બિહામણા સપનાથી
ડર લાગે છે?
-----------------------------------------------------------------------------------------------------------------------------
સપનાઓની દુનિયા અજીબોગરીબ
છે. નાનપણથી લઈને છેક મોત સુધીની માનવીની સફરમાં તેને જિંદગીભર સપનાઓ આવે છે.
રાતના ગાઢ અને મસ્ત નિંદ્રામાં સુતેલો માણસ અચાનક ભયાનક સપનાથી ઊઠીને પસીનો પસીનો
થઈ જાય, તો સવાલ થાય કે આ
સપનાઓ છે શું?
દરેક માણસ રાત્રે ઊંઘમાં
સપનાઓ જુએ છે, પશુઓ અને પ્રાણીઓ
પણ રાત્રે સપના જોતાં હોવાનું સાબિત થયેલું છે. રાત્રે ઊંઘમાં કુતરા કે બિલાડીને
તમે પગ હલાવતા જોયા હશે, તે સપનામાં દોડી
રહ્યો હોય છે. આ સપનાઓનો પ્રભાવ છે. સપનાઓના આ શાસ્ત્રને ઑનૅઈઓલોજી (oneiology) કહેવામા આવે છે.
જે સપનાઓના કારણો અને માહિતીનો અભ્યાસ કરે છે. હજુ સુધી સપનાઓ આવવાના ચોક્કસ
કારણની કોઈને ખબર પડી નથી. વરસોનાં અભ્યાસ બાદ અનેક માનસશાસ્ત્રીઓ, મનોરોગ નિષ્ણાતો
અને વૈજ્ઞાનિકો દ્વારા અનેક થિયરીઓ રજૂ કરવામાં આવી છે.
સપનાઓ ના સંશોધનોનો
ઈતિહાસ ખૂબ જૂનો છે. પહેલાના જમાનામાં રોમાનોમાં સપનાને બહુજ મહત્વ આપવામાં આવતું
હતું, તેમના અનેક
પુસ્તકોમાં સપનાનો ઉલ્લેખ કરેલો છે. તે લોકો યુધ્ધ પહેલાના સપનાને બહુજ મહત્વ
આપતા. સૂતી વખતે મગજ વધારે ક્રિયાશીલ હોય છે. જૂનો ઇતિહાસ તપાસતા જણાય છે કે, મોટી શોધો ઊંઘમાં
સપનામાંથી થઈ હતી. આઈન્સ્ટાઈનની શોધ જે વિશ્વમાં પ્રસિધ્ધ છે, તે ફોર્મુલા E-MCચ્ની શોધ તેમને
સપનામાં જ દેખાઈ હતી. બેન્ઝિનનાં અણુની શોધ સપનામાં સાપના દેખાવથી થઈ હતી. તેની
ચામડી પર રહેલા ષટકોણ પરથી બેન્ઝિનનો અણુ શોધાયો હતો. અમેરિકાના પ્રમુખ અબ્રાહમ
લિંકનને તેની હત્યા થવાનું સપનું ત્રણ દિવસ પહેલા આવી ગયું હતું. ભરદરિયે ડૂબી ગયેલી
ટાઈટેનિક સ્ટીમર તૂટીને ડૂબી જશે, તેવું સપનું તે ચાલુ થઈ તે પહેલા ૧૯ લોકો ને આવી ગયું હતું.
આમ સપના માં ક્યારેક ભવિષ્યમાં બનનારા બનાવની વિગત પણ મળી જાય છે; પણ તેની ચોક્કસાઈ
થઈ શકતી નથી. પહેલાના જમાનામાં લોકોને બ્લેક એન્ડ વ્હાઈટ સપના આવતા, પણ હવે રંગીન ટી.વી.
આવતા સપનાઓ પણ રંગીન આવવા માંડયા છે.
આંધળાઓને સપના આવે છે, કે નહીં તે શોધતા
જણાયું છે કે, જે લોકો જન્મથીજ
આંધળા હોય છે, તેમને સપનાઓમાં
કઈ જ દેખાતું નથી, પણ અવાજ અને
ગંધના સપના આવે છે. પણ જે લોકો પછીથી આંધળા થયા હોય છે, તેમને તેમના
દેખતા હતા ત્યારે થયેલા અનુભવોનું ધૂંધળું દૃશ્ય સપનામાં દેખાય છે. એનો અર્થ એ થયો
કે સપનાઓ જોવા દિવસ દરમ્યાન વિવિધ દૃશ્યો જીવનમાં જોવા જરૂરી છે.
આપણે દિવસમાં લગભગ ૮ થી
૧૦ કલાક ઊંઘીએ છીએ. તેમાં બે પ્રકારની ઊંઘ જોવા મળે છે.
૧. REM Sleep : આને 'રેપિડ આઈ મુવમેંટ' સ્લીપ પણ કહેવામા
આવે છે. તેમાં આંખોના ડોળા અંદર ચકળવકળ ફરતા માલૂમ પડે છે. આ અવસ્થા દરમ્યાન સપનાઓ
આવતા જણાય છે. એક રાતમાં ૪ થી ૬ સપના સરેરાશ આવે છે. એક વરસમાં દરેક વ્યક્તિ ને
સરેરાશ ૧૪૪૦ સપના આવતા હોય છે. જો તે વ્યક્તિ ના પાડે તો, એનો મતલબ એ થયો
કે તેને સપનાઓ યાદ રહેતા નથી. લગભગ દરેક માણસને સવારે ઊઠતાં બધા જ સપનાઓ ભૂલાઈ જાય
છે. જો રાત્રે અચાનક ડરથી આંખ ખૂલી જાય તો ૯૦% સપનું ભુલાઈ ગયેલું હોય છે. ફક્ત
ધૂંધળું ૧૦% જ યાદ હોય છે. રાતની ઊંઘના ૮માંથી ૨ કલાક આ પ્રકારની ઊંઘ હોય છે. એ
વખતે લીધેલા મગજના EEGમાં ૧/ સેકન્ડ થી
૭/ સેકન્ડના વેવ્સ આવતા હોય છે, પણ સપના ચાલુ હોય ત્યારે આ વેવ્સની સંખ્યા ૨૦/ સેકન્ડ થઈ
જાય છે. એનો અર્થ કે સપનામાં મગજ વધારે ક્રિયાશીલ બની જાય છે.
૨. નોન REM Sleep : આ ઊંઘમાં મોટે
ભાગે સપના જોવા મળતા નથી. કોઈ કોઈ વખત સપના આવી જાય છે.
બધાને વિવિધ પ્રકારના
સપનાઓ આવતા જણાય છે. મનની વિવિધ લાગણીઓ સપનામાં જોવા મળે છે. ગુસ્સો, ભય, ક્રોધ, નફરત, વેર, જેવી નકારાત્મક
લાગણીઓ વધારે દેખાય છે.
પહેલા માનવામાં આવતું કે
સપનાઓને આગલા જન્મ સાથે સંબંધ છે, પણ હવેની શોધખોળ પછી સાબિત થયું છે કે ગયા જનમ જેવુ કંઈ છે
જ નહીં, તેથી તેવો ડર રાખવાની
જરૂર નથી. ઘણી વખત સપનામાં શરીર હલવા લાગે છે, તો કોઈને તો વળી ઊંઘમાં ચાલવાની ટેવ હોય છે. શોધો પરથી
જણાયું છે કે લગભગ ૩.૯% લોકોને ભયાનક સપનાઓ આવે છે, આમાથી ૨૮% લોકો ડિપ્રેસનનો ભોગ બને છે, તો વળી ૧૫થી ૨૦%
લોકો અનિદ્રાનો ભોગ બને છે. સપના બધાને આવે જ છે, જેમાંથી ૯૫% સપના ભૂલી જવાય છે.
મહારાણી ત્રિશલાદેવીને
ભગવાન મહાવીરના જન્મ પહેલા પ્રતિકાત્મક ૧૪ સપના આવ્યા હતા, તેથી બધાને ખબર
પડી ગઈ હતી કે, માતાના ઉદરમાં
મહાન વ્યક્તિનો ગર્ભ આકાર લઈ રહ્યો છે. તેથી જૈન ધર્મમાં આ ૧૪ સપનાઓનું ખુબજ મહત્વ
છે.
સવાલ એ થાય છે કે સપના
કેમ આવે છે? હજુ સુધી તેનો
કોઈ જ ચોક્કસ જવાબ મળેલ નથી, પણ બધાજ માનસશાસ્ત્રીઓ અને ડોક્ટરો વિવિધ કારણો રજૂ કરી
રહ્યા છે. એટલું છે કે સારી અને ગાઢ ઊંઘમાં સપના ઓછા ભયાનક અને નકારાત્મક ભાવોવાળા
હોય છે.
નાનપણ થી માંડીને તે આજ
દિન સુધી તમારા મગજમાં અનેક સારા ખરાબ બનાવો, લાગણીઓ, દલીલો અનુભવો વિગેરે સંગ્રહ રૂપે પડેલા હોય છે. તેમાંથી
અધૂરી રહેલી ઇચ્છાઓ, લાગણીઓ, દુઃખદ બનાવોનું
મગજમાં સ્કેનિંગ થાય છે. મગજ આપણું સ્ક્રીન સેવર છે. જેમાં ૧૦૦૦૦થી વધારે
ન્યુરોન્સ જોડાયેલા છે. ઊંઘ દરમ્યાન પણ મગજ કાર્યરત હોય છે, પણ રેસ્ટિંગ
ફેઝમાં હોય છે. જાગતા કરેલા વિચારો જે પરિપૂર્ણ ના થાય તે અચેતન મનમાં જતાં રહે છે, અને સપના રૂપે
દેખા દે છે. સપનામાં તે વસ્તુ કે વ્યક્તિ ને બદલે તેના પ્રતિક દેખાય છે. એક સરસ
ઉદાહરણ જોઈએ.
એક સુંદર દેખાવડી છોકરી
ના વિવાહ કોઈ કારણસર મોટી ઊંમર સુધી થયા નહીં. તે કામવાસનાથી અતૃપ્ત હતી. તેના
અચેતન મનમાં આ વાત ઘૂમરાયા કરતી. સપનામાં તેને એક યુવાન તેના રૂમનાં તાળાનાં
કાણામાં ચાવી નાખી અંદર આવતો જણાયો. અને પછી તેણે જબજદસ્તીથી તેની સાથે સહવાસ
કર્યો. તે યુવતી આવા ભયાનક સપનાથી ગભરાઈને ઊઠી ગઈ. આ દબાયેલી જાતિય ઇચ્છા, જેમાં તાળાનું
કાણું અને ચાવી સ્ત્રી અને પુરુષના જાતિય અંગો પ્રદર્શિત કરતા હતા. આ દમિત જાતિય
ઇચ્છાઓનો ઉકેલ લગ્ન કરવાથી આવી ગયો, અને તેને આવા સપનાઓ આવતા બંધ થઈ ગયા.
સપના મનમાં ઉદ્ભવતા વિચાર, ધારણા અને
લાગણીનો ક્રમ છે. તે પ્રતિક રૂપે સાધારણ, મનોરંજક, ગંભીર, ભયંકર કે વિચિત્ર પ્રકારના આવે છે. પણ તેની ઉપર માણસનો કે
તેના મગજનો કોઈ જ કાબૂ હોતો નથી. આખા દિવસ દરમ્યાન કરેલા કાર્યો, વ્યવહારો અને
તેની લાગણીઓ વિગેરેમાંથી ૫૦% સંબંધિત સપનાઓ આવતા હોય છે. એક યુવાનને સપનામાં
માબાપનું મોત દેખાયું, કેમ? બધા વિચારમાં પડી
ગયા. પછી તે સપનું વિવિધ સ્વરૂપે વારંવાર આવવા લાગ્યું. માનસિક વિશ્લેષણમાં ખબર
પડી કે, તે જે છોકરીને
ચાહતો હતો, તેની સાથે લગ્ન
કરવાની માબાપે મનાઈ કરી હતી, તેથી તે યુવાન માબાપને સખત નફરત કરતો હતો. વાસ્તવિક
દુનિયામાં તે માબાપને કંઈ કહી શકતો ન હતો, એટલે તેના અચેતન મને સપનામાં માબાપને મરતા બતાવ્યા. અંતે
માબાપે તેને તેની પ્રેમિકા સાથે લગ્ન કરાવી આપ્યા, અને તે સપનું બંધ થઈ ગયું.
સૂતી વખતે જે માનસિક
સ્થિતિ હોય તેવા સપના આવે છે. ભૂખ્યા અને તરસ્યા સૂતેલા માણસને સપનામાં ભોજન અને
સારા પીણાં દેખાય છે. દિવસ દરમ્યાન તમે જે પ્રવૃતિ કરો છો,દા.ત. તમે તબલા
શીખો છો, તે પ્રતિક રૂપે
મગજમાં સ્કેન થઈ સંગ્રહાય છે, અને તે સપના રૂપે દેખાય છે. અને તેની યાદ કનેક્શનને મજબૂત
બનાવે છે, આમ સપના કેટલીક
વખત સારા હેતુ માટે પણ આવે છે. અને તે આપણને ઉપયોગી નીવડે છે.
જાગતાં કરેલા વિચારો
અચેતન મનમાં જતાં રહે છે. તેમાં જમા થયેલા વિચારો નવા અને જૂના જોડાઈને રાત્રે
ઊંઘમાં સપના બની જાય છે. અચેતન મનમાં તેવા વિચારોનો મેળ ના થવાથી અંતે બીક લાગે
તેવા ભયંકર સપના બની જાય છે, તેથી તેવા સપનાઓથી ગભરાવાની જરૂર નથી. વર્તમાનમાં તમને
સતાવતી ખરાબ સમસ્યાના સમાધાન માટે પણ સપના આવે છે.
એક માણસને નોકરીમાં
વરસોથી પ્રમોશન મળતું નહતું. તેના સપનામાં બોસે તેને ઊંચા પહાડ પરથી ફૂલ તોડી
લાવવા કહ્યું, ત્યાં ફૂલ તોડતા
તે ગબડી પડયો, અને છેક નીચે
પડીને મરી ગયો. તે ઊંઘમાંથી ઊઠી ગયો, અને ખૂબ ડરી ગયો, તેની પ્રમોશનની ઈચ્છા પહાડ રૂપે પ્રગટ થઈ, પણ તે સફળ ના થઈ
શક્યો. આમ તેની અતૃપ્ત ઈચ્છા સપનામાં અન્ય સ્વરૂપે આવી.
સપનાઓ વિવિધ અવસ્થામાં
જુદી જુદી રીતે દેખાય છે.
૧. સ્વસ્તિક
અવસ્થા : રાત્રે ભારે ખોરાક અને પાણી પીધા હોય તો ટોઇલેટ આવે છે, અને તમે સપનામાં
ટોઇલેટ કરો છો, કે આંખ ખૂલી જાય
છે, અને તમને ખબર પડે
છે કે હવે ટોઇલેટ જવું પડશે.
૨. માનસિક અવસ્થા
: તમે માનસિક રીતે દુઃખી હો, બેચેન હો, વ્યગ્ર હો, તો રાત્રે તમને વિરુધ્ધ પ્રકારના સપના આવે છે.
૩. આત્મિક
અવસ્થા: આત્મ સાથે જોડાયેલ ભાવો, વખાણ, લડાઈ વિગેરે સપના જુદી જ રીતે, પ્રતિક રૂપે
વ્યક્ત થાય છે.
૪. પામવાની
અવસ્થા : જિંદગીમાં કઈ ને કઈ મેળવવાની, બનવાની, પામવાની તમન્ના
હોય છે, તેના દિવસે સપના
આવતા હોય છે, જે રાત્રે પણ
સપનામાં આવે છે.
૫. પ્યારનો અનુભવ
: જ્યારે પ્રેમ થાય, પશુ પંખી, બનાવ, વસ્તુ સાથે પ્રેમ
થઈ જાય, તો તેના વિવિધ
પ્રતિક રૂપે સપના આવે છે.
આ પાંચ અવસ્થામાં સપના
આવવા શક્ય છે, જેને સંબંધિત
સપના કહે છે. આ ઉપરાંત બીજી કોઈ અવસ્થાનાં સપના પણ આવી શકે છે. જીવનમાં જુદા જુદા
પ્રશ્નો ઉદ્ભવે છે, સમસ્યાઓ આવે છે, તેને ઉકેલવા માટે
પણ સપના આવે છે, પણ તે સમજાય નહીં
તેવી રીતે વ્યક્ત થાય છે,
જે ઊઠીને યાદ પણ
રહેતા નથી. ડરાવે તેવા અને ભયંકર સપના આવવાનો મતલબ તે માણસમાં ચિંતા અને તણાવ વધી
ગયા છે. કાયમી ડર પેસી ગયો છે. જે સારવારથી કે મનોચિકિસ્તાથી કાઢવો જ રહ્યો. આવા
સપનાનું મહત્વ છે નહીં, પણ વધારે ભયાનક
સપના આવતા માણસની માનસિક ચિકિત્સા ઊપયોગી થઈ શકે.
કેટલીક વખત આપણે જાગતા
હોઈએ, પણ તંદ્રા
અવસ્થામાં હોઈએ, ત્યારે સપના આવે
છે, તેને લ્યુસીડ
ડ્રીમિંગ કહે છે. આપણને ખબર હોય છે કે સપનું આવી રહ્યું છે, પણ આપણે કાંઈ જ
કરી શકતા નથી, કારણ કે આપણે તે
વખતે પેરેલાયઝ્ડ સ્ટેજમાં હોઈએ છીએ.
આમ ઊંઘમાં સપનાની સાથે
અમુક રસપ્રદ શારીરિક બાબતો પણ થતી જોવા મળે છે.
૧. હલકો અને ઓછો
શ્વાસ : આપણે ઊંઘતા હોઈએ ત્યારે આપણો શ્વાસ એકદમ હલકો બની જાય છે, અને શ્વસન અંગો
ઢીલા પડે છે. શ્વાસનળી અને તાળવાનાં સ્નાયુઓ તથા સ્વરપેટીના સ્નાયુઓ ઢીલા પડવાથી
શ્વાસ અવરોધે છે, અને અવાજ પેદા
થાય છે, જેને નસકોરાં
બોલે છે, તેમ કહેવામાં આવે
છે. અમુક માણસો માં તો એટલા જોરજોરથી નસકોરાં બોલે છે કે, બાજુમાં સૂવું પણ
મુશ્કેલ બની જાય છે.
૨. નાકની
અક્રિયતા : ઊંઘમાં કાન એકદમ સક્રિય હોય છે, થોડા અવાજ થી પણ
ઊંઘ ઊડી જાય છે. પણ નાક ઊંઘમાં સાવ અક્રીય બની જાય છે. ગમે તેટલી ગંધથી પણ નાક ઊંઘ
ઉડાડતું નથી, તેથી બાજુમાં જ
આગ લાગે તો પણ આપણી ઊંઘ તરત ઊડતી નથી. આ ઊંઘનો એક માઈનસ પોઈન્ટ છે.
૩. પેરેલાઈઝડ બની
જવાય : ઊંઘમાં આપણું શરીર હંગામી ધોરણે પેરેલાઈઝ્ડ બની જાય છે, એટલેજ આપણે
ઊંઘમાં તરત ઊઠીને દોડી શકતા નથી. પણ તેનાથી ગભરાવાની જરૂર નથી, ઊઠતાવેંત તરત
પાછું બધું નોર્મલ થવા લાગે છે.
૪. વારંવાર સપના
: જિંદગીની કેટલીક સમસ્યાઓ માનવીના મગજને કોરી ખાય છે, અને ચિંતાગ્રસ્ત
બની જાય છે. વેશ્યા સાથે
સહવાસ દરમ્યાન કોન્ડોમ ફાટી ગયું હોય તો, મગજમાં એઇડ્સની સમસ્યા કેડો મૂકતી નથી, અને સપનામાં
વારંવાર એઇડ્સથી મરતો માણસ દેખાયા જ કરે છે.
૫. ગ્રોથ હોર્મોન
: માણસની ઊંચાઈ વધારતો ગ્રોથ હોર્મોન રાત્રે ઊંઘમાં જ સ્ત્રવે છે, જેનાથી માણસની
ઊંચાઈ વધે છે. સારી ઊંઘવાળા માણસોમાં આ હોર્મોન વધારે નીકળે છે.
૬. ઊંમર વધવી : માણસની સારી
ઊંઘથી મગજ અને તમામ અંગો
રિચાર્જ થતાં હોવાથી તેની ઊંમર વધતી અટકે છે. જો સારી અને ગાઢ ઊંઘ ના આવે તો ઊંમર
જલ્દીથી વધવા લાગે છે.
૭. ઊંચાઈ વધે છે
: ઊંઘ દરમ્યાન માણસના કમરના
મણકાઓ આરામથી ફુલે છે અને
ઉઠતી વખતે ઊંચાઈ અડધો ઇંચ વધારે લાગે છે. જે દિવસની કામગીરીથી દબાઈને પાછી તેના
સ્થાને આવી જાય છે.
૮. આંખોની અજબ
હલચલ : ઊંઘ દરમ્યાન REM sleepમાં આંખોના ડોળા ગોળગોળ ફરતા દેખાય છે.
લાસ્ટ સ્ટ્રોક : આમ ખરાબ, ભયાનક, સપનાથી ડરવાની જરાય જરૂર નથી, તે તમારા મનમાં
રહેલી ચિંતા, તણાવ, અશાંતિ, અતૃપ્ત ઇચ્છા, કામના, વિગેરે લાગણીઓ
વિવિધ સ્વરૂપે કે પ્રતિક રૂપે દર્શાવે છે. તેને આગલા જન્મ સાથે કે પછી ભવિષ્યમાં
બનનારા બનાવ સાથે સાંકળી શકાય નહીં.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Keywords:
Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance
Tags :
#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો