મંગળવાર, 10 માર્ચ, 2026

ચિંતામાં ઊંઘ આવે ક્યાંથી? વળી ઊંઘ ના આવે તો પણ ચિંતા

 

ચિંતામાં ઊંઘ આવે ક્યાંથી?

વળી ઊંઘ ના આવે તો પણ ચિંતા


-----------------------------------------------------------------------------------------------------------------------------

આ શીર્ષક વાંચીને નવાઈ લાગે તેવું છે પણ છે વાસ્તવિકતા. આ એક ગોળ ફરતી સાઇકલ છે જે એકબીજા પર આધારિત છે. માણસના મનમાં જયારે ચિંતા ઘર કરી જાય ત્યારે તેના વિચારોમાં જ ઊંઘ ઊડી જાય છે. મગજમાંથી જ્યારે તમામ વિચારોનો પ્રવાહ બંધ થાય છે, તેના કોષો શિથિલ થવા લાગે અને શરીરમાં પણ થાક વર્તાય ત્યારે આપોઆપ ઊંઘ આવી જાય છે. પણ મનમાં કોઈ ચિંતાનો વિચાર સતત આવ્યા જ કરે કે ભવિષ્યમાં હું શું કરીશ, શું જવાબ આપીશ, મારું શું થશે; આવા વિચારો જ ઊંઘ ઉડાડી દે છે.

કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, કે બનાવ પોતે ઊંઘ ન આવવા માટે જવાબદાર નથી પણ તેને લીધે મારે શું કરવું, તેના વિચારો જ ઊંઘ આવવા દેતા નથી.

સુરતના વેપારી ભરતભાઈએ તેના વિશ્વાસુ માણસ રઘુને બે કરોડનો હીરો મુંબઈના વેપારીને ડિલિવરી કરવા સાંજે આપ્યો. રાત્રે ઊંઘમાં અને કામના ભારથી રઘુથી એ હીરો ક્યાંક મુકાઈ ગયો. તેણે બહુ જ શોધ કરી, યાદ કરવા પ્રયત્ન કયી, પણ યાદ આવે જ નહીંને ! મોડી રાત સુધી તેને ઊંઘ ના આવી કાલે હું શેઠને શું જવાબ આપીશ?” રાત્રે બે વાગે તેને યાદ આવ્યું કે હીરો તો મેં સાચવીને બેગના ખાનામાં મૂકેલો છે. ઊઠીને તેણે ચેક કર્યું ને મગજને શાંતિ થતાં તેને સરસ ઊંઘ આવી ગઈ.

ઓફિસમાં અરુણને બોસે મામૂલી ભૂલ બદલ ધમકાવી નાખ્યો. તેણે પણ સામે દલીલો કરી. રાત્રે ચિંતામાં આખી રાત તેને ઊંઘ ના આવી, “બોસ મને કાઢી મૂકશે તો ?" બીજા દિવસે બોસે જ તેને બોલાવીને ભૂલ ના થાય તે માટે સમજાવ્યો. તેના મગજમાંથી ડર નીકળી જતાં તેને રાત્રે સરસ ઊંઘ આવી ગઈ.

આમ ભવિષ્યમાં શું કરવું, મારું શું થશે, વગેરેની ચિંતા જ ઊંઘ આવવા દેતી નથી. આખી રાત પડખાં ઘસ્યાં કરો પણ જાણે કે મગજમાંથી ઊંઘ ગાયબ જ થઈ જાય છે. આવે વખતે કરવું શું? મોડી રાત્રે પાછી ઊંઘ ના આવવાની ચિંતા તમને વધારે બેચેન કરી દે છે.

ગાઢ નિંદ્રામાં જતા રહેવાથી જાગૃત મન શાંત થઈ શિથિલ થઈ જાય છે પણ અજાગૃત મન ક્રિયાશીલ હોય છે. જે બાબતની ચિંતા ઊંઘતી વખતે કરી હોય છે તે જ બાબત અજાગૃત મન સ્વપ્રરૂપે પ્રગટ કરે છે. તે જ વ્યક્તિ કે વસ્તુને બદલે તેનું પ્રતીક સપનામાં દેખાય છે અને અજાગૃત મન તેમાં બદલો વાળતું દેખાય છે. જો દિવસ દરમ્યાન બોસે તમને બહુ જ ખખડાવી નાખ્યા હોય, તે રાત્રે તમે તેના વિચારો અને ચિંતા કરતાં સૂઈ ગયા હો, તો સ્વપ્રમાં તમે કોઈ કૂતરાને કે બીજા પ્રાણીને લાકડીથી ફટકારો છો. અચાનક આંખ ઊઘડી જતા તમે વિચારો છો, આ કૂતરાને હું કેમ આટલો બધો ફટકારતો હતો? પણ તે તમારા બોસનું પ્રતીક છે, જેને અજાગ્રત મન મારીને બદલો લઈ રહ્યું છે.

દિવસ દરમ્યાન તમને ગમતી છોકરી તમને દાદ નથી આપતી અને તમારી મજાક ઉડાવે છે તેની ચિંતામાં તમને ઊંઘ આવતી નથી.પણ ગાઢ નિદ્રામાં, સ્વપ્રમાં તમે તાળામાં ચાવી નાખી હલાવી રહ્યા છો. આ તમારા અજાગૃત મનનું ચિનામાં ઊંપ આવે કપમાંથી ! વળી ઊંઘ ના આવે તીથે વિતા જાતિષ સંતોષ મેળવવાનું પ્રતીક છે જે ઊષમાં સ્વમરૂપે પ્રગટ થાય છે. મોટા ભાગના સ્વત્ર સવારે યાદ રહેતા નથી, પણ રાત્રે ઊંઘ ઊડી જાય તો કુંપળું વાદ આવે છે, જે તમારી ચિંતાનો અણસાર છે.

ઊંઘ એટલે અજાગૃત અવસ્થા જેને ભાહ્ય ઉત્તેજનાથી જગાડી શકાય. જ્યારે શ્રેભાન અવસ્થામાં ગમે તેટલી ઉત્તેજનાઓથી પણ માણસને જગાડી શકતા નથી. આખા દિવસમાં માણસને કુલ ૮ થી ૯ કલાકની ઊંઘ પૂરતી છે. નાના બાળકોને ૧૦ થી ૧૨ કલાક અને સાવ નાનાં નવજાત શિશુને તો ૧૨ થી ૧૪ કલાક ઊંઘવા જોઈએ છે. તેથી જો નાનાં બાળકો વધારે ઊંઘ તો ચિંતા કરવા જેવું નથી..

જેમ ઉંમર વધતી જાય તેમ ઊંઘ ઓછી થતી જાય છે. કેટલાંક ઓછામાં ઓછી ૮ થી ૯ કલાક ઊંઘ તો જોઈએ છે તો વળી કેટલાંકને ૪ થી ૫ કલાક ઊંઘ બહુ થઈ પડે છે. વધારે કે ઓછા કલાક, તેનાથી શરીરની સ્ફૂર્તિ કે આરામમાં કશો જ ફરક પડતો નથી. આપણા અગાઉના વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી ફક્ત ૪ થી પ કલાક જ ઊપે છે પણ તેમને માટે પૂરતી છે. કદાચ આખો દેશ ચલાવવાની અજ્ઞાત ચિંતા તેમની ઊંઘ ઘટાડી દેતી હશે.

ઊંઘ દરમ્યાન મગજના કોપો અને શરીરના કોષોનું સમારકામ થઈ તરોતાજા થઈ જાય છે અને માણસ બીજા દિવસે કામ કરવા તૈયાર થઈ જાય છે. ઊંઘ દરમ્યાન પેશાબ બનવાનું ઘટે છે અને મગજના કોષોને આરામ મળતા યાદશક્તિ અને ગ્રોથ હોર્મોનનું પ્રમાણ વધે છે. કેટલીક વખત આપણને લાગે છે કે આખી રાત ઊંઘ જ ના આવી પણ તેવું બનતું નથી. આપણે આખી રાત પડખાં ફેરવતાં રહીએ છીએ પણ અજાણતા જ આપણી આંખ મિચાઈ જાય છે. રાત્રે સૂતી વખતે ઉત્તેજક પીણાં કે મૂવી જોયું હોય તો પણ આવું બની શકે છે. 


વધારે પડતો ઉન્માદ, ઉત્તેજના કે આવેગ પણ અનિદ્રા માટે જવાબદાર છે.

ઊંઘ ના આવી તેની ચિંતા કરવી એ વધારે તકલીફ કરે છે. શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ડો. નાથનીએલ ક્લાઈટમેને ઊંઘ ઉપર સૌથી વધારે સંશોધનો અને પ્રયોગો કરેલા છે. તેમના કહેવા મુજબ હજુ સુધી કોઈ પણ મોત, ઊંઘ ના આવવાથી થયેલું જાણ્યું નથી. કદાચ ઊંઘ ના આવી તેની ચિંતામાં એટેક આવવાથી કે પછી કોઈ ચેપ લાગવાથી મોત થાય પણ તેનું કારણ ઊંઘ ના આવવી ન ગણી શકાય.

આપણામાં કહેવત છે કે ભૂખ ના જુએ ભાખરી, અને ઊંઘ ના જુએ ઓટલો' તે તદ્દન સાચી છે. જો સખત ઊંઘ આવતી હોય તો ગાદલાંની તો શું શેતરંજીની પણ જરૂર નથી. સૂઈ ગયા પછી, ઊંઘ માટે ફક્ત એક ઓટલો જ પૂરતો છે. સખત મજૂરી કરનાર મજૂર એટલો થાકી જાય છે કે રાત્રે આપોઆપ જ સૂઈ જાય છે.એટલે અનિદ્રાના દરદીએ દિવસ દરમ્યાન એટલું બધું કામ કે કસરતો કરવી જોઈએ કે જેથી શરીર થાકી જાય. બપોરની ઊંઘ છોડી દો. સાંજે પણ પુષ્કળ કામ કરીને સાવ થાકી જાઓ અને રાત્રે હલકું ભોજન લો.

સંપૂર્ણ થાકી ગયેલો માણસ ગમે તેવી ચિંતા, આતંક કે ડર હોય તો પણ ઊંઘી જ જાય છે. ખોરાક કે પાણી વગર થોડા દિવસ ચાલે છે પણ ઊંઘ તો કુદરત આપમેળે લાવી જ દે છે. તેને માટે કોઈ ગાદલાં કે પાથરણાની જરૂર નથી, યુદ્ધમાં સૈનિકો જ્યારે સતત જાગીને થાકી જાય પછી ગમે તેવી જમીનમાં સૂઈ જાય છે.

ઊંઘ ના જ આવે તો સારું પુસ્તક લઈ વાંચવા બેસી જાઓ, ઊંઘ આવી જાય ત્યાં સુધી વાંચતા રહો. ઊંઘ ના આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હજુ સુધી અનિદ્રાથી કોઈ મર્યુ નથી. ચિંતા અને ડર છોડી પ્રભુસ્મરણ કરતાં ગીતાના શ્લોકનું સ્મરણ કરતા જાઓ. જે થશે, તે સારું જ થશે, જે થઈ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે તેવો મનમાં ભાવ લાવી દો. શરીર અને મન ઢીલું પાડી દો. જો આવડે તો શવાસન કરો. દિવસ દરમ્યાન શરીરને સાવ થકવી નાખે તેવી કસરતો કે કામ કરો પછી જુઓ, ઊંઘ આવી જ જશે. ઊંઘ માટે ગોળીઓની ટેવ પાડવા જેવી નથી પણ કોઈક દિવસ લેવામાં વાંધો પણ નથી.

લાસ્ટ સ્ટ્રોક : હાસ્યલેખક શ્રી જયોતીન્દ્ર દવેએ તેમના ઊંઘ વિષયક

લેખમાં સાચું જ કહ્યું છે, ઊંઘનું પણ પ્રારબ્ધ જેવું જ છે, “અરે, આ ઊંઘ તો છે ઘેલી, રહે છે દૂર માગે તો, ના માગે દોડતી આવે, ના વિશ્વાસે કદી રહેજે." માટે ઊંઘની ચિંતા કરવા જેવું જ નથી, એ તો આપમેળે આવી જશે એમ સમજી પથારીમાં સૂઈ જાઓ.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો