સોમવાર, 8 જૂન, 2026

ખોટે ખોટો (વિકૃત) ભય શું છે?

 

ખોટે ખોટો (વિકૃત) ભય શું છે?

-----------------------------------------------------------------------------------------------------------------------------

દરેક માણસ ઝેરી જીવજંતુ, વીંછી, સાપ, હિંસક પ્રાણી તથા ચોરડાકુથી ભય અનુભવે છે. આ પ્રકારનો ભય કે ડર અનુભવે તે સમાન્ય છે, પરંતુ ભયપ્રદ વસ્તુઓ કે પરિસ્થિતિ વગર કે પછી ભય ના લાગે, તેવી વસ્તુઓ કે બનાવોમાં પણ સતત ભયની લાગણી અનુભવ્યા કરે, જેના કારણથી પણ તે અજાણ હોય છે, આવા ભયને જેમ્સ કોલમેન “ખોટે ખોટો કે વિકૃત ભય” કહે છે.

લેહનાર અને ક્યુબના મત પ્રમાણે કેટલાક લોકોમાં વસ્તુઓ કે પરિસ્થિતિ અને બનાવો પ્રત્યે અતિશય, અતાર્કિક અને અવાસ્તવિક ભય જોવા મળે છે. જેને વિકૃત ભય કહે છે. એનો અર્થ કે આ ભય, જે ભયજનક ના હોય તેવા ઉદીપકો પ્રત્યે અતાર્કિક ભય છે, જેને માટે કોઈ બુધ્ધિગમ્ય કે તાર્કિક કારણ જોવા મળતું નથી. આ ભય ધરાવનાર વ્યક્તિ આવા ઉદ્દીપકો પ્રતિ, તીવ્ર અને અતિશય ભય અનુભવે છે.

કેટલાક મુખ્ય ખોટા વિકૃત ભય નીચે પ્રમાણે જોવા મળે છે.

(૧) પાણીનો ભય

(૨) આગનો ભય

(૩) એકલતાનો ભય

(૪) રોગ થવાનો ભય

(૫) ચેપ લાગવાનો ભય

(૬) જીવજંતુઓનો ભય

(૭) જંગલી પ્રાણીઓનો ભય

(૮) તોફાનોનો ભય

(૯) ટોળાનો ભય

(૧૦) લોહી કે મડદાનો ભય

(૧૧) અંધારાનો કે રાતનો ભય

(૧૨) ખુલ્લી ભેકાર જગ્યાનો ભય

(૧૩) ઊંચી જગ્યાનો ભય

(૧૪) બંધ જગ્યાનો ભય

આ બધી વસ્તુઓનો ભય આપણને અથવા કોઈ પણ માણસને સતાવે છે. પણ વિકૃત ભયથી પીડિત વ્યક્તિ અત્યંત પ્રમાણમાં ભય અનુભવે છે, જેમકે ઊંચાઈનો ભયવાળો વ્યક્તિ ક્યારેય વિમાનમાં બેસી જ નથી શકતો.

મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ભયના નીચે પ્રમાણે પ્રકારો પાડવામાં આવ્યા છે.

(૧) અભિસંધિત વિકૃત ભય : નાનપણમાં કોઈ અકસ્માત કે આઘાતજન્ય બનાવથી ભયભીત માણસ, તે બનાવ કે વ્યક્તિના અભિસંધાન ને કારણે મોટો થતાં પણ તેનાથી ભયભીત રહ્યા કરે છે. અભિસંધાન ને કારણે તેના જેવી બીજી પરિસ્થિતિઓમાં પણ ભય ચાલુ રહે છે. જેમકે ટોળાંના ભયથી ડરતી સ્ત્રી, જયારે પણ લોકોના ટોળાને જુએ ત્યારે ભયથી કાંપી ઉઠતી હતી. તેની ઊંડાણમાં તપાસ કરતાં માલૂમ પડયું કે, બચપણમાં તે મેળામાં ખોવાઈ ગઈ હતી. બે ત્રણ કલાકની રડારોડ અને મથામણ બાદ તે માબાપને પરત મળી હતી. તેથી તેના મનમાં ટોળાનો વિકૃત ભય પેદા થયો હતો.



તેવી જ રીતે એક યુવાનને વહેતા પાણીનો વિકૃત ભય હતો, તે વહેતા પાણીની પાસે આવે કે તરતજ ડરથી કાંપી જતો. તેની વધારે ઊંડાણથી હિસ્ટ્રી લેતા ખબર પડી કે, નાનપણમાં તે વહેતી નદીના પ્રવાહમાં નહાવા પડયો હતો, ને એકદમ તણાઈ ગયો હતો અને માંડમાંડ મરતા મરતા બચ્યો હતો. તે મોટા થયા બાદ પણ વહેતા પાણીથી ભયભીત થઈ જતો હતો.

(૨) પ્રતિકાત્મક વિકૃત ભય : અહી અનુસંધાન નહીં, પણ ભયના પ્રતિક રૂપે કોઈ વસ્તુનો પ્રતિકાત્મક ભય લાગે છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ પછીથી પ્રતિક બની જાય છે, અને તેને જોતાંવેંત વ્યક્તિ કાંપવા લાગે છે. એક માણસને તેના સાથી સાથે નાની બાબતમાં તકરાર થતાં હાથોહાથની લડાઈમાં લોખંડના સળીયાથી માથામાં ફટકો લાગતા સાથીનું મોત થઈ ગયું. તે માણસ ભાગી છૂટ્યો, અને કોઈ રીતે પોલીસના હાથમાં ના આવ્યો. વર્ષો પછી તેને સળિયાનો અને પોલીસનો પ્રતિકાત્મક ભય પેસી ગયો, કે તે કોઈ પણ ખાખી કપડાવાળાને જુએ, ત્યારે કે પછી લોખંડના કોઈપણ હથિયારને જુએ ત્યારે તે ભયનો માર્યો ભાગવા લાગે.

(૩) પ્રતિકાત્મક સૂક્ષ્મ અમૂર્ત વિકૃત ભય : આ પ્રકારના ભયમાં પ્રતિકાત્મક ભય મૂર્ત સ્વરૂપે નહીં, પણ અમૂર્ત સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારનો ભય અસંતોષ અને નિષ્ફળતા અંગેની નિરાધાર કલ્પનાઓમાં પરિણમે છે.

મુંબઈમાં મોજ કરવા ગયેલ મનસુખલાલનું કોન્ડોમ અચાનક વેશ્યા સાથેનો સહવાસ શરૂ થતા જ ફાટી ગયું. મનસુખને HIV થઈ જશેનો ભય મનમાં પેસી ગયો, અને સહવાસ પણ જલ્દી જલ્દી પતાવી દેતાં મનમાં અસંતોષ વ્યાપી ગયો, તે એટલી હદ સુધી કે તેનામાં સહવાસ પ્રત્યે વિકૃત ભય પેદા થવા લાગ્યો. પછીથી કોઈ પણ સ્ત્રી સાથે તે સમાગમ કરવામાં નિષ્ફળ જવા લાગ્યો. મનનો અમૂર્ત ભય એટલો વધી ગયો કે તેની પત્નિ સાથે સમાગમમાં પણ તેને ઉત્થાન ના થયું, ને છેવટે તે નપુંસક બની ગયો. અત્યારે તેની સારવાર ચાલુ છે.

આવા વિકૃત ભય ધરાવનાર માણસો એટલો તીવ્ર, અવાસ્તવિક, અતાર્કિક ભય ધરાવે છે કે તે ઉદીપકની ઝલક માત્ર થી ભયભીત થઈ દૂર ભાગે છે. વંદાના અતાર્કિક ભયવાળી સ્ત્રી, પોતાના બેડરૂમમાં વંદાને જુએ તો આખી રાત બેડરૂમમાં સૂઈ શકતી નથી, પણ બહાર બેસી રહે. આવી વ્યક્તિઓ અકારણ ભય ઉપરાંત કેટલાક ચિન્હો જેવા કે માથાનો દુઃખાવો, પેટમાં દુઃખાવો, ચક્કર આવવા જેવી શરીરની તકલીફો દર્શાવે જાય છે, પણ તેના મૂળમાં અતાર્કિક ભય પડેલો હોય છે.

વિકૃત ભયના કારણો : જેમ્સ કોલમેન તેને માટેના મુખ્ય ત્રણ કારણો જણાવે છે.

(૧) ચિંતાનું સ્થળાંતર : ભય જન્માવે છે. વ્યક્તિના મનમાં કોઈ અજ્ઞાત ચિંતા રહ્યા કરતી હોય તો તે અજ્ઞાત ભય રૂપે દેખાય છે. ૧૫મા મળે ઓફિસ ધરાવતા સુરેશને નવું કામ આવડતું ન હતું, તેથી નોકરી છૂટી જશે નો ભય તેને સતાવતો હતો, તો કુટુંબમાં તે હાંસી પાત્ર બની જાય અને બધાને શું જવાબ દેવો? આ ચિંતામાં તેનો વિકૃત ભય, ઊંચાઈ માટેનો વિકાસ પામ્યો. આટલી ઊંચે ઓફિસ હોવાથી તે ઓફિસ જઈ શકતો નથી, તેથી તે બરતરફ થવાથી તેની બીનકાર્યક્ષમતાની ચિંતા, ઊંચાઈના ભયમાં સ્થળાંતરીત થવાથી ઓછી થઈ જાય, અને કુટુંબમાં બદનામી અટકે.

(૨) દમિત જાતિયવૃતિ અને આક્રમકતાની ધમકી સામેના બચાવની પ્રતિક્રિયા સ્વરૂપેઃ દમિત જાતિય પ્રવૃત્તિવાળાઓ આવેગના શમન માટે હસ્તમૈથુન કરે છે, પણ પછીથી ખોટું થઈ ગયાના ભયથી પીડાઈ લગ્ન પછી કુદરતી સુખ માટે પત્નિ સાથે પણ સફળ થતાં નથી, અને નસોની કમજોરી વિગેરે ભયથી પીડિત થઈ નીમહકીમો પાસે રૂપિયાનો ધુમાડો કરે છે.

પોતાની પત્નિને આક્રમકતાથી પાણીમાં ડૂબાડી મારી નાંખનાર વ્યક્તિ, તે અંગેના વિચારથી અને પકડાઈ જવાના ભયથી અતાર્કિક ભય અનુભવે છે. કોઈ પણ પાણી ભરેલી જગ્યાઓ જેવી કે, નદી, તળાવ વિગેરેથી વિકૃત ભય અનુભવે છે.

(૩) કડક શિસ્તપાલન અને ચરિત્ર પાલન: મૈકડુગલના મતે વિકૃત ભયના મૂળ બાળપણમાં થયેલ અપરાધો, દમિત જાતિયવૃત્તિ અને ભયજનક અનુભવોમાં રહેલા છે. આવા અનુભવોનું દમન થયેલું હોય છે.આવી દમિત જાતિયવૃત્તિ વિવિધ પ્રતિકો દ્વારા વિકૃત ભયમાં રૂપાંતર પામે છે.

આ વિકૃત ભય વિશિષ્ટ પરિસ્થિતિ સાથે સાહચર્ય થવાથી તેનું વર્ઝન કરવાનું વ્યક્તિ શીખે છે. એક યુવતીને તેના માતાપિતાએ જાતિયપ્રવૃત્તિ ગંદી છે, ખરાબ છે, તેવું કડકપણે જણાવેલ અને, પાલન કરાવેલ. તે એટલી હદ સુધી ભયમાં પરિણમ્યું કે, લગ્ન પછી તેના પતિ સાથે પણ તે ભયગ્રસ્ત બની મહિનાઓ સુધી સહવાસ કરી જ ના શકી. તેની મનોચિકિત્સા દ્વારા આ અજ્ઞાત ભય અને અપરાધબોધ ભાવના કાઢવામાં આવી. માંડ મહિનાઓ પછી તેનું લગ્નજીવન આગળ ચાલ્યું.

આવો ભય શરમજનક કામની અપરાધ ભાવના કે સજાની આશંકાથી જોવા મળે છે. છરીના વિકૃત ભયમાં આપઘાત કરવાની દમિત ઇચ્છા જોવા મળે છે.

કેટલીક વાર વ્યક્તિ કોઈ મોટી જોખમકારક પરિસ્થિતિમાં ફસાઈ હોય, અને તેમાથી માંડમાંડ બચી જાય તો તે બનાવ તેના મનમાં અંકિત થઈ જાય છે, અને તેના કાલ્પનિક ભયનો ભોગ બને છે. અમદાવાદમાં ૨૦૦૧માં આવેલ ધરતીકંપમાં તૂટી પડેલા બહુમાળી ફ્લેટમાંથી માંડમાંડ બચી ગયેલા જગતભાઈ આજે પણ બહુમાળી ફલેટમાં દાખલ થતાં જ ભય અનુભવે છે, જે હજુ સુધી તેના મનમાંથી જતો જ નથી.




વિકૃત ભય દૂર કરવાની સારવાર :

આની સારવારમાં મુખ્ય તો મનોચિકિત્સા જ છે. કેટલીક વખત મુક્ત સહચર્ય, સ્વપ્ન અર્થઘટન જેવી પધ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

કોલમેનના માટે વિકૃત ભયમાંથી મુક્તિ માટે બે યુક્તિઓનો ઉપયોગ કરવો યોગ્ય રહે છે.

(૧) વિકૃત ભય માટેના પ્રતિકાત્મક કારણો શોધીને તેનો ભય જન્માવનાર પરિસ્થિતિને પહોચી વળવાનું શિક્ષણ આપવામાં આવે છે.

(૨) વિકૃત ભયનો પ્રત્યક્ષ સામનો કરવા માટે વર્તનમાં ફેરફારની પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance

Tags :

#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો