મંગળવાર, 2 જૂન, 2026

તમને મોટી બિમારીનો ખોટો ડર સતાવે છે?

 

તમને મોટી બિમારીનો ખોટો ડર સતાવે છે?

-----------------------------------------------------------------------------------------------------------------------------

કેટલાક માણસોને બિમારીઓનો ડર કાયમ માટે રહ્યા કરે છે. આવા લોકોને દરેક રોગનાં લક્ષણો જાણે કે તેના શરીરમાં હોય તેવું લાગ્યા કરે છે. વ્યક્તિ તેના રોગની ચિંતામાં જ રહ્યા કરે છે, તેને બીજું કઈ કામ જ સૂઝતું નથી. આ એક માનસિક સમસ્યા છે. આખી દુનિયામાં આ રોગ ૧ થી ૫ ટકા લોકોમાં જોવા મળે છે, જેમાં ખરેખર કોઈ શારીરિક લક્ષણો રોગ સાથે મેચ થતા જ નથી, છતાં પણ દરદીને એમજ લાગ્યા કરે છે કે તેને મોટી બીમારી છે. અને તે એક પછી એક ડોક્ટર બદલ્યા જ કરે છે, જુદી જુદી તપાસો કરાવે જ જાય છે, પણ પરિણામ કશું જ નહીં, ફક્ત તેના મનમાં એક વહેમ ઘૂસી ગયો હોય છે. આ રોગ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે, કારણકે તે સંવેદનશીલ વધારે હોય છે. તેમનામાં ચિંતા અને હતાશાનું પ્રમાણ વધારે હોય છે. તેમને એક જ ડોક્ટરમાં વિશ્વાસ હોતો નથી. આ રોગ તમારા રોજે રોજ ના કાર્યને ખોરવી નાખે છે. તમારી પાસે કોઈ મેડિકલ માહિતી હોતી નથી છતાં તમે એવું માનવા લાગો છો કે, તમે આ રોગ વિષે ડોક્ટર કરતાં વધુ જાણો છો. ભાર લઈને ચાલતા મજૂર જેવું છે, જેમાં તમે નકામો બિમારીનો બોજ લઈને ફર્યા જ કરો છો.

વધારે વિચારતા અને બુધ્ધિવાળા લોકોમાં આ તકલીફ વધારે જોવા મળે છે. તેના જ વિચારો કર્યા કરવાથી વિચારવાયુ થઈ જાય છે. તેને બદલે આની અવગણના કરો. હમેશાં વિચારો કે મને કઈ જ નથી, અને એકજ વખત તમને જેમાં વિશ્વાસ હોય તે ડોક્ટર આગળ રૂટિન ચેકઅપ કરાવો. જો તમે છાતીમાં દુઃખવાનો જ વિચાર કર્યા કરશો, તો એ દુઃખાવો વધી જશે, અને તમે હાર્ટએટેકના શકમાં જકડાઈ જશો.

આને માટે ક્યારેય નેટમાં સર્ચ કરવાનો કંઈ જ અર્થ નથી, તેનાથી તમને સાદી શરદી હશે, તો પણ સ્વાઇન ફલૂ થઈ ગયો કે શું, તેનો ભય લાગ્યા જ કરશે, કારણ કે તેમાં તો બધાજ કારણો અને લક્ષણો હોઈ શકે તેવી રીતે આપેલા હોય છે. દરદીને એમજ લાગ્યા કરે છે, કે તેને કોઈ સમજી શકતું નથી. તેથી દરદી હતાશામાં સરી પડે છે, અને નશામાં પડી જાય છે, કે પછી તેને આપઘાતનાં વિચારો આવ્યા કરે છે. આ રોગ નીચલા સામાજિક અને આર્થિક દરજ્જાના દરદીઓ માં વધારે જોવા મળે છે, કે જેમને સામાજિક સુરક્ષા હોતી નથી. હવે મારું શું થશે ના વિચારમાં તે વધારે ને વધારે રોગ નો ભોગ બનતો જાય છે.

આવા લક્ષણો છ મહિનાથી વધારે રહે તો આ દર્દી હાયપોકોન્ડ્રિયાસિસ નો દરદી કહી શકાય. આ છ મહિના દરમ્યાન તેમણે અનેક તપાસો કરાવી હોય છે, ડૉક્ટરો બદલ્યા હોય છે, પણ બધેથી એક જ જવાબ મળે છે, કોઈ મોટો રોગ નથી, પણ દરદીને સંતોષ થતો જ નથી. આ રોગનાં મુખ્ય કારણોમાં દરદીને જિંદગીમાં કોઈ બીજો મોટો તણાવ હોય છે. નાનપણમાં આવા દરદીનું શારીરિક કે જાતિય શોષણ થયું હોય છે. નાનપણમાં બીજી કોઈ મોટી બિમારી થઈ હોય છે, જેમાં તેને દાખલ કરવો પડેલ હોય. કોઈ નજીકના સગામાં કેન્સર કે એવી બીજી બિમારીથી મોત થતાં જોયું હોય છે. આવા દરદીઓમાં બીજી કોઈ મોટી માનસિક બિમારી પણ હોઈ શકે છે. આવા દરદીઓને મોટી બિમારીનું એકાદું લક્ષણ જણાય કે તે રોગ પોતાને થઈ જ ગયો છે, તેવું લાગવા માંડે છે. જેમકે બીજા કોઈ કારણસર જો તેને છાતીમાં દુખાવો થાય તો તેને હાર્ટ એટેક થયો નો વહેમ જાય છે, અને તેની અનેક તપાસો કરાવે જ જાય છે.

આ રોગના નિદાન માટે શરૂઆતમાં તો ખબર જ પડતી નથી, પણ એક વખત બધીજ તપાસો, ડોકટરની તપાસ બધું જ નોર્મલ આવે, છતાં દરદી તે રોગ છે જ નું રટણ લગાવે ત્યારે ખબર પડે છે, પણ ત્યાં સુધીમાં તો તેણે ડૉક્ટર બદલી નાખ્યો હોય છે. આ રોગ મુખ્યત્વે ૨૫ થી ૩૫ ની ઊંમરે શરૂ થતો જોવા મળે છે, પરંતુ તે કોઈ પણ ઊંમરે જોઈ શકાય છે. યુવાન વયના છોકરો કે છોકરી પોતાના દેખાવ અને ચહેરા માટે વધારે સંવેદનશીલ હોય છે, અને વારંવાર પોતાનો ચહેરો અરીસામાં જોયા કરે છે. હોઠ મોટા છે, નાક વાંકું છે, આવા નાના નાના બહાનાઓ કાઢી તે લોકો ડૉક્ટર બદલે જાય છે. આ રોગને આરોગ્યની અતિ ચિંતા પણ કહી શકાય, જે અંતે ડરમાં પરિવર્તિત થાય છે. આ રોગ ના નિદાન માટે ૫ સવાલો પૂછવામાં આવે છે,

(૧) તમને જ્યારે શરદી થાય, ત્યારે તમે તેનાથી ખરાબ રોગ થશે તો, તેની ચિંતા કરો છો?

(૨) જ્યારે તમને કોઈ તકલીફ થાય ત્યારે, તમે તેને ગંભીર બિમારી સમજી નેટમાં શોધખોળ કરો છો?

(૩) જયારે તમને તમારા ડોક્ટર બધું નોર્મલ છે, તેવી ક્લીન ચિટ આપે પછી પણ તમે કંઈક ગંભીર બિમારી તો નહીં હોયને, એવી ચિંતા કરો છો?

(૪) તમે કાયમ માટે, હું મરી જઈશ, તેવી ચિંતા કરો છો?

(૫) તમે વારંવાર હોસ્પિટલ અને તપાસ માટે આંટાફેરા માર્યા કરો છો?

હવે જો જવાબોમાં 'ના' હોય તો તમે આ રોગનાં શિકાર નથી. જો તમારા જવાબો ૩ કે વધારેમાં 'હા' હોય તો તમે આ રોગનાં શિકાર બની ગયા છો. આને માટે પોતાની મેળે નિદાન કરવાની જરૂર નથી, પણ કોઈ સારા માનસિક રોગોના નિષ્ણાતની મદદ લેવી જોઈએ.

અત્યારના જમાનામાં એચઆઇવીની બીક વધારે ઘૂસી ગઈ છે. એક વખત ચેપ ઘૂસી જાય પછી તેની કોઈ સારવાર જ નથી, અને મરવું જ પડે, આ વિચાર કોઈ પણ ને વધારે ચિંતિત કરી દે છે. અને પોતાની પત્ની સાથે પણ જાતિય પ્રવૃત્તિમાં નિષ્ફળ જાય છે.

કેટલાક લોકોમાં ઘરની જવાબદારીઓમાંથી છટકવા માટે આ રોગનું કવચ પહેરી લેવામાં આવે છે. મોટી ઉંમરના લોકો માં ઘરના લોકોનું તેના તરફ ધ્યાન દોરવા માટે, અને તેમની હૂંફ અને પ્રેમ મેળવવા માટે આ કારસો મનમાં કરવામાં આવે છે, પણ પછી થી દરદી પોતે જ પોતાના કાબૂમાં રહેતો નથી, અને તેને સાચે જ આ રોગ થઈ જાય છે.

આ રોગ ની સારવારમાં તેને માનસિક રોગોના નિષ્ણાત પાસે લઈ જવો જરૂરી છે. આ એક વિચારો, વર્તણૂક અને લાગણી વચ્ચે ફરતો ત્રિકોણ છે. જે એકબીજા સાથે સંકળાયેલા છે. દરદીના સગાઓએ પણ સાથે જવું જરૂરી છે, જેને પણ ડૉક્ટર અમુક સલાહો આપે છે. આવા દરદીઓને રીએસ્યોરન્સ આપવું જરૂરી છે. ૫૦% કેસોમાં સુધારો જણાય છે. વિચારોનું મેનેજમેન્ટ કરતાં અને તણાવ દૂર કરતાં શિખવાડાય છે, જેનાથી દરદીને રાહત જણાય છે. આવા દરદીઓને અવગણવાની કે હસી કાઢવાની જરૂર નથી, પણ તેની સારવાર માનસિક રોગોના નિષ્ણાતની પાસે કરાવવી જોઈએ. યોગા, મેડિટેશન જેવી ક્રિયાઓથી તણાવ દૂર કરી દરદીને સંપૂર્ણ સાજો કરી શકાય છે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance

Tags :

#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો