રવિવાર, 18 જાન્યુઆરી, 2026

સુખ અને જીવનના ત્રણ તબક્કા

 

સુખ અને જીવનના ત્રણ તબક્કા


બધાંને જીવનમાં સુખી થવું છે, તેથી બધાં જ સુખ મેળવવા દોડાદોડ કરે છે. કોઈ પણ જગ્યાએ સુખી થવાની ટેકનિક દેખાડવાની હોય કે સુખી થવાનું પ્રવચન હોય તો માણસોની ભીડ જામે છે. દરેકને એમ થાય છે કે આપણને આમાંથી કોઈકને કાંઈક જાણવા કે શીખવા મળશે. કોઈને નોકરીમાં દુઃખ હોય છે, કોઈને સ્વજન મરી ગયાનો શોક તો કોઈને દુઃખાવાનું દુઃખ હોય છે, કોઈને લખપતિ થવાની હાય હાય તો કોઈને મોટી કારની ઘેલછા, કોઈને પરીક્ષામાં વધારે માર્ક ના આવ્યાનું દુ:ખ, આમ લગભગ બધા જ પોતાના દુ:ખના રોદણાં રડે છે અને સુખી થવા ફાંફાં મારે છે.

ખરેખર તો માનવીનું મન જ સુખ અને દુઃખની અનુભૂતિ કરે છે, કરાવે છે. ભગવાને આપેલી પાંચ ઈન્દ્રિયો આનંદની અનુભૂતિ જુદી જુદી રીતે સ્પર્શ, સાંભળવું, સ્વાદ, જોવું, સુગંષ દ્વારા કરાવે છે. માટે જ જે મનને જીતે છે તે જ સાચો સુખી છે.

જિંદગીના ત્રણ તબક્કા બાળપણ, જુવાની અને ઘડપણમાં જુદી જુદી રીતે સુખી થઈ શકાય છે. બાળપણમાં નિર્દોષ આનંદ કરો બાળકના મનમાં આમ પણ ચિંતા, ડર, ક્રોધ કે ઉદ્વેગ જેવી લાગણીઓ હોતી નથી. દુનિયાના ગુનાઓ ચોરી, લૂંટફાટ, બળાત્કાર વગેરેથી બાળક તદ્દન અજાવ્યું હોય છે, તેને તો બસ તેના નિર્દોષ આનંદમાં જ રસ હોય છે. તેમાં જ તેનું સુખ સમાવેલું છે. બાળક મોટું થતાં તેને ભણવાનું, યાદ રાખવાનું અને પરીક્ષામાં પાસ થઈ ને વધારે માર્ક લાવવાનું પરાણે થોપવામાં આવે છે. જો તેને ભણવામાં રસ ઉત્પન્ન કરી ઓતપ્રોત કરવામાં આવે તો તેને ભણવાનું, પરીક્ષાઓ વગેરેમાં બોજ લાગતો નથી. પણ અત્યારના આ સ્પર્ધાના જમાનામાં ટકા લાવો, ઔર ટકા નહીંતર એડમિશન નહી મળે. આ બોજ વિદ્યાર્થીને ચિંતિત અને દુઃખી બનાવી દે છે. તેથી જ હવે કેટલાક દેશોમાં ધીમે ધીમે માર્ક અને ટકાની સ્પર્ધાઓ દૂર કરી બાળકને રસના વિષયો માટે પ્રેરિત કરી બોજમુક્ત કરવામાં આવેલ છે. માટે જ બાળકની વિદ્યાર્થી અવસ્થામાં ભણતરને બોજરૂપ ના બનાવતા રસમય બનાવવામાં આવે તો બાળક સુખેથી પ્રગતિ કરે છે.

તરુણાવસ્થામાં યુવક અને યુવતીને જાતીય આવેગો ઉત્પન્ન થતાં આકર્ષણ અનુભવે છે, તેમાં જો ખોટા રસ્તે ચડી જાય તો મુશ્કેલી અને દુઃખ છે, પરંતુ મા બાપ દોસ્ત બની તેને સાચી દોરવણી આપી, તેમને પણ ગમતું કરવાની મર્યાદામાં છૂટ આપે તો કોઈ દુઃખદાયક બીના બનતી જ નથી.

યુવકો અને યુવતીઓને લગ્ન પછી સામાજિક જીવનમાં આર્થિક મુશ્કેલી, નોકરીની બબાલ, ઘર ચલાવવાની તકલીફ મોંઘવારી વગેરે અનેક પરિબળો સતાવી દુ:ખી કરે છે. પોતાની ચાદર પ્રમાણે પગ ફેલાવી સંતોષને જ સુખ માની જે કમાય છે. તે પૂરતું છે,' એવો આત્મસંતોષ વિકસાવી_ જો યુવાનો લગ્નજીવન અને કુટુંબજીવનનો આનંદ માણતાં રહે તો સુખી થો અઘરું નથી. શરૂઆતની જિંદગીથી જ ખર્ચ અને બચતના હિસાબ માંડી, બચન કરતાં રહેવાથી પાછળથી દુ:ખી થવાનો વારો આવતો જ નથી. પતિપત્નીય વાદવિવાદ, તકરાર, લગ્નજીવનમાં તિરાડ, કુટુંબના અન્ય સભ્યો સાથે તકરાર, આ બધી બાબતોને શાંતિથી ઉકેલી શકાય છે, જરૂર છે ધીરજ અને જતું કરવાની. તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તો જુવાની એ જિંદગીનો સર્વોત્તમ તબક્કો છે. તેમાં જિંદગી સુખોથી ભરેલી લાગે છે.

જિંદગીનો છેવટનો તબક્કો છે ઘડપણ, પચાસ કે સાઈઠ પછી માણસ આર્થિક ઉપાર્જનમાંથી નિવૃત્ત થઈ જાય પછી જ રસના શોખ વિકસાવવા જેવા છે, જેમ કે વાંચન, લેખન, ચિત્રકામ, સંગીત વિગેરે.

બાળકો જુદા થઈ ગયા હોય કે પરદેશ હોય તો એકાંત કે કંટાળો આવવા લાગે તે સ્વાભાવિક છે, જે અંતે માણસને દુઃખી બનાવે છે. પરંતુ શોખમાં અને શારીરિક કસરતો અને ફીટનેસમાં સમય વિતાવતા રહેવાથી આ દૂર થતાં અંતે સુખનો અનુભવ થાય છે. લોકો ઘડપણમાં શારીરિક તકલીફો અને પીડાથી ગભરાય છે, પણ હવે તો દરેક બીમારીના સુંદર ઈલાજ છે, પછી આ બીમારી મને થશે તો શું થશે, તેના ડરથી દુ:ખી થવાની જરૂર નથી.


જિંદગીનું એકમાત્ર સત્ય હોય તો તે મરણ છે, જે દરેક સજીવને વહેલું મોડું તો આવે જ છે, પછી તેનો ડર, આઘાત શા કામનો? બધી જ વ્યવસ્થા કરી મોતને પણ શાંતિથી, પ્રેમથી સ્વીકારનારા કયારેય દુઃખી થતા નથી. જેમ વૃદ્ધાવસ્થા વધતી જાય, તેમ આધ્યાત્મિકતા આવતી જાય છે, અને મનને ચંચળ ના બનાવતા પ્રાર્થના, મૌન, સામયિક, સેવા-પૂજામાં મગ્ન બનાવતાં પ્રભુમય થતાં મન સુખ અને આનંદનો અનુભવ કરવા લાગે છે.


સુખ એ આનંદ અને પ્રસન્નતાનો અનુપમ અનુભવ છે
, જે સુખી માણસ સારી લાગણીઓ દ્વારા જીવનના દરેક તબક્કે માણે છે. માણસે દરેક ક્ષણે સુખી થવું કે હોવું જરૂરી નથી. કોઈ વખત નિરાશા, આક્રોશયુકત કે ઉદ્વેગી થઈ જવાય તો નિરાશ થવાની જરૂર નથી. એ માનવસહજ વૃત્તિઓ છે, જે જીવનના દરેક તબક્કે ઓછાવત્તા પ્રમાણમાં ચાલ્યા જ કરે છે. દુઃખ પછી સુખ અને સુખ પછી દુ:ખનું ચક્ર દિવસ-રાતની જેમ ચાલ્યા જ કરે છે.




------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો