શક્યતાઓ
અને કલ્પનાઓની ચિંતા કર્યા કરીને ડરવાની જરૂર નથી
-----------------------------------------------------------------------------------------------------------------------------
માનવ શરીર કોઈ ગણિતના દાખલાની જેમ બે
અને બે ચારના હિસાબથી ચાલતું નથી. આધુનિક જમાનામાં અનેક સુંદર દવાઓ, સારવાર, ઓપરેશન ઉપલબ્ધ છે પણ દરેકની કોઈ ને કોઈ વિપરીત અસરો ક્યારેક, કોઈ દરદીમાં જોવા મળી શકે છે. તેને
જાણવાની જરૂર છે પણ તેનાથી ડરીને ચિંતા કરવાની કરવાની કે સારવાર ના જ કરાવવાની
જરૂર નથી. લગભગ અડધો કે એક ટકો જોવા મળતી આવી વિપરીત અસરો જાણી લેવાની અને તેને
સમજીને મગજમાં તેનો ખ્યાલ હોવો જોઈએ જેથી કદાચ જોવા મળે તો ખ્યાલ આવે. પણ આટલી
જવલ્લે જ જોવા મળતી વિપરીત અસરથી ડરીને કે તેની ચિંતા કરીને દવા ના કરાવવી કે
ઓપરેશન જ ના કરાવવું હિતમાં નથી. તેને માટે હિંમત તો કેળવવી જ પડશે.
વર્ષો અગાઉ પેનિસિલીન નામની અદભુત એન્ટીબાયોટીક
શોધાઈ હતી. તેનાં પરિણામો અમુક ચેપી રોગોમાં અદભુત હતા પણ તેની વિપરીત અસરોમાં
લાખે એક કેસમાં જીવલેણ અસર જોવા મળતી. કેટલાક લોકો આ સાંભળી ચિંતામાં તેનો લાભ
લેવાનું જ ટાળતા. પણ જો ડોક્ટર તેનો ટેસ્ટ ડોઝ આપીને, ચકાસીને પછી તે આપે તો અદભુત પરિણામો
જોવાં મળતાં. તેથી ચિંતા છોડીને હિંમત તો કરવી જ પડે.
અત્યારે પણ અનેક અદભુત પરિણામો આપતી
એન્ટીબાયોટીક દવાઓ અને બીજી સરસ દવાઓ ઉપલબ્ધ છે. તે દરેકમાં નજીવી ટકાવારીમાં સાઈડ
અસર તો હોય છે જ પણ તે સાંભળીને ચિંતામાં દવા ના લેવી તે મૂર્ખામી છે. સરેરાશ
કેટલા ટકામાં વિપરીત અસર જોવા મળી અને આપણામાં તે જોવા મળે તો ખરાબમાં ખરાબ શું થઇ
શકે અને તે કઈ રીતે મટી શકે તે જાણી દવા અને સારવાર ચાલુ રાખવામાં હોશિયારી છે, પરિણામ છે.
કોઈ પણ ઓપરેશન કરાવીએ ત્યારે બેભાન કરવાથી
(એનેસ્થેશિયા) ફરી ભાનમાં ના આવીએ તો શું થાય એવી ચિંતા કરીને ઓપરેશન કરાવીએ જ નહિ
કે ટાળ્યા જ કરીએ તો વધારે તકલીફ થઈ શકે છે.
સાવ સામાન્ય એપેન્ડિક્સનું ઓપરેશન હવે તો
લેપ્રોસ્કોપથી આસાન થઇ ગયું છે. પણ તેને માટે બેભાન કરવા માટે કે પછી બીજી કોઈ
રીતે તકલીફ થાય તો શું? આમ વિચારીને ઓપરેશનની ના જ પાડી દઈએ તો
અંતે તે ફાટવાથી આખા શરીરમાં પરુ ફેલાઈ જાય છે અને અંતે મોત આવે છે.
એક કે બે ટકા સરેરાશવાળી શક્યતાઓ હોય તેની
ચિંતા કર્યા કરીને દૂર ભાગવાનો કોઈ જ અર્થ નથી. ડોકટરો પણ કાયદાકીય દ્રષ્ટિથી બચવા
લાખે એક કે દશ હજારે એક જોવા મળતી વિપરીત અસર પણ જણાવી દે છે. પછી આપણે નક્કી
કરવાનું છે કે હવે શું કરવું.
ચાલુ વરસાદે આકાશમાં વીજળી થતી હોય ત્યારે
ખુલ્લામાં ફરવાથી લાખે એક માણસને વીજળીથી મોતની શક્યતા હોય છે. તો શું અગત્યના
કામે પણ ચાલુ વરસાદે બહાર નીકળવું જ નહિ ? સ્કૂટર કે બાઈક જેવાં બે પૈંડાંના વાહનો પર ફરવાથી જરાક ટક્કર લાગે
તો માથામાં ઈજા થઈ મોતની શક્યતા વધારે હોય છે, તો શું જેમને ગાડી ના પોષાતી હોય તેમણે ચિંતા કરી, બે પૈંડાંના વાહનમાં ફરવું જ નહિ ? સુન્નત કરાવેલ પુરુષોને લિંગના
કેન્સરની શક્યતા ઓછી હોય છે, તો
શું દરેક પુરુષે સુન્નત કરાવવી જરૂરી છે?
હાલના જમાનામાં યુવકયુવતીઓ કોઈપણ શારીરિક
પ્રોબ્લેમનો ઉકેલ ગુગલ પર સર્ચ કરીને જાણી લે છે. તેના ઉપર કેટલાક સાવ અપવાદરૂપ
અભ્યાસોનાં તારણો ગેરમાર્ગે દોરે છે. આવી ભાગ્યે જ જોવા મળતી શક્યતા કેટલીક વખત
ફાયદાને બદલે નુકસાન કરે છે. આને બદલે તમારા ફેમિલી ડોક્ટર પર ભરોસો રાખી તેની
સલાહ મુજબ કરેલી કાર્યવાહી જ ફાયદારૂપ હોય છે.
કેટલીક વખત સાંભળેલી વાતો કે જોયેલી બીનાઓ
મનમાં ડર પેદા કરે છે અને ચિંતાનો ભાર વધી જતાં ઊંઘ અને ચેન હરામ થઈ જાય છે.
મનુકાકાને એક દિવસે તેમનો દીકરો અને વહુ વાત
કરતા સંભળાયા કે ડોસાને હવે વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ. મનુકાકા ગભરાઈ ગયા અને તેની
ખરાબ કલ્પનામાં ઊંઘ હરામ થઈ ગઈ, કરવું
શું ?
અમે ખૂબ સમજાવ્યા કે સારા વૃદ્ધાશ્રમમાં
ખાવાપીવા, દવા, સારવાર વગેરે બધી જ સગવડો હોય છે પછી ચિંતા શેને માટે? ખરેખર મનુકાકાને વૃદ્ધાશ્રમમાં તેમની
ઉંમરના સ્ત્રીપુરુષોનો સંગાથ મળવાથી વધારે આનંદ થયો. તેમને થયું કે હું નાહકની
ચિંતા કરતો હતો.
મનમાં 'પડશે તેવા દેવાશે' ની
ભાવના રાખવાથી મન તે ખરાબ બાબતની ચિંતા અનુભવતું નથી. જે બનાવ બનેલ નથી તેની ખરાબ
કલ્પના કરીને ચિંતાનો ભાર શા માટે ?
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
Anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો