આબરૂ જવાનો ડર
લાગે છે?
--------------------------------------------------------------------------------------------------------------------------
આપણા દેશમાં રૂઢિચુસ્તતા, સાંપ્રદાયિકતા, કુટુંબની ભાવના, ચારિત્ર્ય, આબરૂ, જેવા પરિબળો
અગત્યનાં છે. દરેક કુટુંબની પોતાની વૈભવ અને ચારિત્ર્યનીતિના પરિબળે એક આબરૂની
ભૂમિકા ઊભી થઈ જવા પામી છે. જેમાંથી અનેક પરિબળો જેમકે ચારિત્ર્યપાલન, શિષ્ટપાલન, અણુશાસન વિગેરે
માનવજીવનને ઉપયોગી છે. જે કુટુંબમાં ચારિત્ર્યપાલનની આબરૂ બિલકુલ ના હોય તેનું
સમાજમાં જરાપણ માન હોતું નથી, અને તેની સાથે કોઈ પણ રોટીબેટી વ્યવહાર કરતું નથી.
પશ્ચિમના દેશોમાં કુંવારાપણું અને ચારિત્ર્યપાલનને એટલું અગત્ય અપાતું નથી, પણ આપણી સંસ્કૃતિ આ બાબતે ખુબજ રૂઢિચુસ્ત છે, જે ફાયદાકારક છે, જરૂરી છે. મુક્ત રીતે સહજીવન માણતાં યુવક, યુવતીઓમાં લગ્ન પછી અનેક સમસ્યાઓ અને ચિંતાઓ જોવા મળે છે. લગ્ન પછી સામાજિક અને માનસિક દરજ્જો બદલાતા, આવા લોકો માનસિક શાંતિ અને સુખ ગુમાવે છે. એકબીજા પર શંકા, વ્યભિચાર, જૂના દોસ્તો સાથે ફરી જાતિય સંબંધો ચાલુ થયાનો શક વિગેરે તેમને શાંતિથી જીવવા દેતા નથી. અંતે કુટુંબ કલેશ અને છૂટાછેડાના કેસો વધતાં જાય છે, જે પશ્ચિમના દેશોમાં કોમન છે. ત્યાં આ બાબતને આબરૂનો પ્રશ્ન ગણતા જ નથી તેથી આ બાબતની સમસ્યાઓ ત્યાં દેખાતી જ નથી.
પૈસાદાર કુટુંબોમાં વૈભવ, પૈસો, અને ઠાઠમાઠ
વિગેરેને લીધે જ તે લોકોમાં એક અહમ્ પેદા થાય છે, જે પછીથી આબરૂનાં નામે ઓળખાય છે. અમે પૈસાદાર
લોકો મજૂરીનું કે હલકા પ્રકારનું કામ કરતાં હોઈશું કદી? અમારી આબરૂનું શુ? આ જૂઠી આબરૂ છે.
અગાઉના રાજા, મહારાજા, નવાબો, જમીનદારો ખૂબ
પૈસાદાર હતા. તેમનો અલગ દરજ્જો હતો, પણ લોકશાહીમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ એક જ વટહુકમથી તે
રદ કરી દીધો, અને બધા લોકો
સમાન થઈ ગયા. છતાં પણ પોતાની આબરૂ માટે હજુ આ લોકો વધારે પડતાં સંવેદનશીલ છે. એક
સુંદર વાર્તા આ પ્રસંગે યાદ આવે છે.
અમીરચંદનાં મરણ પછી તેના
ત્રણ દીકરાઓ વિશાળ હવેલીમાં રહીને ઉચ્ચ પ્રકારનું કામ શોધી રહ્યા હતા. નીચા
પ્રકારનું કે મજૂરીનું કામ તો થાય જ કેવી રીતે? શેઠ અમીરચંદની આબરૂનું શું?
એમ ને એમ સમય પસાર થતો
ગયો, અને તે લોકો
ધીમેધીમે ઘસાતા ગયા, પછી તો ઘરે ખાવા
પીવાનાંય ફાંફાં પડવા લાગ્યા. ઘરના ચોગાનમાં એક સરગવાની શીંગનું ઝાડ હતું, તેની શીંગો
રાત્રે તોડીને તેની આવકમાંથી ઘર ચાલતું હતું..
એક દિવસ તેમના વડીલ
હસુકાકા ઘરે રહેવા આવ્યા. આવી ખરાબ પરિસ્થિતિ જોઈ તેમણે મોટા દીકરા સંજયને પૂછ્યું, “તો ઘર ચાલે છે કઈ
રીતે?”
“અમે ત્રણે ભાઈઓ કોઈ મોટો ધંધો કરતાં નથી, અને સારી નોકરી
અમને મળતી નથી, તેથી દિવસે અમે
બેસી રહીએ છીએ,અને રાત્રે આ
સરગવાની શીંગો તોડી ગુજરાન ચલાવીએ છીએ."
સંજયે નિરાશા સાથે
કહ્યું.
“પણ કેમ?” હસુકાકાને નવાઈ લાગી.
“અમારા પિતાજીની આબરૂને લીધે અમે મજૂરીનું કે હલકા પ્રકારનું
કામ કરી શકતા નથી.” સંજયે રડમસ ચહેરે જવાબ આપ્યો. અડધી રાત્રે હસુકાકા સરગવાનું
ઝાડ તોડીને જતા રહ્યા. સવારે ઊઠીને બધાએ આ જોયું, અને મહેમાન ને ભાંડવા લાગ્યા.
એક નું એક કમાણીનું સાધન
જતું રહેવાથી ત્રણે ભાઈઓ આબરૂની જૂઠી શાન છોડી કામે નીકળી પડ્યા, અને કમાણી ચાલુ
થઈ ગઈ.
પાંચ વરસે હસુકાકા પરત
ઘરે આવ્યા, ત્યારે બધા તેમને
પગે પડ્યા અને સંજયે કહ્યું, “વડીલ તમારે લીધેજ અમે ખોટી આબરૂ બચાવવાના મોહમાંથી છૂટી
શક્યા." આમ ખોટી આબરૂનો આંચળો ઓઢી બેસી રહેવાનો કોઈજ અર્થ નથી, મહેનત કરો, કર્મ કરો, ફળ તો મળવાનું જ
છે.
આપણે ત્યાં પ્રધાનો, મોટા નેતાઓ
વિગેરે ખોટી આબરૂમાંથી ઊંચા જ આવતા નથી. ચાર બોડીગાર્ડ જોડે ફરે, કોઈ સાથે હળેમળે
નહીં, વાત પણ નહીં
કરવાની. જયારે અમેરીકામાં તો કોઈ પણ માણસ ખોટી આળપંપાળ કે આબરૂમાં માનતો જ નથી.
કંપનીનો ડાયરેક્ટર પણ બધા કર્મચારીઓ જોડે જ લાઈનમાં ઊભો રહી જાય, ના આબરૂ જવાનો ડર, ના ડાયરેક્ટર
હોવાનો ફાંકો.
આમ આબરૂ અમુક બાબતે જાય
નહીં તે જોવું જરૂરી છે, પરંતુ ખોટી ઈજ્જત
અને આબરૂના નામે કાઈજ ના કરવું બિલકુલ ગેરવ્યાજબી છે.
કોઈ છોકરી પર નાનપણમાં
બળાત્કાર થાય કે જાતિય અત્યાચાર થાય, તેમાં તેનો કોઈ વાંક નથી, છતાં સમાજમાં તેની આબરૂ જવાની બીકે માબાપ તે
દુષ્કર્મ પ્રત્યે આંખ મિચામણાં કરે જ જાય છે. અને બળાત્કારનો આરોપી ખુલ્લેઆમ વટથી
ફરે છે, આ તેમની મોટી ભૂલ
છે. આવા ગુનેગારોને તો પોલીસ કેસ કરી મોટામાં મોટી સજા થવી જોઈએ, જેથી સમાજમાં કડપ
પેદા થાય, દાખલો બેસે, અને બીજી નિર્દોષ
બાળાઓ તેનો ભોગ બનતી અટકી શકે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Keywords:
Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance
Tags :
#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો