પરીક્ષાનો ડર મનમાંથી હાંકી કાઢો
પરીક્ષાની ચિંતા થવી અને તેને લીધે ડર લાગવો કોમન છે. ડર ખરાબ નથી, મનની ખરાબ કલ્પના છે. પરીક્ષા હોય કે ઇન્ટરવ્યુ કે પછી પ્રેક્ટિકલ પરીક્ષા દરેક વિદ્યાર્થી કે ઉમેદવારને તે કેવી જશે, શું થશે, હું પાસ થઈશ કે સિલેક્ટ થઈશ કે નહીં, તેનો ડર લાગતો જ રહે છે. પરંતુ દરેકે એ બાબત સમજવી જોઈએ કે પરીક્ષા તમને ફેઇલ કરવા હોતી જ નથી, પરંતુ તમે તે વિષય વિષે કેટલું જાણો છો, તેની ખાત્રી કરવા માટે જ હોય છે. એટલા માટે જ ફક્ત ૩૫% જાણકારી જ પાસ થવા પૂરતી છે. મેડિકલ જેવી લાઇનમાં જવાબદારીભર્યા ડોક્ટર થવા માટે ૫૦% જાણકારી જોઈએ.
જો ઇન્ટરવ્યુમાં જગ્યા કરતાં વધારે ઉમેદવારો હોય તો કંપની યોગ્ય ઉમેદવાર પસંદ કરવા ઇન્ટરવ્યુ આયોજિત કરી વધારે જ્ઞાન અને કૌશલ્યવાળા ઉમેદવારને પસંદ કરે તે સ્વાભાવિક છે પણ તેનો ડર રાખી નાસીપાસ થવું યોગ્ય નથી. જો તમે વધારે જ્ઞાન ધરાવતા હશો તો પસંદ થવાના જ છો, માટે ડર રાખ્યા વગર ઇન્ટરવ્યુ આપો.
પરીક્ષા નજીક આવે તેમ તેની ચિંતા થવી જરૂરી છે, તેને લીધે જ વિદ્યાર્થીમાં વાંચવા, તૈયારી કરવા અને યાદ રાખવાની જાગૃતતા આવે છે, જે તેને સફળ થવા જરૂરી છે. અન્યથા વિદ્યાર્થી છેલ્લી ઘડી સુધી ગંભીરતાપૂર્વક તૈયારી કરશે જ નહીં, અને તેને ભવિષ્યમાં તે વિષયનું જ્ઞાન આવશે જ નહીં.
પરીક્ષાનો ડર કાલ્પનિક વહેમ છે, જે તમે પૂરી તૈયારી કરી આત્મવિશ્વાસથી કાઢી શકો છો. મને બધું આવડે છે, મારું પેપર કે ઇન્ટરવ્યુ સારો જ જશે, હું સારા માર્કે જ પાસ થઈશ, તેવું હકારાત્મક મનોવલણ અપનાવવાથી જરૂર સફળ થવાશે જ.
પરીક્ષાની તૈયારીમાં વરસની શરૂઆતથી જ લાગી જાવ. અચાનક પરીક્ષા જાહેર થાય તો પણ ડર ના લાગે. જે વિષયનું પ્રકરણ વર્ગમાં શીખ્યા હોય તે ઘરે વાંચી, તેનું રિવિઝન કરો. આજનું કામ કાલ ઉપર નાંખશો જ નહીં, એટલે જ કેટલાક સારા ઇન્સ્ટિટ્યુટોમાં સરપ્રાઈઝ ટેસ્ટ લેવાય છે, જેને માટે વિદ્યાર્થીએ સદાય શરૂઆતથી જ તૈયાર રહેવું પડે છે.
...વિષયને સમજીને વાંચો, તો તે બાબત લાંબા ગાળાની યાદશક્તિમાં જતી રહેશે. ગોખવાને બદલે સમજીને, વિચારીને તૈયાર કરેલું જ્ઞાન વધારે યાદ રહેશે. દરેકની કેપેસિટી અલગ અલગ હોય છે, તે મુજબ સમજીને વાંચો. કેટલું વાંચો છો, એ નહીં પણ કેટલું સમજીને યાદ રાખો છો, તે મહત્વનું છે. ખોરાકમાં મગજની યાદશક્તિ વધે તેવો બી કોમ્પલેક્સ અને એમીનોએસીડ્સ વાળો ખોરાક, દૂધ, લીલા શાકભાજી, સૂકા મેવા, અખરોટ વિગેરે વધારે પ્રમાણમાં લો. વાંચતાં પહેલા હલ્કી કસરતો જેવી કે યોગા, વિગેરે કરો. રાત્રે મોડા વાંચવાને બદલે સવારે વહેલા ઊઠીને વાંચવાથી વધારે યાદ રહેશે.
વાંચતાં દર ૪૫ મિનિટે બ્રેક લો, અને વચ્ચે થોડો આરામ કે મનોરંજન કરો. પછીથી વિષય બદલો. એકના એક વિષયથી મગજ થાકી જશે.
પરીક્ષા નજીક આવે ત્યારે વાંચનનું ટાઈમ ટેબલ બનાવો. છેલ્લી ઘડીએ નવી બૂક કે નવા ચેપ્ટરમાં સમય ના બગાડો. અગત્યના મુદ્દા નીચે લીટીઓ કરો, જો સમય હોય તો તેને અલગ તારવી લખતા જાવ. ફક્ત વાંચવાને બદલે જોડે લખતા જઈએ તો સારું યાદ રહેશે. માબાપે ખાસ જાણવાનું કે બાળકની કેપેસિટી કરતાં વધારેની અપેક્ષા ના રાખો. તેનાથી બાળક ઉપર વધારાનું દબાણ પડશે, અને તેને કંઈ યાદ નહીં રહે.
પરીક્ષાનાં આગલા દિવસે પૂરતી ઊંઘ લો. રિવિઝનમાં મુખ્ય મુદ્દાઓ વાંચી જાવ. એ વખતે ટેન્શન દૂર કરો, નહિતર ઊંઘ નહીં આવે, બીપી વધી જશે ને કંઈ યાદ નહીં આવે. બધું જ વાંચી લેવાની હાય હાયમાં ઘાંઘા ના થશો, તેને બદલે જે વાંચેલું છે તે તો કામમાં આવશેજ નો વિશ્વાસ કેળવો.
પરીક્ષા રૂમમાં જતાં પહેલા ડર વધી ના જાય, એટલો આત્મવિશ્વાસ કેળવો. જો ડર વધી જશે તો બીપી અને ધડકનનો દર વધી જશે, પરસેવો વળવા લાગશે, અને પછી કાંઈજ યાદ નહીં આવે, તેને બદલે મને બધુંજ આવડે છે, ના વિશ્વાસ સાથે જ પ્રવેશો. પછીથી રજાઓમાં આનંદ કરવાનો છે, તેવા વિચારો સાથે મનને આનંદમાં રાખો.
પેપર હાથમાં આવતા પહેલા એક વખત આખું પેપર વાંચી જાવ. ના આવડતા સવાલોથી ગભરાશો નહીં. પહેલાં આવડતા સવાલોના જવાબ લખવા માંડો. તેમાં ઝડપ હોવાથી સમય બચશે, તે સમયનો ના આવડતા સવાલોમાં ઉપયોગ થશે. એક જ સવાલના જવાબ પર બહુ ટાઈમ ના બગાડો, તેને બદલે સમય વહેંચણી યોગ્ય પ્રમાણમાં કરો. સમયની અગત્યતા સમજો, નહિતર આવડતા સવાલોના જવાબ પણ રહી જશે. છેલ્લે ન આવડતા સવાલોના જવાબ વિચારીને લખતા જાવ, છેલ્લી દશ મિનિટમાં લખેલા જવાબો ઝડપથી વાંચી જાવ, અને અગત્યના જવાબો નીચે લીટી દોરો. એક પરીક્ષા પતી જાય પછી તેની ચર્ચામાં સમય બગાડવા ને બદલે ફ્રેશ થઈ, નવા વિષયનું વાંચવા માંડો. સફળતા જરૂરથી મળશે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Keywords:
Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance
Tags :
#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો