મોટી બિમારીનો
ખોટો ડર સાવ અવગણવા જેવો નથી
--------------------------------------------------------------------------------------------------------------------------
મોટી ઊંમરના માણસોમાં
કેટલીક વખત મોટી બિમારીનો ડર એટલો બધો પેસી જાય છે કે, પછી ઘરવાળા પણ
તેનાથી થાકી જાય છે. શરૂઆતમાં મોટી ઊંમરના વૃધ્ધ પોતાની તરફ બધાનું ધ્યાન અને
સહાનુભૂતિ મળે એટલે તે રોગને વધારે ને વધારે મમળાવીને બધાને પોતાની તકલીફો કહ્યા
કરે છે, પણ સમય જતાં આવા
રોગીની તપાસમાં કંઈ નીકળતું નથી, અને દાખલ કરેલા વૃધ્ધને લઈને ઘરના બધાજ હેરાન પરેશાન થઈ જાય
છે. તેમના રોગને પછી બધા અવગણવા લાગે છે, અને કોઈ જવાબ આપતું નથી.
એક સત્ય ઘટના આ સાથે
વાંચીને આપ નક્કી કરો કે,
સાવ અવગણવાથી પણ
કેટલું મોટું નુકશાન થઈ જાય છે.
મધુકરભાઈ કાપડિયા સાઠ
વર્ષે સ્ટેટ બેંકમાંથી મેનેજર પદેથી રિટાયર્ડ થઈ ગયા. રોજેરોજ નિયમિત સવારથી બેંક
જનારા મધુકરભાઈ હવે સવાર પડતાં રોજેરોજ ક્યાં જવું તે વિચારી રહ્યા હતા. આખો દિવસ
જાણે કે એકલા-એકલા સમય પસાર કરવા માટે કોઈ પ્રવૃત્તિ જ રહી ન હતી. તેમની પત્ની દક્ષાબહેનનો
ગયા વર્ષે ડેન્ગ્યુ ફીવરથી ટૂંકી માંદગીમાં જ દેહાંત થઈ ગયો હતો. તેથી કોઈ પણ
રોગના નામથી જ મધુકરભાઈ ગભરાઈ જતા.
એમ તો મધુકરભાઈનું
સંયુક્ત કુટુંબ બહોળું હતું. તેમના બે પુત્રો કિશોરભાઈ અને દીપકભાઈનાં લગ્ન થઈ ગયા
હતાં. તેઓ બંનેને પણ બબ્બે સંતાનો હતાં. આમ કુલ નવ માણસોનું સંયુક્ત કુટુંબ હતું; પરંતુ સહુ યુવાનો
અને છોકરાંઓ પોતપોતાનાં કામમાં વ્યસ્ત રહેતાં હોવાથી મધુકરભાઈને સાથ આપીને વાતચીત
કરનારું કોઈ નહતું.
આર્થિક રીતે મધુકરભાઈ
સુખી હતા. દર મહિને પેન્શન સારું એવું આવે ઉપરાંત બચત પણ ખાસ્સી કરી હતી. ઘરનું ઘર
અને ગાડી હતાં. તેમને કોઈના રૂપિયાની જરૂર ન હોતી. તેમના બંને પુત્રો પોતપોતાની
નોકરીમાં વ્યસ્ત રહેતા.
બંને પુત્રો, પુત્રવધૂઓ અને
પૌત્રો, પૌત્રીઓ
આજ્ઞાંકિત હતા. બધાને દાદા પ્રત્યે માન હતું અને તેમની તબિયતની સહુ ચિંતા કરતાં, પણ દાદાજી સાથે
બેસીને વાતો કરવા કોઈની પાસે સમય જ નહતો, સહુ પોતપોતાનામાં વ્યસ્ત રહેતાં.
રવિવારે સવારે શહેરના
જાણીતા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ઠક્કરસાહેબના સેમિનારમાં મધુકરભાઈ સાંભળવા ગયા હતા.
ડૉક્ટર હાર્ટ ઍટેકનાં એક પછી એક લક્ષણો સમજાવતા ગયા તેમ તેમ ડરપોક અને લાગણીશીલ
મધુકરભાઈ ગભરાતા ગયા. છાતીમાં ડાબી બાજુ દુઃખાવો, બેચેની થવી, પરસેવો વળવો, ચક્કર આવવા વગેરે લક્ષણો સાંભળી તે ગભરાઈ રહ્યા હતા, તેમના મનમાં ડર
પેસી ગયો હતો, મને તો આવો ઍટેક
નહીં આવે ને?
બીજા અઠવાડિયે રવિવારની
સાંજ હોવાથી કિશોરભાઈ તેમના કુટુંબ સાથે કાંકરિયા અને દીપકભાઈ તેમના કુટુંબ સાથે
રિવરફ્રન્ટ ફરવા ગયા હતા. કોઈએ દાદાજીને પૂછ્યું જ નહીં કે સાથે આવવું છે? મધુકરભાઈ ટીવી
ઉપર એકલા-એકલા "સી.આઈ.ડી.” સિરિયલ જોઈ રહ્યા હતા. તેમાં ખતરનાક રીતે ખૂન
થયેલું જોતાં જ મધુકરભાઈને છાતીમાં દુઃખાવો ઊપડ્યો. શરીર ધ્રૂજવા લાગ્યું. પરસેવો
થવા લાગ્યો. નોકરે તરત જ બંને દીકરાઓને મોબાઇલ કરીને ખબર આપ્યા. બંને દીકરાઓ, વહુઓ, પૌત્રો વગેરે
બધાં ચિંતાતુર ચહેરે દાદાની સારવાર માટે દોડતાં-દોડતાં ઘરે આવ્યાં.
૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી
શહેરની જ જાણીતી હાર્ટ હોસ્પિટલમાં સારવાર ચાલુ કરાવી દીધી. બધી જ તપાસો ચાલુ થઈ
ગઈ. છાતીનો એક્સ-રે, લોહીની તપાસ, ઈસીજી, ઈકો વગેરે બધી જ
તપાસોના રિપોર્ટ નોર્મલ આવ્યા. ડોક્ટરોએ નિદાન કર્યું 'પૅનિક એટેક! એટલે
કે ઍટેકનો મગજમાં ઘૂસી ગયેલો ડર અને તેને લીધે શરીરમાં તેના જેવા જ થતા ફેરફારો, દુઃખ અને દર્દ, ટ્રીટમેન્ટ, ફક્ત આરામ અને
માનસિક શાતિ.’
બે દિવસ મધુકરભાઈ દાખલ
રહ્યા. એમાં દરેક કુટુંબીજનોએ દાદાની ખડે પગે સેવા કરી સવાર-સાંજ તેમને ફાવતો
ખોરાક, ચા-પાણી, વહુઓની સેવા અને
પૌત્રો-પૌત્રીઓની કંપની, બધાં દાદાની તમામ
ફરમાઈશો પૂરી કરવા હાજર.
બધાનું ધ્યાન તેમના તરફ
આકર્ષિત થતાં, આ ઍટેકથી તેમનું
અર્ધજાગ્રત મન વધારે એક્ટિવ થઈ ગયું. પછી તો તેમને એકલાં પડે એટલે પૅનિક ઍટેકના
હુમલા વારંવાર આવવાના શરૂ થઈ ગયા.
મહિના પછી બધાં લગ્નમાં
ગયા હતાં અને સાંજે જ પેનિક એટેક આવ્યો. બધાંને લગ્ન મંડપમાંથી દોડાવ્યા પણ
સારવારની કોઈ જ જરૂર નહીં,
ફક્ત સંપૂર્ણ
આરામ અને માનસિક શાંતિ. બધાનું ધ્યાન દોરવા અને બધાંની લાગણી જીતવા તેમનું
અર્ધજાગ્રત મન કાર્યરત થઈ ગયું.
પાછા મહિના પછી બધાં
નજીકના ફાર્મ હાઉસમાં પિકનિક પર ગયાં હતાં અને મધુકરભાઈએ બધાને દોડાવ્યાં. એકવાર
એટેક જેવું લાગે એટલે દાખલ કરીને બધી જ તપાસો તો કરાવવી જ પડે. દરેક વખતે નિદાન
આવે "પેનિક ઍટેક". સારવાર ફક્ત આરામ અને મનની શાંતિ.
હવે તેમના પુત્રો અને
પુત્રવધૂઓ કંટાળવા લાગ્યાં હતાં. બધાં અંદરોઅંદર વાતો કરતાં હતાં. “દાદા દર વખતે
ખોટાં દોડાવે છે.”
તો વળી બીજી પુત્રવધૂ કહે, “આપણે તો આવી
દોડાદોડથી થાકી ગયાં. દાદાને કંઈ જ નથી ને ખાલી આપણી રજાઓની મજા બગાડે છે.”
મધુકરભાઈ પણ આમાં શું કરે? વધતી જતી ઊંમર, મનની નબળાઈ અને
એકલાપણું! આવા પૅનિક ઍટેક માટે તેમને કાંઈ મન નહોતું થતું, પણ કરવું શું? તેની ચિંતામાં
મધુકરભાઈ વધારેને વધારે ડિપ્રેશનમાં ઊતરી રહ્યા હતા.
શનિવારે રાત્રે બધાં
જમીને સિરિયલ જોવા બેઠા હતાં. ઘરનાં તમામ સભ્યો અને દાદા સોની ચેનલ ઉપર આવતી
"ક્રાઈમ પેટ્રોલ' નામની સિરિયલ જોઈ
રહ્યાં હતાં. તેમાં ખૂની ગુંડાએ મોટો છરો કાઢી યુવતીના પેટમાં ખોસી દીધો. મધુકરભાઈ
એકદમ છળી ગયા અને તેમને છાતીમાં સખત દુખાવો ચાલુ થયો, બેચેની લાગવા
લાગી, પસીનાથી તરબતર
થતાં તેમણે બૂમો પાડવા માંડી. ઘરનાં તમામ બેઠાં હતાં, પણ બધાંને થયું આ
તો રોજનો પૅનિક ઍટેક છે, હમણાં ઊંઘની ગોળી
આપીને સુવડાવી દઈશું. કિશોરભાઈએ કહ્યું, “બાપુજી શાંતિ રાખો, અમને તો સિરિયલ જોવા દો.”
દીપકભાઈ અને તેમનાં પત્ની
પણ બગડ્યાં, “શું બાપુજી દર
વખતે અમને દોડાવો છો? આંખો બંધ કરીને
અંદર જઈ સૂઈ भव."
સિરિયલ ઇન્ટરેસ્ટિંગ હતી.
તેથી બ્રેક ના પડે ત્યાં સુધી કોઈ ઊભું ના થયું. આમને આમ દસ મિનિટ વીતી ગઈ.
અચાનક મધુકરભાઈનો અવાજ
બંધ થઈ ગયો, આંખો ઉપર ચડી ગઈ
અને તેમનો દેહ નિશ્ચેત બનીને સોફા ઉપર ઢળી પડયો.
બધાની હાજરી હોવા છતાં આ
ઍટેક સાચો જ કાર્ડિયાક ઍટેક હતો અને તેમાં મધુકરભાઈ કાયમ માટે પોઢી ગયા. બધા એકી
અવાજે બોલી ઊઠ્યા “દાદાજી,
અમને છોડીને એકદમ
ક્યાં ચાલી ગયા?”
બધાનાં મોઢાં કાળામેશ થઈ
ગયાં હતાં અને તેમના મોં ઉપર હાજર હોવા છતાં દસ મિનિટ સુધી કોઈ જ સારવાર ના કરાવી
શક્યાનો ગમ સ્પષ્ટ વર્તાતો હતો.
સ્મશાનમાં બહારનાં બધાં
સગાંવહાલાં અંદર-અંદર ગુસપુસ કરતાં હતાં, “ઘરનાં તમામ માણસોની હાજરી હોવા છતાં દસ મિનિટ સુધી કોઈ જ
સારવાર નહીં? શું જમાનો છે!”
ઘરનાં તમામ નીચું જોઈ
અશ્રુ સારી રહ્યાં હતાં. પાછાં વળતાં રેડિયો પર મૂકેશનું ગીત વાગી રહ્યું હતું :
“ચલ અકેલા, ચલ અકેલા, તેરા મેલા પીછે જૂઠા રાહી, ચલ અકેલા.”
આમ મધુકરભાઈની તકલીફો
સાચી હશે, તેની ના નહીં, પણ તેમની એકલતા
અને સહાનુભૂતિ મેળવવાની વૃત્તિ ઘરનાંને કંટાળો આપતી ગઈ, અને બધાંને
લાગ્યું આમને તો ટેવ પડી છે, એમાં ને એમાં સાચો હાર્ટ એટેક પણ કોઈએ ગણકાર્યો નહીં, અને ઘરનાએ દાદા
ગુમાવવાનો વખત આવ્યો. ખોટી બિમારીના ડર ને સાવ અવગણવાની ભૂલ કરવા જેવી નથી. તેને
હસી કાઢવાની પણ જરૂર નથી. ફક્ત એક વખત તેમના ઉપર ધ્યાન આપી એટેન્ડ કરવા જોઈએ. સાથે
સાથે માનસિક રોગોના નિષ્ણાંતને પણ બતાવવું જરૂરી છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Keywords:
Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance
Tags :
#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો