મંગળવાર, 14 એપ્રિલ, 2026

ગુસ્સો આવતો નથી, કરવામાં આવે છે

 

ગુસ્સો આવતો નથી, કરવામાં આવે છે

-----------------------------------------------------------------------------------------------------------------------------

ગુસ્સો અને ક્રોધ મનના આવેગો છે, એ વાત સાચી, પણ એ કુદરતી આવેગો જેવા નથી. જેમકે મૂત્રત્યાગ કે મળત્યાગનો આવેગ આવે એટલે જવું જ પડે, તેમાં ચાલેજ નહીં. પણ ગુસ્સો કરવામાં મનના બે કાટલાં છે. તે તમે બધાંએ અનુભવ્યું હશે, કે મન પહેલાં વિચારે છે, આની ઉપર ગુસ્સો કરી શકાય તેમ છે કે નહીં, ગુસ્સો કરીએ તો કોઈ વાંધો નહી આવે, કે કોઈ નુકશાન નહીં થાય. પછી જ મન ગુસ્સો કરવા લાગે છે. તમે હંમેશાં તમારાથી નાના, ઉતરતા, તમારો હુકમ માનનારા કે તમારું માન રાખનારા ઉપર જ ગુસ્સો ઉતારો છો. તમે કદી તમારા બોસને, તમારા પ્રિન્સીપાલને, ગુરુને, કે પછી શેઠને મોટેથી ગુસ્સો કરી રાડારાડી કરી વાતચીત કરી છે? તેમને કદી ક્રોધ કરેલ છે ? જવાબ છે, ના. કેમકે મનને ખબર છે કે આમની સાથે ગુસ્સો કરાય નહીં, નહિ તો આપણને જ નુકસાન થશે.






આમ ગુસ્સો સંપૂર્ણપણે આપણાં મનમાંથી ઉદભવતો આવેગ છે, તેને ખબર છે કે કોની સામે ગુસ્સો કરવો જોઈએ, અને કોની સામે નહીં. એનો અર્થ એ છે, કે આપણે ધારીએ ત્યારે ગુસ્સા અને ક્રોધ ઉપર કાબૂ મેળવી શકીએ છીએ.

બોસ તમને વારંવાર ટોકતા હોય, પગાર કાપતા હોય, કે પછી ગુસ્સો કરતા હોય ત્યારે શરૂઆતમા આપણે સાંભળી લઈએ છીએ., હા, સાહેબ. જી સાહેબ કરીએ છીએ. પણ પછીથી કંટાળીને મન જ્યારે નક્કી કરી નાખે છે. કે, “આ નોકરી જાય ભાડમાં.' ત્યારે મન તેજ બોસ કે શેઠ સામે બળવો પોકારે છે, અને આપણે બોસ કે શેઠ સામે ગુસ્સો કરી, રાડારાડી કરી નોકરી છોડી નીકળી જઈએ છીએ.

આપણાં મનમાં આ બાબત અજાણપણે ફીડ થયેલી હોય છે. નાનપણમાં કડક પપ્પા શિસ્ત પાલનમાં માનતા હોય, અને અમુક બાબતો પર ગુસ્સો કરે, વાંચવા બેસાડે, કે ખોટા ખર્ચા કરતાં અટકાવે, અને જો બાળક ના માને તો ગુસ્સો કરીને ધમકાવી નાખે છે. કોઈ વખત તો મારી પણ બેસે છે. આ વખતે બાળક નાનું હોય છે, ઘર ચલાવવાની અને પૈસા વાપરવા આપવાની સત્તા પપ્પાની હોય છે. એટલે બાળક સમસમીને મનમાં ગુસ્સો કરીને રહી જાય છે, પણ પપ્પા સામે ગુસ્સો કરી શકતું નથી.

એજ બાળક મોટું થતાં, કમાતો થતાં સત્તા બદલાય છે. પિતા વૃધ્ધ થઈ ગયા હોય છે. નિવૃતિમાં કઈ કમાતા હોતા નથી, ત્યારે એજ સમસમીને રાખેલો ગુસ્સો બહાર આવે છે, અને પિતાને તેનોજ દીકરો વાતે વાતે ખખડાવે છે, ગુસ્સો કરે છે.

આને માટે એક સરસ ઉદાહરણ યાદ આવે છે, જે વાર્તાનું નામ છે. બાપા કાગડો.નાનપણમાં બાપા બેટાને બાગમાં ફરવા લઈ જાય છે. ત્યાં કાગડો જોઈ બેટો ખુશ થઈ જાય છે, અને બોલે છે,” બાપા કાગડો.'બાપા જવાબ આપે છે, “હા, બેટા, કાગડો. બે મિનિટ પછી વળી બેટો કહે છે, “બાપા કાગડોબાપા ફરી એ જ જવાબ આપે છે. ફરી બેટો એજ પૂછે છે, અને બાપા થાક્યા વગર દરેક વખતે જવાબ આપે જ જાય છે. આમ કુલ પંદર વખત બાપા એજ જવાબ આપે છે.

આપણાં પૂજ્ય ગુરુજીઓ, મહારાજ સાહેબો, મહાત્માઓ, વિગેરે એ પોતાના મનને કાબૂ કરી ગુસ્સો અને ક્રોધને કંટ્રોલ કરી દીધા હોય છે, એટલે જ ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ તેઓ શાંત અને સમતામાં જ રહેતા હોય છે.

વર્ષો પછી પિતા વૃધ્ધ થાય છે. નિવૃત છે, લાચાર છે. સત્તા પરિવર્તન થઈ ગયું છે. દીકરો જુવાન થઈ ગયો છે, વૃધ્ધ બહાર જતાં દીકરાને પૂછે છે, “બેટા, ક્યાં જઈએ છીએ.? “ દીકરો ગરમ થઈને જવાબ આપે છે, 'વૃધ્ધાશ્રમ જોવા, “પિતાને સંભળાતું નથી, એટલે ફરી પૂછે છે, દીકરો ગુસ્સે થઈ જાય છે, “ ડોસા, સંભળાતું નથી, વૃધ્ધાશ્રમ જોવા જઈએ છીએ.?' બાપાની આંખોમાં આંસુ આવી જાય છે. તે વિચારમાં ચડી જાય છે, મેં બેટાને પંદર વખત એકના એક સવાલનો જવાબ આપેલ છે. અને દીકરો મને પહેલી વખત પૂછતા જ તરછોડે છે ? તે દીકરાને રડતાં ચહેરે આ વાત કરે છે, તો દીકરો ઔર બગડે છે, અને રાડારાડી પાડતાં કહે છે, “શાંતિ રાખોને, કઈ સમજ તો પડતી નથી." આ જ છે મનમાં રહેલા ગુસ્સા ને બહાર આવવાનો પ્રભાવ.

એજ બાપદીકરો બહાર ચાલતા હોય છે, અને દીકરાના સાહેબ રસ્તામાં મળે છે, સાહેબ પૂછે છે, “પિતાજીને લઈને ક્યાં નીકળ્યા ?' અને બેટો વિચારમાં પડી જાય છે, અને કહે, “જી સર, એતો પિતાજીને ચેકઅપ માટે લઈ જાઉં છુ." "બહુ સરસ.સાહેબ ખુશ થઈ ગયા. બાપા જોતા જ રહી ગયા. જોયું મનની જવાબ આપવાની અને ગુસ્સો વ્યક્ત કરવાની ડબલ નીતિ. દીકરાના આજ મને બોસ આગળ સારી છાપ જમાવવા ખોટું બોલવા અને નમ્ર બનવા મજબૂર કરી દીધો.

આમ આપણું મન જ ગુસ્સાને વ્યક્ત કરે છે, વધારે છે, બદલે છે, અને નક્કી કરે છે, કે ક્યારે કોની ઉપર કેટલો ગુસ્સો કરવો, અને ના કરવો. પણ, યાદ રાખો, શિસ્તપાલન માટે, અનુશાશનના પ્રભાવશાળી અમલ માટે, ચરિત્ર પાલન માટે, નૈતિકતાનું પાલન કરવા માટે થોડો અને માપસરનો ગુસ્સો અમૂક સંજોગોમાં જરૂરી છે, ઉપયોગી છે.

આપણાં પૂજ્ય ગુરુજીઓ, મહારાજ સાહેબો, મહાત્માઓ, વિગેરે એ પોતાના મનને કાબૂ કરી ગુસ્સો અને ક્રોધને કંટ્રોલ કરી દીધા હોય છે, એટલે જ ગમે તેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ તેઓ શાંત અને સમતામાં જ રહેતા હોય છે.\

વર્ષો પછી પિતા વૃધ્ધ થાય છે. નિવૃત છે, લાચાર છે. સત્તા પરિવર્તન થઈ ગયું છે. દીકરો જુવાન થઈ ગયો છે, વૃધ્ધ બહાર જતાં દીકરાને પૂછે છે, “બેટા, ક્યાં જઈએ છીએ.? “ દીકરો ગરમ થઈને જવાબ આપે છે, ‘‘વૃધ્ધાશ્રમ જોવા, “પિતાને સંભળાતું નથી, એટલે ફરી પૂછે છે, દીકરો ગુસ્સે થઈ જાય છે, “ડોસા, સંભળાતું નથી, વૃધ્ધાશ્રમ જોવા જઈએ છીએ.?' બાપાની આંખોમાં આંસુ આવી જાય છે. તે વિચારમાં ચડી જાય છે, મેં બેટાને પંદર વખત એકના એક સવાલનો જવાબ આપેલ છે. અને દીકરો મને પહેલી વખત પૂછતા જ તરછોડે છે ? તે દીકરાને રડતાં ચહેરે આ વાત કરે છે, તો દીકરો ઓર બગડે છે, અને રાડારાડી પાડતાં કહે છે, “શાંતિ રાખોને, કઈ સમજ તો પડતી નથી.આ જ છે મનમાં રહેલા ગુસ્સા ને બહાર આવવાનો પ્રભાવ.

એજ બાપદીકરો બહાર ચાલતા હોય છે, અને દીકરાના સાહેબ રસ્તામાં મળે છે, સાહેબ પૂછે છે, ''પિતાજીને લઈને ક્યાં નીકળ્યા ?'' અને બેટો વિચારમાં પડી જાય છે, અને કહે, “જી સર, એતો પિતાજીને ચેકઅપ માટે લઈ જાઉં છુ.” “બહુ સરસ.સાહેબ ખુશ થઈ ગયા. બાપા જોતા જ રહી ગયા. જોયું મનની જવાબ આપવાની અને ગુસ્સો વ્યક્ત કરવાની ડબલ નીતિ. દીકરાના આજ મને બોસ આગળ સારી છાપ જમાવવા ખોટું બોલવા અને નમ્ર બનવા મજબૂર કરી દીધો.


આમ આપણું મન જ ગુસ્સાને વ્યક્ત કરે છે, વધારે છે, બદલે છે, અને નક્કી કરે છે, કે ક્યારે કોની ઉપર કેટલો ગુસ્સો કરવો, અને ના કરવો. પણ, યાદ રાખો, શિસ્તપાલન માટે, અનુશાશનના પ્રભાવશાળી અમલ માટે, ચરિત્ર પાલન માટે, નૈતિકતાનું પાલન કરવા માટે થોડો અને માપસરનો ગુસ્સો અમૂક સંજોગોમાં જરૂરી છે, ઉપયોગી છે.



------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/


Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation

#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો