શુક્રવાર, 12 જૂન, 2026

બાળકોનો ડર દૂર કરી નિડર બનાવો

 

બાળકોનો ડર દૂર કરી નિડર બનાવો

--------------------------------------------------------------------------------------------------------------------------

માનસિક ડર મનની ઊભી કરેલી ભ્રમણા છે, જેની કોઈ વાસ્તવિકતા નથી. શારીરિક ડર જેવા કે આગથી દાઝી જવાનો ડર, ઉપરથી પડી જવાનો ડર, હિંસક પ્રાણીઓનો ડર વિગેરે સાચા છે, અને તે બાળકોમાં હોવા જોઈએ. પરંતુ તેના પરથી મગજમાં ખોટો સંદેશો જાય, અને તેનાથી કાયમી ડર લાગ્યા કરે તે ખોટું છે. જો બાળક ખુરશી પરથી પડી જાય, અને સામાન્ય વાગે તો, પછી તે કાયમ માટે ખુરશી પર બેસતા ડરે તે ખોટું છે. તેને સમજાવીને ડર દૂર કરવો જોઈએ, જે શારીરિક નહીં, પણ માનસિક ડર બની જાય છે.

બાળકો નાની વયના અને નાજુક દિલના હોવાથી તેનામાં માનસિક ડર વધારે હોય છે. દુનિયાભરની ડરામણી ચીજો બાળકોને અસર કરે છે. માબાપ પણ બાળકોને પપલાવીને વધારે ડરપોક બનાવી દે છે. “બેટા, પડી જઈશ તો વાગશે.” કહીને માબાપ જો બાળકને સાઇકલ શીખવશે જ નહીં, અને ડરાવ્યા જ કરશે, તો બાળક ક્યારેય ટુ વ્હીલર ચલાવી જ નહીં શકે.

બાળકોને સાચા ડર જેવા કે આગ, વીજળી, હિંસક પ્રાણી વિગેરેથી સચેત કરો, કે જેથી તેનાથી બચતા રહે, પણ ખોટી ખોટી બાબતોથી પોતે પણ ડરીને બાળકોને ડરાવશો નહીં. ડરપોક વર્તનવાળા માબાપના બાળકો પણ ડરપોક બને છે, તેનો આત્મવિશ્વાસ વધે તેવું વર્તન કરો, આકાશમાં વીજળી થતી હોય તો, બહાર જ ના નીકળાય, તેમ ના શીખવાડો. પણ સાવચેતી રાખીને નીકળી શકાય, વીજળીથી કઈ રીતે બચી શકાય તેનાથી બાળકને અવગત કરો. ઘરના દરેક માણસ જેવું વર્તન કરતાં હશે, તે જોઈને બાળક પણ કરવા લાગશે. ઘરમાં વંદા કે ગિલોડીને જોઈ સ્ત્રીઓ દોડાદોડી કરી ભાગશે, તો બાળકને પણ ડર પેસી જશે. તેને બદલે શાંતિથી બાળકને સમજાવો કે, “વાંદો આપણે કઈ નુકશાન કરે નહીં, પણ મને તેની ચીતરી ચડે છે, બાકી ડરવાનું કોઈ કારણ છે નહીં.”

કેટલાક માબાપ બાળકના મનમાં શરૂઆતથી જ ડર ભરી દે છે. બાળક ક્યાંક એકલો જતો હોય તો, તેને પાછો વાળવા માટે કહે છે, “બેટા, પાછો વળ. એકલો જઈશ તો બાવો ઉપાડી જશે’ અને બાળકના મનમાં એકલતા અને બાવાનો ડર પેસી જશે, જે વર્ષો સુધી રહે છે. ડરને હથિયારની જેમ ના વાપરો. કેટલાક માબાપ બાળક તોફાન કરતો હોય તો ડરાવવા કહે છે,” બેટા, જો બહુ તોફાન કરીશ તો પોલીસ ઉપાડી જશે.” અને બાળકના મનમાં શરૂઆતથી જ પોલીસનો ડર પેસી જશે. તેને પોલીસ એટલે શું એ પણ ખબર નથી હોતી.

કેટલાક માબાપ બાળકને ખોટી રીતે ટોકીને, ખખડાવીને, કાયમનો ડર પેસાડી દે છે. મોટી ઉંમરનો બાળક રમતો હોય તો માં કહે છે, “ભણવા બેસ, નહિતર ટીચર લડશે.” અને બાળકના મનમાં ટીચરનો ડર ઘૂસી જાય છે. બાળકને ક્રિકેટનો શોખ હોય અને મેચ જોતો હોય તો ટોકતાં કહે છે, “વાંચવા બેસ, નહિતર પરીક્ષામાં ફેઈલ થઈશ” અને હોશિયાર વિદ્યાર્થીના મનમાં પણ ફેઈલ થવાનો ડર પેસી જાય છે.

બાળકોમાં ચિંતા અને ડરને જુદા પાડવા જરૂરી છે. બાળક સાચી અને ઉપયોગી વસ્તુઓની ચિંતા કરે તે જરૂરી છે. પરીક્ષા નજીક હોય તો, ચિંતા કરી બાળક વાંચવા બેસી જાય તે તેના માટે ઉપયોગી અને ફાયદાકારક છે, પણ તે ચિંતા પછી ફેઈલ થવાના ડરમાં પરિણમે તો, તે ડર જતો જ નથી. અંતે તે બાળકને નુકશાન કરે છે. તેથી તેવી બાબતો હમેશાં ડર સ્વરૂપે નહીં, પણ ચિંતા સ્વરૂપે સમજાવો, નિડર બનાવો. જો હડકાયું કૂતરું બધાને કરડતું હોય તો, તેમાં સાહસ કરવાની કે તેનો સામનો કરવાને બદલે દૂર જ રહેવાની માહિતી આપવી જરૂરી છે.

બાળકોમાં ઉંમર પ્રમાણે ડર જુદા જુદા પ્રકારે જોવા મળે છે. જન્મથી એક વરસના બાળકને અજાણ્યાનો, મોટા અવાજોનો, અને એકલા પડવાનો ડર લાગે છે. આ ઉમરે બાળક ફક્ત તેની માને અને ઘરના વ્યક્તિઓને જ ઓળખતું હોય છે, તેથી જો બહારની કોઈ વ્યક્તિ તેને તેડે કે રમાડે તો તરત જ રડવા લાગે છે. મોટા અવાજો કે લાઇટથી પણ તે ડરી જાય છે. તેને એકલા પડી જવાથી પણ ડર લાગે છે, તેથી તે કોઈ ના દેખાય તો ડરીને રડવા લાગે છે.

એકથી ચાર વરસના બાળકને માબાપથી જુદા પડવાનો, બાવાનો, પોલીસનો વિગેરે ડર લાગે છે. તેને માબાપે જે બાબતોથી ડરાવ્યો હોય છે, તે બાબતો કારણ બને છે. તેને હજુ દુનિયાના અનુભવો થયા હોતા નથી, પણ પડી જાય તો વાગવાનો, અંધારાનો અને પડછાયાનો વિગેરે ડર લાગે છે. અંધારાનો ડર આ ઉંમરે સામાન્ય છે, જે સમજાવટથી દૂર કરી શકાય છે. રાત્રે સૂતી વખતે એકદમ લાઇટ બંધ ના કરતાં ધીમેધીમે અજવાળું ઓછું થાય તેવો, નાઈટલેમ્પ કરો. તેની સાથે થોડો સમય સૂવાનું રાખો. બાળકનો આત્મવિશ્વાસ વધતાં તે રૂમમાં એકલું અંધારામાં સૂવા લાગશે. રૂમમાં બીજું કોઈ નથી, તે વિશ્વાસ પેદા કરી રૂમને અંદરથી બંધ કરાવી દો, અને કહો કે હવે અહીં કોઈ આવશે નહીં. તેથી તે શાંતિથી સૂઈ જશે.

પાંચ થી બાર વરસનું બાળક મોટું થઈને સમજણું થઈ ગયું હોય છે. તેને ટીચરનો, ભણવાનો અંધારાનો અને દુનિયાની ચેલેંજોનો ડર લાગે છે, તેને પડછાયાથી ભૂતનો, ચૂડેલનો વિગેરે ડર લાગવા લાગે છે. તેથી તેમની હાજરીમાં મોડી રાત્રે કોઈ હોરર સિરિયલો કે ફિલ્મો ના જુઓ. સાદા ડર નાના બાળકોમાં કોમન છે, જે ઉંમર વધતા ઘટતા જાય છે. છોકરીઓમાં છોકરાઓ કરતાં વધારે ડર હોય છે.

બારથી અઢાર વરસના છોકરા છોકરીઓમાં તરુણાવસ્થા ચાલુ થતાં વિજાતીય આકર્ષણ વધે છે, તેથી વિજાતીય પાત્રનો ડર, પરીક્ષાનો ડર, કેરિયરનો ડર, વિગેરે મુખ્ય છે. આમ દરેક ઉંમરના બાળકોમાં ડર જુદાજુદા સ્વરૂપે દેખાય છે. તેમના ભવિષ્ય અંગે પણ ચિંતા કરતાં જણાય છે.

અમેરિકાના એક અભ્યાસ મુજબ ૧૨%થી ૨૦% બાળકોમાં ડરને લીધે તેમના સામાન્ય કામકાજ અને વર્તણૂકમાં ખરાબ અસર થતી જોવા મળે છે.

બાળકોમાં ડર તેના સામાજિક, વર્તણૂક અને ક્રિયાશીલ વિકાસમાં દેખાય છે. આવા બાળકોમાં રાત્રે ઊંઘમાં પથારી બગાડવી, બોલવામાં તોતડાવું, અંગુઠો મોમાં ચૂસવો, નખ કાપતા રહેવા, ટીચરને કોઈ જવાબ ના આપવો, વિગેરે ક્રિયાઓ તેના છૂપા ડરને પ્રતિબિંબિત કરે છે. જે શોધી કાઢી માનસિક રોગોના નિષ્ણાત તેને દૂર કરે તો, ઉપરની તકલીફો આપોઆપ દૂર થતી જણાય છે.

સામાજિક ડરની અસર હેઠળ બાળક પાર્ટીમાં, લોકોને મળવા, બોલવા ચાલવામાં, ગ્રૂપમાં જાહેરમાં બોલવામાં, બધા સાથે ખાવામાં, ટોઈલેટ વાપરવામાં, રમતગમતમાં જવાનું ટાળે છે. તેનામાં શારીરિક તકલીફોમાં થાક, બેચેની, ધ્યાન ઘટે, વિચારવાની શક્તિ ઘટે, અનિંદ્રા, અને ડરામણાં સપના વિગેરે જોવા મળે છે. પેટનો અને માથાનો દુઃખાવો, ઊબકા, ઉલ્ટી, ચક્કર આવવા, પરસેવો વધારે થવો, હૃદય વધારે જોરથી અને ઝડપથી ધડકે, વિગેરે લક્ષણો જોવા મળે છે. ડરી ગયેલું બાળક શરમાળ, અતડું રહે, એકલું રમે, કોઈ જોડે ભળવું ગમે નહીં, સામાજિક પરિસ્થિતીથી ભાગે, ભણતી વખતે બેચેન બની જાય, લેસન કરવાનું ભૂલ પડવાના ડરથી ટાળે, રડ્યા કરે, ભાગી જાય વિગેરે લક્ષણો જોવા મળે છે.

બાળકોનો ડર દૂર કરવા માટે માબાપે શરૂઆત થી જ કાળજી રાખવી જરૂરી છે. બાળકને જોખમ અને ખોટા ડરથી અવગત કરો. શારીરિક જોખમો સામે ચેતવી તેના મનમાં ડર પેદા થાય તેવા શબ્દો ના વાપરો. બાવો, પોલીસ વિગેરે શું છે, એજ બાળકને ખબર હોતી નથી. બાળકના ખોટા કામને અટકાવવા ડર બતાવી હથિયારની જેમ ઉપયોગ ના કરો. બહુ પંપાળવાની જરૂર નથી, તેનાથી બાળક નમાલુ અને પોપલું બની જશે. તેને બદલે બાળકને પડવા, આખડવા દો. અનુભવથી જ તે મજબૂત થશે, અને હિમ્મત આવશે. બાળકમાં વિશ્વાસ પેદા કરી સાહસિક બનાવો. તેને જે વસ્તુનો ડર લાગતો હોય તેની ઓળખાણ કરાવો, નજીક લઈ જાવ, અને સાથે ઊભા રહો. ચાલુ ફેનનો ડર હોય તો, ફેન ધીમે ધીમે ચાલુ કરી સમજાવો કે કંઈ નહીં થાય. ડર લાગે તેવા ચિત્રો, મૂવી કે અવાજો ના બતાવો. બાથરૂમ જવાનો ડર લાગતો હોય તો ત્યાં એક કાર્ટૂનનો ફોટો મૂકી દો.

બાળકને જેનો ડર લાગતો હોય તે કામ કે વસ્તુનો આગ્રહ ના કરો. તેની સાથે તમે પણ જાવ, અને ડર દૂર કરો. બીજાને બહારનાને આ ડરની જાણ ના કરો, આ કોઈ હસવાની બાબત નથી, તેનાથી બાળકના મનમાં તમારા માટે નકારાત્મક ભાવ પેદા થશે, અને તેનો ડર વધી જશે. આ ડરની ચર્ચા કરી હરીફાઈ કે બીજાના બાળકો સાથે સરખામણી ના કરો. તેનાથી બાળક હતાશ બની જશે, અને ડર વધારે મજબૂત બની જશે. તેને બદલે બાળકને સુરક્ષાનું કવચ આપો.

બાળકને સ્કૂલનો ડર કાઢવા માટે તેને શેનો ડર લાગે છે, તે સમજી શરૂઆતમાં તેની સાથે સ્કૂલે જાવ, તેનો આત્મવિશ્વાસ વધારો. તેના દોસ્તો બનવા લાગતાં પછીથી તેને ગમવા લાગશે. નિયમિત સ્કૂલે જવા લાગે તો વખાણ કરી રોજ ઈનામ રૂપે ચોકલેટ કે કેડબરી આપો. જો ના પરિણામ આવે તો મનોવિશ્લેષક ડોક્ટરની સલાહ લો. તે બાળકને કોગ્નિટિવ વર્તણૂંક સારવાર આપશે.

કોઈ વસ્તુ કે પ્રાણીનો ડર હોય તો બાળકને ડિસેન્સિટાઈઝ સારવાર કરી શકાય. જો તેને કૂતરાનો ડર લાગતો હોય તો પહેલા કૂતરાનું ચિત્ર બતાવો, પછી તેનું મોટું રમકડું બતાવો, પછી કૂતરાને દૂરથી બતાવો, અને તમે તેની પાસે જઈ રમો, આ જોઈ બાળકનો ડર નીકળી જશે અને તે પણ કૂતરા સાથે રમવા લાગશે.

લાસ્ટ સ્ટ્રોક : બાળકને ડરપોક બનાવવું કે નીડર અને સાહસિક તે માબાપના ઉછેર અને આવડત પર આધારિત છે. પહેલેથી જ તેને બીકણ બનાવવાને બદલે આ બધા જ સૂચનોનો અમલ કરવાથી બાળકનો ડર નાબૂદ થઈ જશે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance

Tags :

#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો