રવિવાર, 14 જૂન, 2026

નિષ્ફળતાનો ડર દૂર કરી સફળ બનો


નિષ્ફળતાનો ડર દૂર કરી સફળ બનો

--------------------------------------------------------------------------------------------------------------------------

હિન્દીના ખ્યાતનામ કવિ અને અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંશરાય બચ્ચનની કાવ્ય પંક્તિઓ દરેકના મનમાં ગૂંજયા. કરે છે.

અસફલતા એક ચૂનૌતી હૈ, ઉસે સ્વીકાર કરો, કહાં કમી રહ ગઈ, ઉસે દેખો ઔર સુધારો.” જબ ના સફલ હો, નીંદ ઔર ચેન કો ત્યાગો તુમ, સંઘર્ષકા મૈદાન છોડ કર મત ભાગો તુમ, કુછ ભી કિયે બીના જયજયકાર નહીં હોતા, મહેનત કરનેવાલોકી કભી હાર નહીં હોતી.”

જીવનમાં બધાએ એકને એક વખત નિષ્ફળતાનો સામનો કરેલો હોય છે જ. એક વખત કોઈ પણ કામમાં, ઈન્ટરવ્યુમાં, કે પરીક્ષામાં ફેઈલ થઈએ, પછી આપણું મન નિરાશ થઈ, તે પરીક્ષામાં બેસવા જ તૈયાર થતું નથી. અને આગળ રહેલી અનેક સુંદર તકો આપણે ગુમાવી દઈએ છીએ. દરેક વખતે જીવનની સ્પર્ધાઓમાં સફળ જ રહીએ તેવી માનસિકતા બદલવી જરૂરી છે.

નિષ્ફળતાનો ડર સમજતા પહેલા તેના કારણો જાણવા માટે, પ્રથમ તો નિષ્ફળ એટલે શું, તે સમજવું પડશે. આપણી જુદીજુદી ધારણાઓ, વિચારો અને મૂલ્યોની સરખામણીઓને લીધે નિષ્ફળતાની વ્યાખ્યા બદલાતી રહે છે. ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી જે કાયમ ૯૦% ઉપર જ માર્ક્સ લાવતો હોય, તેને ૮૦% માર્ક્સ આવે તો, તેને લાગી આવે છે. હું કેમ કરતાં નિષ્ફળ ગયો? મારા ટકા ક્યાં કપાયા? મેં શું ભૂલ કરી? તો એજ પરીક્ષામાં સામાન્ય કક્ષાનો પાસ થતો વિદ્યાર્થી ૮૦% માર્ક્સ લાવે તો ખુશ થઈ નાચવા લાગે છે. પહેલી વખત આટલા બધા ટકાથી તે ખુશ થઈ બધાને પેંડા વહેંચે છે. એજ પરીક્ષા છે, એજ લેવલ છે, પણ બે વિદ્યાર્થિની માનસિકતામાં આસમાન જમીનનો ફરક છે.

નિષ્ફળ તો ઘણા માણસો તેના જીવનમાં એકને એક વખત જતાં જ હોય છે, પણ તેના ડરને લીધે એજ પરીક્ષામાં બેસતા, કે કામ કરતાં ડર અનુભવે તો તેને “Atychiphobia” નિષ્ફળતાનો ડર કહી શકાય. જેને લીધે આપણે તેમાં નિર્ધારિત ધ્યેય કે લક્ષ્ય પ્રાપ્ત કરી શકતા નથી, તેને અનેક કારણો સાથે સાંકળવામાં આવે છે.

કેટલાક માબાપ નાનપણથી જ બાળકના મનમાં નિષ્ફળ થવાના વિચારો જ નાખ્યા કરે છે. તેથી બાળક હમેશા નિરાશ જ રહે છે, અને તે કોઈ પણ કામમાં સફળ થતો નથી. આ ઉપરાંત ઘરના વડીલો, અન્ય સગાંઓ, મિત્રમંડળ, તથા ગુરુઓ પણ નકારાત્મક વિચારો નાખવાનું કામ કરે છે. આવા સર્કલથી દૂર જ રહેવાની સલાહ છે. આમાં આનુવંશિકતા પણ ભાગ ભજવે છે.

જીવનમાં કોઈ તબક્કે તમે કોઈ કામમાં નિષ્ફળ ગયા હો, કે તમારું અપમાન થયું હોય, કે કોઈ આઘાતજનક બનાવ બનેલ હોય, તો તે તમારા મનમાં વર્ષો સુધી ઘર કરી જાય છે. મન નિરાશ થઈ નકારાત્મક વિચારોથી ભરાઈ જાય છે, અને તમને સફળ થવા જ નથી દેતું. નાનપણમાં તમે કોઈ છોકરી જોડે કાયમ રમતા હો, અને તેણે તમારું અપમાન કરી ઉતારી પાડ્યા હોય, પછી તમારા મનમાં દરેક છોકરીઓ પ્રત્યે નકારાત્મક ગ્રંથિ બંધાઈ જાય છે, યુવા વયે તમે ગમે તેટલા ભણીગણીને આગળ વધો, પથા તમે કોઈ યુવતી સાથે હળીમળી શકતા જ નથી. કોઈપણ યુવતીને તમે સામેથી પ્રપોઝ કરી શકતા જ નથી, મન ડર જ અનુભવે છે. આ અજ્ઞાત ડર જ તમને નિષ્ફળ બનાવી દે છે. તમને નિષ્ફળતાના ડરનાં ઘણા લક્ષણો જોવા મળે છે :

૧. નવા સાહસ કરતાં, પ્રોજેકટ કરતાં કે કામ કરતાં ગભરાવ છો.

૨. તમે જ્યારે તે ધ્યેય મેળવવા કોશિશ કરો તો, સ્ટ્રેસ કે ડર અનુભવી ચિંતામાં પડી જાવ છો અને પછી તે કામ માટે ક્યારેય સફળ થતાં જ નથી.

૩. તમે તે કામ માટે આત્મવિશ્વાસ ગૂમાવી દો છો. અને મનમાં વિચારો છો, “આ જગ્યા કે ઇન્ટરવ્યુમાં હું ક્યારે પાસ નહીં થઈ શકું.”

૪. તમે સફળ થવાય તેવા કામ કે સાહસ જ પસંદ કરો છો, જે પેલા કામ કરતાં નીચલી કક્ષાના હોય છે. જેમકે તમે બેન્કના ઓફિસરના ઇન્ટરવ્યૂમાં એક વખત નિષ્ફળ ગયા પછી, તે જ પોસ્ટ માટે ઈન્ટરવ્યૂમાં ફરીથી બેસતા જ નથી, પણ નીચલી કક્ષાના એટલે કે ક્લાર્ક થવાનું નક્કી કરી તેને માટે જ તૈયારી કરો છો.

જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન હીરો થવા મુંબઈ આવ્યા, ત્યારે તેમને અનેક મુસીબતોનો સામનો કરવો પડયો હતો. તેમને રહેવાના અને ખાવાપીવાના પણ સાંસા પડી ગયા હતા. તેમનો ઘોઘરો અવાજ સાંભળી નિર્માતાઓ અને આકાશવાણી પરથી પણ ના પડી ગઈ હતી. તેની લંબાઈ પણ વધારે હોવાથી નિર્માતાઓ કામ આપતા જ નહોતા. પણ નિષ્ફળતાઓથી ડરવાને બદલે તે ઝઝૂમતા જ રહ્યા. અંતે એક બે મૂવી સફળ થતાં તેઓ ચમકી ગયા, અને આજે એમના એ જ અવાજનાં એક જ મિનિટના કરોડો રૂપિયા ઉપજે છે.



મશહૂર ફૂટબોલ પ્લેયર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ગરીબ પરિવારના હતા તેમને નાનપણથી દિલની બીમારી હતી, તેથી ડોકટરોએ દોડાદોડી કરવાની મનાઈ કરી હતી. પણ તેમને ફૂટબોલનો બહુ જ શોખ હતો, તેથી રોનાલ્ડોએ હાર માની જ નહીં, અને રમતા જ રહ્યા. આજે ફૂટબોલ જગતમાં તેમના નામના સિક્કા પડે છે. અલીબાબાના ફાઉંડર જેકબા તેમના જોબમાં સાવ નિષ્ફળ ગયા હતા. જરાય નિરાશ થયા વગર તેમણે પોતાની ઓનલાઈન સેવાઓ ચાલુ કરી, અને આજે તેમની અલીબાબા કરોડો ડોલરોનો વેપાર કરે છે. તેઓ કરોડો ડોલરના માલિક છે. જગતના ધનપતિઓમાં તેમની ગણના થાય છે.

હેરી પોર્ટરના લેખક જે. કે. રોલિંગ પોતાની ચોપડીઓ લઈ બહુજ જગ્યાએ ફર્યા, પણ તેમની ચોપડી કોઈ છાપવા તૈયાર થતું જ નહીં, જરા પણ હાર માન્યા વગર તેમણે પ્રયત્નો ચાલુ રાખ્યા, અંતે સફળ થયા તો એવા થયા કે, આજે તેમના નામના સિક્કાઓ પડે છે.

આવા તો અનેક દાખલાઓ જોવા મળે છે, જે નિષ્ફળ ગયા છતાં ઝઝૂમતા જ રહ્યા અને જરાય ગીવ અપ કર્યા વગર સફળતાની ટોચે પહોંચી ગયા.

નિષ્ફળતાથી જ આપણને આપણી ભૂલો જાણવા, શીખવા અને સુધારવા મળે છે. તેનાથી ડરી જઈ તે કામ જ છોડી દઈએ, તો આપણો સફળતાનો, પ્રગતિનો, માર્ગ જ બંધ થઈ જશે. આમ જે શીખવા મળે છે, તે નિષ્ફળ થયા વગર ક્યારે પણ શીખાત જ નહીં, સાચા સગાંઓ, મિત્રો વિગેરેની જાણ એક વખત નિષ્ફળ થવાથી જ થાય છે. તે તમને સહારો, સધિયારો આપી ફરી પાછા જંગ માટે તૈયાર કરી દે છે.

આ ડરથી છૂટકારો કઈ રીતે?

કોઈ પણ કામ કરોતો ભૂલ તો થવાની જ છે. કામ ના કરે તેની જ ભૂલ ના થાય, એટલે તેનાથી ગભરાવાની કે ન કરવાને બદલે, મક્કમતાથી સામનો કરવાથી આપણને નવીન સુખરૂપ જિંદગીનો અનુભવ થાય છે. છતા પણ આ ડર દૂર કરવા માટે.

૧. આગળ શું પરિણામ આવશે તેની મનમાં ગણત્રી કરી, મનમાં આ ગણત્રી મુજબ જીત જ થશે તેવું ધારી મક્કમતાથી આગળ વધો.

૨. હકારાત્મક વિચારો, આ કામમાં જીત થશે જ ની ગણત્રીથી આગળ વધો, ભલે ફરીથી હાર થાય. મહમ્મદ ઘોરી ૧૬ વખત ભારત પર હુમલો કરી પૃથ્વીરાજ ચૌહાણના હાથે હારીને પરત ગયો. પણ તેને જીતવું જ હતું. તેણે હાર ના માની, અને ૧૭મી વખત જયચંદ સાથે મળી હુમલો કર્યો અને જીતી ગયો.

૩. ખરાબમાં ખરાબ શું થશે તે મનમાં વિચારી તે પ્રમાણે રણનીતિ ગોઠવો. ખરેખર એટલું ખરાબ પરિણામ ના પણ આવે,જે તમે ધાર્યું હોય.

૪. તમે જે રસ્તે નિષ્ફળ જતાં હો, તે વારંવાર રિપીટ કરવાને બદલે બીજો રૂટ શોધવા કોશિશ કરો. યુરોપના દેશોમાથી ભારત આવવાનો જમીનમાર્ગ બંધ થતાં યુરોપના દેશોમાંથી ભારત સુધી આવવા ફ્રાંસ, ઈટાલી, સ્પેઈન વિગેરે દેશોના અનેક વહાણવટુઓ નીકળી પડ્યા. અનાયાસે કોલંબસે નવો જ ખડ અમેરિકા શોધી કાઢ્યો. અને વાસકો-દ-ગામા એ ભારત આવવાનો દરિયાઈ માર્ગ શોધી કાઢ્યો.

આમ દર વખતે એક સરખી ટ્રાયલ મારવાને બદલે રસ્તા બદલવાથી પણ સફળ થઈ જવાય છે.

નન્હીં ચીંટી દાના લેકે ચલતી હૈ, દીવાલો પર સે સૌ બાર ફિસલતી હે, ચઢકર ગિરના, ગિરકર ચઢના, આખિર ઉનકી મહેનત બેકાર નહીં હોતી.

મહેનત કરનેવાલોકી કભી હાર નહીં હોતી.”

આ ડર દૂર કરી જીવો.

૧. નિષ્ફળતાનાં ડરને લીધે તમે મનમાં ગોલ નક્કી કરી શકતા જ નથી. ગોલ વગર જીવનમાં સફળ થવું મુશ્કેલ છે.

૨. મનમાં સફળતા પછીની ઉત્તમ જીવનની કલ્પના કરો. તે તમને મનમાં આશાનો સંચાર કરી આગળ વધારશે. કેટલાક લોકોમાં અસફળ થયા પછી નકારાત્મક વિચારો જ આવે છે. હવે મારું શું થશે?

ઘણા કારણોથી ડર બેસી જાય છે, આ આપણામાંની ઇચ્છા છે કે, સફળતા વિચારવી કે નિષ્ફળતા, ડરવાનું વિચારવાનું કે ના ડરવાનું. ધીમેધીમે નાના લક્ષ્ય જેમાં સફળ થવાય તે પસંદ કરી, સફળ થતાં જઈ, મનમાંથી ડર કાઢતા જાવ. એક વખત રડવું આવે તો રડી લો. મન હલકું કરી લો. હકીકત સ્વીકારી સામનો કરો. નિષ્ફળતાની જડ સુધી જતા રહો, તે ભૂલ શોધી હિમ્મતપૂર્વક સામનો કરો.

તેમાંથી જ શીખો, અને વિકાસ કરતાં જાવ. પરિણામની પરવા જ ના કરો. તમે તમારા શોખ માટે, ગમતું કરવા માટે તે કામ કરો છો, તેમ વિચારી આગળ વધી જાવ. સફળ ચોક્કસ થવાશે જ.

ડૂબકીયા સિંધુમેં ગોતાખોર લગાતા હૈ, જા જા કર ખાલી હાથ લૌટ આતા હૈ, મોતી મિલતે નહીં સહજ હી ગહેરે પાનીમેં, મુઠ્ઠી ઉસકી હર બાર ખાલી નહીં હોતી. મહેનત કરનેવાલોકી કભી હાર નહીં હોતી.” 

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance

Tags :

#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો