શુક્રવાર, 22 મે, 2026

ડરના કારણો અને પ્રકારો

 

 

ડરના કારણો અને પ્રકારો


માનવીને લગતા ડરનાં અનેક કારણો જોવા મળે છે. ભય સામે ચેતવણી આપતો ડર અને ભય દરેક સજીવોને જીવનોપયોગી છે. જ્યારે મનમાં એક પ્રકારનો ડર પેસી જાય, પછી તેને કાઢવો મુશ્કેલ છે. આવા ડર જીવનમાં કોઈ રીતે ઉપયોગી નથી, તેને બદલે મનને તણાવ અને નિરાશામાં ધકેલી દે છે.ડર લાગવાના કેટલાક કારણો તો હાસ્યાસ્પદ છે, પરંતુ વાસ્તવિક છે, જેને અવગણી શકાય નહીં. જે માણસનો આત્મવિશ્વાસ અને હિંમત વધારે હોય છે, તે પોતાના મનના પાવરથી આવા ખોટા ડર પર કાબૂ કરે છે. જ્યારે માણસના મનમાં નકારાત્મક વિચારો ચાલુ થાય ત્યારે ડરનું પ્રમાણ વધી જાય છે, અને મન નિરાશામાં ધકેલાતું જાય છે.

ડરનાં કારણો અને ઉત્પત્તિ મુજબ નીચે પ્રમાણે પ્રકારો જોવા મળે છે :

() વાસ્તવિક ડર :



સાચો ડર છે. ઝેરી સાપથી, હિંસક પ્રાણી જેવાકે સિંહ, વાઘ, વિગેરેથી કે પછી ઊંચા પહાડ પરથી કૂદકો મારતાં ડર લાગે છે, જે જીવન બચાવવા જરૂરી છે, જેથી તેને અવગણી શકાય નહીં.

 

 

() કાલ્પનિક ડર :

મનમાં ને મનમાં જુદી જુદી કલ્પનાઓ કરી ડર પેદા કરવો કાલ્પનિક ડર છે. જેમકે બાજુવાળા સ્કૂટર ચલાવતા એક્સિડન્ટમાં ગુજરી જાય તો સ્કૂટર ચલાવતા ડર લાગે અને, હું પણ મરી જઈશ તો શું થશેની કાલ્પનિક ચિંતા કર્યા કરવાનો કોઈ અર્થ નથી. ઘરમાં અચાનક કોઈનું મોત એટેક થી થાય, તો જરાક છાતીમાં દુખાવો થતાં એટેક આવ્યોનો ડર રાખવો નકામો છે, કાલ્પનિક છે.

() ઘટનાને લીધે થતો ડર : વ્યક્તિને નાનપણમાં કે જિંદગીમાં ક્યારેય પણ ખરાબ દુર્ઘટના બની હોય, અને તેમાંથી માંડમાંડ બચી ગયો હોય, તો તેવી ઘટનાનો કાયમ માટે ડર પેસી જાય છે. મયુરને નાનપણમાં ડુંગર ચડતા અચાનક પગ લપસ્યો અને નીચે જઈ પડ્યો, સારું એવું વાગ્યું, પણ માંડમાંડ બચી ગયો. ત્યારથી મોટો થયેલો મયુર પણ ડુંગર ચડવાના નામ માત્રથી ડરવા લાગ્યો.

() નિષ્ફળતાનો ભય :

જો કોઈ વિદ્યાર્થી કે માણસ એકજ કામમાં વારંવાર નિષ્ફળ જાય તો, તેને કામથી ડર લાગવા લાગે છે. અશોક પ્રેક્ટિકલમાં પહેલી વખત નિષ્ફળ ગયો, પછી દરેક વખતે તે પ્રેક્ટિકલમાં બેસવાના નામ માત્ર થી ડરવા લાગ્યો. આમ કોઈપણ પરીક્ષા, કે ઇન્ટરવ્યૂમાં એક વખત નિષ્ફળ થાય પછી થી કાયમ માટે ડર અનુભવે છે.

() અસ્તિત્વ બનાવી રાખવાનો ભય : જીવ બચાવવા અસ્તિત્વ માટેનો સંગ્રામ જીવનભર ચાલ્યા કરે છે, અને દરેક પ્રાણી હોય કે મનુષ્ય પોતાનો જીવ બચાવવા અને અસ્તિત્વ ટકાવી રાખવાના ડરથી પીડિત છે. આને માટે તે જીવ સટોસટની લડાઈ પણ લડી નાંખે છે, પણ તેનો ડર હમેશાં મનમાં રહ્યા કરે છે. જે ઉપયોગી છે, કામનો છે.

() કંઈ ને કંઈ ગુમાવી દેવાનો ડર : એક અજ્ઞાત ડર છે, જે દરેક માણસમાં હમેશાં રહે છે. નાનપણમાં બાળકને પોતાના માબાપ ખોવાઈ જવાનો ડર લાગે છે, વિદ્યાર્થીને પરીક્ષામાં ફેઇલ થવાનો ડર લાગે છે, યુવાનને નોકરી જતી રહેવાનો ડર લાગે, તો વેપારીને ખોટ જવાનો ડર સતાવે છે. ડર પણ અમુક હદ સુધી જરૂરી છે, જે વ્યક્તિને કામ પ્રત્યે ચિંતિત કરી વધારે સારું પરિણામ અપાવે છે.

() અચેતન મનમાં પેદા થયેલો ડર : ડર માણસના અચેતન મનમાં બેસી જાય છે. તે ડર હમેશાં મનમાં બેસેલો રહે છે, અને માણસ તેને સપનામાં કોઈ ખરાબ ઘટના રૂપે જુએ છે. તે ડરથી હમેશાં ડરેલો રહે છે, કદાચ આવું થઈ જાય તો? ડર નકામો છે, તે મનને નિર્બળ બનાવી નિરાશામાં ધકેલી દે છે.

() બહિષ્કાર નો ડર: કોઈકોઈ વખત માણસના મનમાં ડર પેસી જાય છે કે સમાજમાં મારો બહિષ્કાર થશે તો? સ્ટેજ ઉપરથી બોલવામાં પણ ડર સતાવે છે, બધા લોકો મારો હુરિયો બોલાવશે તો? અને તેનો સ્ટેજ ડર દૂર થતો નથી. ડર પણ ખોટો છે, જે કાઢવો રહ્યો.

() અનિશ્ચિતતાનો ડર : કેટલાક લોકો માનસિક રીતે સાવ નિર્બળ હોય છે, તેમને દરેક કામમાં અનિશ્ચિતતા લાગે છે. દીકરાના લગ્નમાં કઈક અજુગતું થશે તો? મંડપમાં આગ લાગશે તો? આવા ડરથી તે હમેશાં ગ્રસિત રહે છે, અને હમેશાં ડરેલો લાગે છે.

ઉપરાંત કેટલાક હાસ્યાસ્પદ ડર પણ જાણવાની મજા આવે તેવા છે, જે વાંચીને તમને થશે કે આવા ડર તે કંઈ હોતા હશે? પણ હકીકત છે. ચાલો જોઈએ, આવા કેટલાક ડર.

() સુંદર છોકરીનો ડર (caligynephobia) :

ડર તરુણ યુવાનોમાં જોવા મળતો ડર છે. જે સુંદર છોકરીને જોઈને ઉદ્ભવે છે. એક સામાજિક ફોબિયા છે. છોકરી સામે તે કંઈ બોલી નથી શકતો, હાથ ધ્રૂજવા લાગે છે, ચહેરો લાલ થઈ જાય છે, અને હૃદયની ધડકનો તેજ બની જાય છે. તેથી તે મોલમાં કે બીજા કોઈ સામાજિક મેળામાં જતાં ડરે છે, અને ત્યાંથી દૂર ભાગે છે. નિરાશામાં તે વ્યસનનો આદિ બની જાય છે.

તેના મુખ્ય કારણોમાં શરમાળ વ્યક્તિત્વ, કુટુંબમાં સખત શિસ્ત પાલન, હીનભાવના, બ્રેકઅપ કે આત્મવિશ્વાસ નો અભાવ જોવા મળે છે.

આવા યુવાનોની સારવાર મનોચિકિત્સકો દ્વારા થવી જોઈએ. જે વિશ્વાસ વધારે તેવા ઉપાયો સૂચિત કરે છે. સામાજિક વર્તુળ વધારે તેવા પ્રયત્નો કરાવે છે, અને કાઉન્સેલીંગ કરીને તથા દવાઓ દ્વારા સારા પરિણામો જોવા મળે છે.

() નોમોફોબિયા (nomophbia) :



વિદ્યાર્થીને કે યુવાનોને આજકાલ મોબાઈલ ફોન નું બહુજ વડગણ થઈ ગયું છે. મોબાઈલ વગર મારૂ શું થશે નો ડર.

() એરોફોબિયા (airophobia) : હવામાં ઊંચે જવાનો ડર.

() એકરોફોબિયા : ઊંચાઈ નો ડર. મોટા રોલર કોસ્ટર, કે પછી ઊંચા ફલેટમાં જતાં પણ ડર લાગે છે.

() એકલપણાનો ડર : રૂમમાં એકલા પડી જતાં ડર લાગે છે.

() ગ્લેઝોફોબિયા : લોકો સામે વાત કરતાં લાગતો ડર. પબ્લિકમાં બોલવાનો ડર.

() એક્વાફોબિયા : પાણીનો કે પાણીમાં પડવાનો ડર.

() હિમોફોબિયા : લોહીનો ડર. ડોક્ટર બનવું હોય તો ડર નકામો.

() ક્લાસ્ટોફોબિયા : નાના બંધ કમરાનો ભય. લીફ્ટમાં બેસતા પણ બીક લાગે.

(૧૦) પોગોનોફોબિયા : સાધુ અથવા બાવાનો ડર.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance

Tags :

#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો