સુખનું સરનામું શોધો છો ?
આજની મોબાઈલ, વ્હોટ્સએપ, ઈન્ટરનેટ, ફેસબુકથી ભરેલી દોડધામભરી જિંદગીમાં
તમામ માણસો દોડી રહ્યા છે. સુખની શોધમાં દોડતાં દોડતાં પડે છે, અથડાય છે, રખડે છે, ભટકાય છે, પણ સુખનું સરનામું ક્યાંય મળતું નથી.
ચિક્કાર પૈસાદાર માનવી કે જેની પાસે ગાડી છે, બંગલો છે, બેંક બેલેન્સ છે, સુંદર પત્ની છે, કમાતાં સેટલ થયેલાં બાળકો છે, પરદેશ જવા આવવાની સગવડ છે, તેને હજુ વધારે પૈસાદાર થવું છે. મારી
પાસે બે -બંગલા ક્યારે થશે,
ફરારી લક્ઝરી ગાડી ક્યારે આવશે, દુબઈ તો જઈ આવ્યો, હવે અમેરિકા ફરવા ક્યારે જઈશ, એમ વિચારી તે દુ:ખી થઈ જાય છે, અને બોલી ઊઠે છે, સુખનું સરનામું શું છે ?મુકેશભાઈને દેખાવે સુંદર, રૂપાળી, સેવાભાવી, પરગજુ, સુંદરી ? * જેવી પત્ની છે, પણ બાજુવાળાની જરાક વધારે દેખાવડી
પત્ની જોઈને, * વિચારે છે, આ મારી પત્ની હોય તો કેટલું સારું? અને તે દુઃખી થઈગ્રો ** જાય છે, તેથી નીકળી પડે છે, પેલાની પત્નીને પોતાની કરવા, સુખી? થવા, બોલો આને સુખનું સરનામું મળી જશે ?
સુખ એક અનુભૂતિ છે, જે જોઈ શકાય નહીં, ફક્ત અનુભવી શકાય. છે. સુખને આપણે
ખોટી રીતે સંપત્તિ, સત્તા, પૈસા, અને સાધનો સાથે [જોડી દીધું છે. તેને
પામવા મન અશાંત થઈ જાય, ઉદ્વેગ અનુભવે તો સુખ ક્યાંથી મળે ?
આ દુનિયામાં દરેક માણસને સુખી થવું છે, તેને પામવા જિંદગીમાં રાહ જોઈને એક પછી
એક દુઃખ સહન કરતો જાય છે,
છેવટે થાકી જઈને વિચારે ત્યારે ખબર પડે
છે, કે હજુ સુધી સાચું સુખ કેમ મળતું નથી ? સુખનું સરનામું શું છે ?
સુખદુઃખ એ કોઈ ભૌતિક કે શારીરિક સ્થિતિ નથી, એ માનસિક સ્થિતિ છે.
મહાન ફિલસુફ એરિસ્ટોટલે ચોખ્ખું કહ્યું છે કે “હેપીનેસ ડિપેન્ડસ ગ્ર અપોન અવરસેલ્સ.” Happiness depends upon ourselves એટલે કે સાચું સુખ આપણા પોતાના મનમાં જ
રહેલું છે.
કોઈપણ સ્થિતિમાં સુખી થવું કે દુઃખી થવું તે
આપણાં હાથમાં છે. કોઈ આપણને સુખ આપતું નથી કે દુ:ખ દેતું નથી. આ બધી આપણાવે મનની
માયાજાળ છે. મન કે ચિત્ત અશાંત, ઉદ્વેગમય
બનેલ હોય ત્યારે દુઃખ જ મળે છે. એટલે એમ કહી શકાય કે આપણા સુખ અને દુઃખનું કારણ
આપણે પોતે જ, આપણું મન જ છે.
નાનપણમાં વાંચેલી એક સુંદર વાત યાદ આવે છે. એક
પરાક્રમી રાજા આગળ અગણ્ય સંપત્તિ, સત્તા
અને અસંખ્ય સુંદર રાણીઓ હતી, છતાં
તેનું મન સદાય અજંપામાં રહેતું, જાણે
હજુ કાંઈ ઓછું હતું, ખૂટતું 4 લાગતું અને તે દુ:ખી થઈ જતો.તેણે તેના તમામ માણસોને હુકમ કર્યો ‘“જાવ, આ દુનિયાના સૌથી સુખી માણસને શોધી લાવો, અને તેના બૂટ લઈ આવો.”
તેના માણસો આખા પ્રદેશમાં ફરી વળ્યા પણ સહુ
કોઈને કાંઈકને કાંઈક દુઃખ તો હતું જ, કોઈના સગાં મરી ગયા હતા, કોઈ પાસે રહેવા મકાન ન હતું, તો વળી કોઈને શરીરની પીડા હતી. રાજાના માણસો નિરાશ થઈ પરત ફરી રહ્યા
હતા. ત્યાં નિર્જન જગ્યામાં એક સૂફી સંત જેવા માણસને આનંદથી બેઠેલો જોયો. ચહેરા પર
અપાર શાંતિ, કોઈ 'દુઃખ નહીં, પોતાના નિજાનંદમાં મસ્ત. સેનાપતિએ તેને
પૂછ્યું “તમને [કોઈ દુઃખ નથી ?” પેલાને નવાઈ લાગી. “દુ:ખ એટલે શું ? મને તો હજુ સુધી ખબર જ નથી.” બધા ખુશ થઈ ગયા.
“અરે વાહ ! સુખી માણસ મળી ગયો, પણ આ શું ? તેના પગમાં. તો બૂટ કે ચંપલ કાંઈ જ
નહોતું.
“હેં! હું ખોટો વધારે ને વધારે પામવા, સુખ મેળવવા દુઃખી થતો દુ રહ્યો.” પોતાના નિજાનંદમાં મસ્ત રહેનાર માણસ જ સુખી છે, એ વાત ફ રાજાના ધ્યાન પર આવતા જ તેણે
સુખની શોધ છોડી દીધી.
મહિને સાત હજાર રૂપિયા કમાનાર મનથી સંતોષી હોય
તો સુખી છે, અને મહિને લાખ કમાનારને પણ વધુ કમાવાની
મહત્વકાંક્ષા, લાલચ * અને મનમાં ઉશ્કેરાટ રહેતા હોય
તો તે સુખી નથી, પણ સદાય દુઃખમાં. * રહે છે, સાચું સુખ તો માણસના મનમાં જ પડેલું
છે.
પોતાના જ નિજાનંદમાં મસ્ત રહેનાર, અલગારી સંતોષી માણસને દુ સુખનું
સરનામું શોધવાની જરૂર લાગે છે ખરી ?
------------------------------x--------------------------------x---------------------------------x-------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો