા, લઘુતાગ્રંથિને લીધે ઉત્પન્ન થતી માનસિક બેચેની ઘટાડે છે. આ નુસખાઓ વારસાગત આવતા નથી, પણ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન શીખે છે. આમાં દુખદ કે નિષ્ફળ ઘટનાઓ પ્રત્યે મન આંખ આડા કાન કરીને, તેની અવગણના કરીને, મન મનાવવાનો અને પોતાની જાતને છેતરવાનો પ્રયન કરે છે.


અમુક માણસો પોતાના લક્ષમાં નિષ્ફળતા મળતા, ચિંતા કરવાને બદલે બીજી કોઈ ને કોઈ પ્રવૃતિ કરે જ જાય છે. જેની સાથે લક્ષને કોઈજ લેવાદેવા નથી. આવી ખોટી નિરર્થક પ્રવૃતિ, તેની નિષ્ફળતા, ચિંતા અને હતાશા ઢાંકવાનું એક સાધન બની જાય છે. જેનાથી વ્યક્તિ ધારે છે, હું બહુજ કામમાં છું, અને તે સમય પૂરતી તેની ચિંતા છૂટી જાય છે.

અમુક વ્યક્તિઓ પોતાની નિષ્ફળતા ઢાંકવા, સમાજમાં રોલો પાડવા ખોટી ખોટી પ્રવૃતિ કરવાનો દેખાવ કર્યા કરે છે. મોટા મોટા લેખકોનાં પુસ્તકો ઊંચકીને ખાલીખાલી વાતો કરે છે, પણ આખું પુસ્તક ક્યારેય વાંચતા જ નથી આવા લોકો ફક્ત દેખાવ જ કરીને પાઈની પેદાશ નહીં, ને ઘડીની નવરાશ નહીં કહેવત સાર્થક કરે છે. તેનાથી તેમને આનંદ મળે છે, અને મન ચિંતાથી બચે છે.

કેટલાક લોકો પોતાની નિષ્ફળતા અને ભૂલો છુપાવવા બીજા ઉપર દોષારોપણ કરે, અથવા ધ્યાન અન્યત્ર ઠરાવવા, ફેરવવા કોશિશ કરે છે. પોતાની ભૂલ અને ક્ષતિનો ભાર તે હંમેશાં બીજા પર નાખી દે છે. તેથી તેને ખરેખરા લક્ષની પ્રાપ્તિ ક્યારેય થતી જ નથી. સામેવાળાને જ દોષિત ઠરાવી તે પોતાની નિરાશા છુપાવે છે. નિષ્ફળતા માટેનાં સાચાં કારણોને બદલે જાણીતાં કારણો જેવા કે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગુનાખોરી વધી ગયાં છે, દર્શાવી તેને જ સાચાં અને વ્યાજબી ઠરાવવા પ્રયત્ન કરે છે. મુખ્ય નિષ્ફળતા કે ભૂલને છુપાવી, બીજા જ મુદ્દે ચર્ચાને લઈ જઈ પોતાની ભૂલ છુપાવી દે છે. બચાવની આ સાચી કે સારી રીત નથી.

કેટલીક વ્યક્તિ બીજા જૂથ કે સંસ્થા કે વ્યક્તિ સાથે એકરૂપતા એટલે કે તાદાત્મ્ય અનુભવી ચિંતા હળવી કરે છે. પોતાના ઓછા માર્ક્સ હોય, પણ તેના ખાસ મિત્રના વધારે હોય તો તેની સાથે તાદાત્મ્ય સાધી ગૌરવ અનુભવે છે, અને તેની હતાશા છુપાવે છે. આવી રીતે વ્યક્તિ પોતાની સ્કૂલ, કોલેજ, કુટુંબ, માતપિતા, શહેર, કે દેશ સાથે તાદાત્મ્ય અનુભવી પોતાની નિષ્ફળતા છુપાવે છે.



લાંચરુશ્વત અને ભષ્ટાચાર સામે લાચાર વ્યક્તિ, આ બધા સામે એકલે હાથે લડીને જીતનાર ફિલ્મના હીરો સાથે તાદાત્મ્ય અનુભવી પોતાની નિરાશા છપાવે છે. નબળા કે નિષ્ફળ નેતાઓ પણ પોતાના પક્ષના મુખ્ય હીરો સાથે તાદાત્મ્ય સાધી ખુશ થાય છે. ક્રિકેટમાં ફેલ વ્યક્તિ પોતાના દેશ, ઓસ્ટ્રેલિયા સામે જીતી ગયાનો આનંદ અનુભવી પોતાની નિષ્ફળતા છુપાવે છે

ઘણી વખત વ્યક્તિ નિરાશાથી બચવા પોતાની અયોગ્ય લાગણીઓ, ઇચ્છાઓ, માન્યતાઓ તથા ભૂલોનું આરોપણ બીજામાં કરે છે અને પોતાની ભૂલ કે નિષ્ફળતાને માટે અન્યને જવાબદાર ઠેરવવા પ્રયત્ન કરે છે, તેને પ્રક્ષેપણ કહે છે. આ માનવીય મનની ચાલાકી છે, જે ચિંતા અને નિષ્ફળતાને છુપાવે છે. પોતાની ગેરકાયદે પ્રવૃતિઓ અને ક્ષતિઓને વાંધાજક નથી તેમ ઠેરવવા પ્રયત કરે છે. લાંચ લેનાર વ્યક્તિ એમ કહે છે, “હવે તો પૈસા વગર કોઈ કામ થતું જ નથીતો લાગવગ લગાડનાર ઠરાવે છે, 'હવેતો લાગવગનો જમાનો છે, તેના વગર કોઈ કામ થાય જ નહીં,” આમ દોષનો ટોપલો જનરલાઈઝ બનાવી છટકી જવા મન મનાવે છે.

આપણે ત્યાં કહેવત છે કે કમળો હોય તેને પીળું જ દેખાય.આ પણ પ્રક્ષેપણનું જ ઉદાહરણ છે. પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી, પેપરસેટરનો કે એક્ઝામિનરનો વાંક કાઢી છટકી જવા પ્રયત્ન કરે છે, સત્તાધારી પક્ષ પોતાની નિષ્ફળતા છુપાવવા વિરોધપક્ષ પર દોષારોપણ કરે છે. નિષ્ફળતા, અણઆવડતની નિરાશા છુપાવવાની આ પ્રવૃતિ કામચલાઉ રાહત માટે ચાલે તેમ છે, તેનો અતિરેક વ્યક્તિમાં ભ્રમ ઊભા કરે છે, અને છેવટે તે મનોવિકૃતિનો ભોગ બને છે.વધુ પડતાં પ્રક્ષેપણો કરનાર વ્યક્તિ ક્યારેય પોતાની શક્તિઓ કે અણઆવડતને સુધારી શકતી નથી, તેથી આ બચાવ પ્રયુક્તિ પણ વાજબી અને સારી નથી.

જ્યારે પોતાની ધ્યેય પ્રાપ્તિ અશક્ય જ લાગે, ત્યારે મન તેનાથી ભાગી છૂટીને પલાયન થવાનો વિચાર કરે છે. આ બચાવપ્રવૃતિથી સમસ્યા હલ થઈ શકતી નથી, પરંતુ વ્યક્તિ વારંવારની નિષ્ફળતા અને હતાશામાંથી બચી શકે છે.

જ્યારે લક્ષ કે જોઈતી વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યારે મન તે લક્ષ કે વસ્તુ મળી ગયાં હોય, તેવી કલ્પનામાં રાચવા લાગે છે, જેને દિવાસ્વપ્રો કહેવામાં આવે છે. વાસ્તવિકતામાં જ્યારે ધ્યેય પ્રાપ્તિ અશક્ય લાગે કે પછી તે મળશે જ નહીં તેવો ખ્યાલ આવી જાય, ત્યારે મન તે મેળવી લીધાના દિવાસ્વપ્રોમાં રાચવા લાગે છે. 




કોલેજનો સામાન્ય યુવાન કોલેજની બ્યુટી ક્વીન ને પામવા ફાંફાં મારે છે, બહુ પ્રયત્નો પછી તેને ખ્યાલ આવી જાય છે કે આપણો ગજ વાગે તેમ નથી, ત્યારે નિરાશ થવાને બદલે તે યુવતીને લઈને ફાઇવસ્ટાર હોટલમાં ડિનર લેતો હોય, તેવા દિવાસ્વપ્રોમાં રાચવા લાગે છે.

જાણીતા મૂવી ડર'માં શાહરૂખખાનને હિરોઈન જુહી ચાવલા બહુ જ ગમતી હોય છે, તેની પાછળ તે પાગલ થઈ જાય છે, અને વિવિધ પ્રકારના દીવાસ્વપ્નોમાં રાચવા લાગે છે. ત્યાં સુધી સારું છે, પણ જયારે તેનો અતિરેક થઈ જાય અને ગેરકાયદે પ્રવૃતિ કરવા લાગે, ત્યારે તેનો અંત બહુજ ખરાબ આવે છે. દરેક યુવાનોને સુંદર અને રૂપાળી યુવતી જ જોઈએ છે, પણ તે તો શક્ય જ નથી, એટ્લે જ છેવટે છેડતી કે બળાત્કાર જેવા ગુનાઓ જોવા મળે છે. આ દિવાસ્વપ્નો વિદ્યાર્થી, યુવક યુવતીઓ, અને તરુણોમાં વધારે જોવા મળે છે. પ્રેમની નિરાશા આવાં દિવાસ્વપ્રોથી થોડા સમય પૂરતી દૂર કરી શકાય છે પણ લાંબા ગાળે, કે પછી તેનો અતિરેક અંતે નુકસાનકારક સિદ્ધ થાય છે.

પરીક્ષામાં વારંવાર ફેલ થતો વિદ્યાર્થી સ્કૂલમાં પહેલો નંબર લાવ્યાનાં દિવાસ્વપ્રોમાં રાચે છે. આમ આ એક પલાયનવૃતિ છે, જેનાથી કામચલાઉ ચિંતા દૂર થઈ, આનંદ અને સંતોષ મળે છે, પણ નક્કર રીતે કઈ મળતું નથી. તેનો માફકસરનો ઉપયોગ ભવિષ્યની સફળ કામગીરી માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. કોઈ વખત આજનું દિવાસ્વપ્ર કાલની વાસ્તવિકતા પણ બની શકે છે પણ તેનો વધુ પડતો ઉપયોગ વ્યક્તિને વાસ્તવિકતાથી દૂર ધકેલી દે છે.



વિકટ પરિસ્થિતિનો સામનો ના કરી શકતી વ્યક્તિ પાછી વળી જાય છે, જેને નિવર્તન કહે છે. આવી વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. ઘરના ઝઘડાથી કંટાળેલી વ્યક્તિ ચિંતામાં ઓફિસમાં જ વધુ વખત બેસી રહે છે. પ્રેમમાં નિષ્ફળ જનાર યુવાન પછીથી પ્રેમનું કે લગ્નનું નામ જ લેતો નથી. પરીક્ષામાં વારવાર નાપાસ થનાર અંતે પરીક્ષામાં બેસવાનું જ છોડી દે છે. આઘાતજનક બનાવ પણ આને માટે જવાબદાર હોય છે. સંસારથી હારીને કંટાળેલા લોકો સાધુ બની જાય છે, આ પણ નિવર્તન જ છે. અંતે આ બધાથી છૂટવા આપઘાતનો માર્ગ પણ અજમાવે છે.


------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો