ગુરુવાર, 4 જૂન, 2026

મોતનો ડર!

 

મોતનો ડર!

--------------------------------------------------------------------------------------------------------------------------

માણસને જિંદગીમાં સહુથી વધારે કોઈ ડર લાગતો હોય તો તે છે, મોતનો ડર. દુનિયાના કોઈ પણ છેડે જઈને પૂછો કે તમને સહુથી વધારે ડર કોનો લાગે? સહુનો જવાબ એક જ રહે છે, મોત નો ડર. આબાલ-વૃદ્ધ, ગરીબ-તવંગર, પુરુષ-સ્ત્રી, કોઈ પણ મોતનું નામ સાંભળી થરથર ધ્રૂજવા લાગે છે. કેમ? જિન્દગી આખી મહેનત કરીને કુટુંબ, ઘર, સંતાનો, સંપત્તિ, દાગીના અને તમામ સગા સંબંધી વિગેરે ને કાયમી છોડીને જવાનું કોને ગમે? પણ બધાને ખબર છે કે જેનું જીવન છે, તેનું મોત નક્કી છે. જેનો જન્મ થાય તેનું મોત એક દિવસ નક્કી જ છે, પછી આટલી બધી બીક શા માટે?



સવાલ થાય કે ડર શેનો લાગે છે? જન્મથી માંડીને બચપણ, જવાની, લગ્ન, સંતાનો, અને છેવટે વૃધ્ધાવસ્થા, આ બધા જિંદગીના ક્રમમાં માણસ ધીમે ધીમે બધા સાથે રાગ દ્વેષ વિકસિત કરતો જાય છે. નોકરી, વેપાર, મહેનત મજૂરી કરી ધન ભેગું કરે છે, ઘર બનાવે છે, ધીમે ધીમે પરિગ્રહ વધતો જાય છે. મોટી બિમારી, કે જાન લેવા બિમારી જેમકે કેન્સર, હાર્ટ એટેક, વિગેરે ના નામ માત્ર થી તેને નજીક આવી રહેલ મોતનો અંદેશો આવી જાય છે. પણ પરિગ્રહ છૂટતા નથી, રાગ દ્વેષ છૂટતા નથી, પત્ની અને સંતાનોનો મોહ મનમાંથી નીકળતો નથી, અને ચિંતા ચાલુ થઈ જાય છે, મારે આ બધું છોડીને જતા રહેવાનું? એ પણ કાયમી ધોરણે?હિન્દુધર્મ પ્રમાણે મોતનો ટાઈમ થાય ત્યારે યમરાજ પોતાના પાડા ઉપર જીવ લેવા આવી પહોંચે છે. આવી દરેક ધર્મમાં જુદી જુદી માન્યતાઓ છે. આમ જિંદગી જતી રહેવાના ડરથી જ બધા ગભરાય છે. મારે આમ કરવાનું રહી ગયું, ને તેમ કરવાનું રહી ગયું, જેવા અનેક સવાલો મનમાં થયા કરે છે. કોઈને હજુ પરદેશમાં અનેક દેશોમાં જવાનું રહી ગયું હોય છે, તો કોઈને હજી ઘણી વસ્તુઓ ખાવાની બાકી હોય છે, તો કોઈને હજુ વિલ બનાવવાનું જ બાકી હોય છે. આમ છેવટના સમયે કંઈ ને કંઈ મનોકામના રહી જતાં જીવ શાંતિ થી છૂટતો જ નથી, અને વલવલાટ કરે છે.

જીંદગીનો સમય દરેકને એક સરખો જ આપેલો છે, જે પહેલેથી નક્કી જ હોય છે, તેમાં કોઈ ફેરફાર શક્ય જ નથી. આપણને ખબર જ નથી હોતી કે આપણું મોત ક્યારે થશે, તો પછી શાંતિથી જિંદગીમાં મનને ગમતી વસ્તુઓ કરોને! મન કહે તે કરો, કોઈને ક્રિકેટ ગમે છે, તો ક્રિકેટ રમીને આનંદ કરો.કોઈને વાંચન લેખન ગમતું હોય તો તે શોખ પૂરો કરો. ચિત્રકામ, સંગીત, મન ને જે ગમે તે કરી સંતોષમાં રહો. પછી ભલેને મોત ગમે ત્યારે આવે, શું ફરક પડે છે? જિંદગી પૂરી રીતે જીવી લીધી હોય, સંતોષ પૂરેપૂરો હોય તો પછી મોતનો ડર શેનો? પછી તો મોત કેવું આવે તે જ જોવાનું ને, રોગથી પિડાઈને, પથારીમાં પડી રહીને કે અચાનક, તે કોઈને ખબર જ નથી.

જિંદગીના ડરથી જ મોતનો ડર લાગે છે, હજુ વધારે જીવવા મળે તો સારું, તેની લાલચ જ તમને મોતથી ડરતા કરી દેશે. કુટુંબ, સંતાનો વિગેરેનો સાથ છોડવો ગમતો જ નથી. એકલા જ આવ્યા છો, અને એકલા જ જવાનું છે, એ વિચારી મનમાં આત્મચિંતન કરો, તમારા ઇષ્ટદેવને યાદ કરો. મનમાં વિચારો, મેં મારી રીતે જીવી લીધું છે, હવે વધારે જીવવા મળે કે નહીં, શું ફરક પડે છે?

જૈન ધર્મમાં પોતાના મનથી પરમાત્મા પાસે પહોંચવા, પરમતત્ત્વની ભક્તિ કરતાં કરતાં પોતાનો દેહ છોડવાની ક્રિયાને, જીવન સંકેલી લેવાને, સંથારો લીધો એમ કહેવામાં આવે છે. વ્યક્તિએ પોતે જીવનમાં સંપૂર્ણ જીવી લીધું હોય, કુટુંબમાં લીલીવાડી જોઈ લીધી હોય, પછી સામેથી દેહ છોડવાની ઇચ્છા કરી પરમાત્મા ની સાધના કરવા બેસી જાય છે. ખોરાક, પાણી છોડી દેવાથી ધીમે ધીમે ઘસાતો જતો દેહ અંતે પરમાત્મામાં લીન થઈ જાય છે. મોતનાં ડરથી ધ્રૂજતા માનવીએ આ શીખવા જેવું છે. પૂરે પૂરી જિંદગી જીવી લીધેલ માનવી સંતોષથી પ્રભુને યાદ કરતાં કરતાં આ સફર પૂરી કરે તેનાથી રૂડું શું હોય શકે?

મૃત્યુનાં ડરથી મુક્ત થઈ શકાય તેના સાવ સરળ ઉપાયો છે, દેહ અને આત્માની ભિન્નતા જાણવાનો. આત્મા સાથે લક્ષ ઠેરવીને દેહની પીડા હળવી કરતા જાવ, અથવા તો એને સદંતર ભૂલી જાવ. આત્મા અને દેહનો ભેદ જે જાણે છે, એ જ મૃત્યુને પાર જઈ શકે છે. હકીકત એ છે કે, આપણે દેહ સાથે એટલા બધા જોડાયેલા છીએ કે તેનું મમત્વ ટાળવું મુશ્કેલ છે. પણ જેમજેમ જ્ઞાનભક્તિ થી દેહની આસક્તિ ને ઓગાળતા જઈશું, તેમ તેમ આત્મા તરફ વધારે ને વધારે ગતિ કરી શકીશું.

આનાથી ફાયદો એ છે કે, વૃદ્ધત્વ કે બિમારી તથા મૃત્યુને લીધે થતી પારાવાર માનસિક કે શારીરિક પીડા વ્યક્તિને પજવશે નહીં. આ પીડાને કારણે મોતનો ભય નીકળી જતાં જરાપણ હાયકારો, કે મરી ગયો રે, એવી ચીસો નહીં પાડે. મૃત્યુ સમયે વ્યક્તિની જેવી સ્થિતિ હોય છે, તેવી ગતિ થાય છે.

ભૂતાન ખુબજ નાનો હિમાલયની પર્વતમાળામાં આવેલો સ્વતંત્ર દેશ છે. તેનો વિશ્વના સુખી દેશોમાં ૮મો નંબર આવે છે, જયારે ભારતનો ૧૧૮મો. આટલો બધો તફાવત શા માટે? ત્યાંના બૌધ્ધ સાધુ સાથે વાતચીત દ્વારા ખબર પડી કે, ત્યાંના લોકો સંતોષી છે, પર્યાવરણ એકદમ શુધ્ધ અને સ્વચ્છ છે. ત્યાંના લોકોને મોતનો ડર લાગતો નથી, કારણકે ત્યાંના લોકો રોજ મોતનો વિચાર કરી, તેને માટે તૈયાર રહે છે. આપણને લોકોને મોતનો ડર સતાવે છે, કારણકે આપણને સંપત્તિ, સત્તા, અને સંતતિનો મોહ છે, પરિગ્રહ છે. સંતતિને મોટી થતી જોવા માંગો છો, તેને બધાને છોડવાનો જીવ ચાલતો નથી, એટલે છૂટા પડવાનો, મોતનો ડર લાગે છે. પરિગ્રહ છોડો.

આપણને વિચાર આવે કે, મોત જેવી નિરાશાજનક વાતનો વિચાર શા માટે કરવાનો? ત્યારે સાધુ ઉરાનું કહેવું હતું, “પશ્ચિમના લોકો, અમીરોએ લાશને કદી જોઈ નથી હોતી, સડતી, ગળતી ચીજોને તેમણે હાથ નથી લગાવેલો. આપણે બધાએ તે સ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. જયારે આપણે રહેવાના જ નથી એટલે મોતને ખુશીથી આવકારો. બધાજ પૂર્વગ્રહો અને પરિગ્રહો, મોહ લાલચ છોડી દો.”

ભગવાન બુધ્ધને પણ રાજકુમાર હતા ત્યારે, રસ્તામાં બિમાર, વૃધ્ધ, અને લાશને જોઈને જ જિંદગીમાં આ પરિવર્તન આવેલું, અને રાજકુમાર બધી બાબતોનો ત્યાગ કરી, જંગલમાં તપ કરી ભગવાન બુદ્ધ બન્યા.

કંટકી યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક નાથન દેવાલએ વિદ્યાર્થીઓના બે ગ્રૂપ બનાવ્યા. એક ગ્રૂપને દાંતનો પીડાદાયક અનુભવ, અને બીજાને મોતનો વિચાર કરવા જણાવ્યું. જેમણે મોતનો વિચાર કર્યો હતો તેમણે સકારાત્મક વિચારો ને શબ્દો લખ્યા. એના પર થી ફલિત થયું કે મોતનો અનુભવ ભયાનક છે, પણ લોકો તેના પર ચિંતન કરે છે, ત્યારે મન પોતાની મેળે નિડર બની વિચારે છે. મોત જ જીવનનું સનાતન સત્ય છે. માટે જેની બીક લાગે છે, તેનો જ વિચાર કરો, નિરાશા નહીં આવે.

ભૂતાનમાં મોતનો ડર હોતો નથી. ત્યાં મોતના રંગબેરંગી ફોટા અને પારંપરિક નૃત્યો બાળકોને પણ બતાવે છે.મોત માટેની તેમની અલગ વિચારધારા છે, જે તેમને મોતનાં ડરથી દૂર રાખે છે, અને સુખી પ્રજામાં સ્થાન અપાવે છે. ભૂતાનમાં મોત જૂના કપડાં બદલાવીને નવા કપડાં પહેરાવવાની વાત કરે છે. ભૂતાનનાં લોકોને દુઃખ નથી, ડર નથી એમ નથી કહેતા, લામીંગ કહે છે, લોકો આના મનોભાવોથી ભાગતા નથી. પશ્ચિમના લોકો તેનાથી ભાગે છે, એનો ઇલાજ કરાવે છે. પણ ભૂતાનના લોકો તેનો સ્વીકાર કરે છે, તેના જીવનનો હિસ્સો છે, પછી મોતનો ડર કેવો?

લાસ્ટ સ્ટ્રોક : ભગવત્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, મૃત્યુ એક પડાવ છે. આત્મા એ જ રહે છે. વિનાશ આત્માને સ્પર્શી શકતો નથી. આત્માને કોઈ બાળી શકતું નથી, કોઈ ડૂબાડી શકતું નથી, કે મારી શકતું નથી, તે ફક્ત શરીર બદલે છે. માટે હે અર્જુન!

મોતનો ડર મનમાંથી કાઢ, અને કર્મ કર, યુદ્ધ કર.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance

Tags :

#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો